Last Update : 02-May-2012, Wednesday

 

કોંગ્રેસની રોજગાર અધિકાર રેલીમાં મોઢવાડિયાએ કહ્યું
રવિશંકર મહારાજની સાદગી એળે ગઈ, મોદીના લખલૂટ ખર્ચા

રોજગાર મેળાના નામે બનાવટ કરી સરકાર ફિકસ પગારદારોને કાયમી કરવાનો હુકમ પાળતી નથી

અમદાવાદ, મંગળવાર
ગુજરાત રાજયના સ્થાપના દિને યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈના ઉપક્રમે અમદાવાદમાં ઇન્દુચાચાની પ્રતિમાને પુષ્પાંજલિ કરી ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ સુધી રોજગાર અધિકાર રેલી યોજાઇ હતી, જે સભાના રૃપમાં ફેરવાતાં, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાતની સ્થાપનાના સમયે સ્થાપનાના પ્રણેતા રવિશંકર મહારાજે ગુજરાતના શાસકોને દાખલારૃપ સાદગી જીવનમાં અને સરકારના વહીવટમાં અપનાવવાની શીખ આપી હતી, પણ ગુજરાતની વર્તમાન ભાજપ સરકાર મેળાઓ- ઉત્સવો, યાત્રાઓ પાછળ ગુજરાતની પ્રજાના પરસેવાના પૈસા ઉડાવી લખલૂંટ ખર્ચા કરી રહી છે, સમગ્ર વહીવટી તંત્ર લોકોના પ્રશ્નો ઉકેલવાને બદલે એક જ વ્યકિતની સેવામાં લાગી ગયું છે અને ગુજરાત સરકારના માથે દેવું ૧ લાખ ૨૫ હજાર કરોડે પહોંચ્યું છે ત્યારે ભાજપ સરકાર ધન સંગ્રહના નામે રૃ. ૫૦૦ કરોડની ખંડણીઓ લોકો પાસેથી ઉઘરાવી રહી છે.
મોઢવાડિયાએ કહ્યું કે, મહાગુજરાતના આંદોલનના લડવૈયાઓની સભાઓમાં સ્વયંભૂ મેદની ઉમટતી, ત્યારે અત્યારની ભાજપ સરકારના તથા પક્ષના કાર્યક્રમોમાં કોઇ લોકો- કાર્યકરો જાતે આવતાં નથી, કલેકટરો અને ડીએસપીઓ માણસો લાવવાનું કામ કરે છે. આ સરકાર ગરીબ લોકો માટે નહીં, પણ ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોને અનુરૃપ કાયદા ઘડે છે. વિકાસનો ઢોલ પીટાય છે, પણ હકીકતમાં વિકાસની બાબતમાં ગુજરાત ઘણું પાછળ જતું રહ્યું છે. આ સરકાર રોજગાર મેળાના નામે બેરોજગારો સાથે બનાવટ કરે છે અને સરકારમાં ફિકસ પગારદારોને નિમણૂકની અસરથી કાયમી કરવાનો હાઈકોર્ટે કરેલા હુકમનું પાલન કરવાને બદલે સુપ્રીમમાં ચુકાદાને પડકારવાનું ઘોર પાપ કરી રહી છે, તેમ મોઢવાડિયાએ જણાવ્યું હતું.
ગુજરાત કોંગ્રેસની કેમ્પેઇન કમિટીના ચેરમેન શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, રવિશંકર મહારાજની સાદગીના સંદેશને ઠુકરાવી ગુજરાત સરકાર ગુજરાતની પ્રજાના પૈસાની બરબાદી કરી રહી છે. પણ સદભાવનાના નામે બનાવટી ઉપવાસ થયા ત્યારથી આ ભાજપ સરકારના પતનની શરૃઆત થઇ ગઈ છે. વિધાનસભા વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું હતું કે, રવિશંકર મહારાજના સ્વપ્નાનું ગુજરાત આજે નથી. વિધવાઓને પેન્શન મળતું નથી અને અદાણીને લ્હાણી થાય છે. ગરીબ માણસને તકલીફ પડે તો મુખ્યમંત્રીની આંખમાં આંસુ આવે એવા મુખ્યમંત્રીને ગુજરાતમાં બેસાડવાના છે. ગુજરાતમાં આ સરકાર મજૂરોના નામે સેસ ઉઘરાવે છે, પણ એ નાણામાંથી એકેય રૃપિયો મજૂરોના કલ્યાણ માટે વાપરતી નથી. જયારે જયારે ક્રાંતિઓ થઇ છે ત્યારે તે યુવાનોના હાથોથી થઇ છે એટલે રોજગારમાં અન્યાય યુવાનો હવે નહીં સાંખી લે.
એઆઇસીસીના મંત્રી તથા ગુજરાતના સહપ્રભારી એવા સાંસદ અશોક તનવરે તથા અખિલ ભારતીય યુવક કોંગ્રેસ પ્રમુખ રાજીવ સાતવેએ જણાવ્યું હતું કે, અખબારોમાં અને ચેનલો ઉપર ખોટી જાહેરાતો આપીને ગુજરાતની ભાજપ સરકાર લોકોને ગુમરાહ કરી રહી છે, વાસ્તવમાં ગુજરાત સરકાર વિકાસમાં નહીં ભ્રષ્ટાચારમાં નંબર વન છે. ફિકસ પગારના નામે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં યુવાનોએ રોજગાર અધિકાર માટે સંઘર્ષ કરવો પડશે.
યુવક કોંગ્રેસના નવા પ્રમુખ માનસિંહ ડોડિયાએ કોંગ્રેસ અધ્યક્ષાના રાજકીય સચિવ અહમદભાઈ પટેલનો શુભેચ્છા સંદેશો સભા સમક્ષ વાંચી સંભળાવ્યો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved