Last Update : 02-May-2012, Wednesday

 

ગુજરાત યુનિ. દ્વારા પ્રથમ વખત પ્રયોગાત્મક ધોરણે
M.Sc.-IT અને MBAમાં ઓન લાઇન એક્ઝામ લેવાશે !

૪૦૦ કોમ્પ્યુટરની લેબનો ઉપયોગ કરી બુધવારથી લેવાનારી પરીક્ષામાં વિદ્યાર્થીઓ ૫૦ પ્રશ્નોના જવાબ ઓન લાઇન આપશે

અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત એમએસસી આઇ.ટી. અને એમબીએ ઇન્ટીગ્રેટેડ કોર્સમાં ઓન લાઇન એકઝામ લેવાનું નક્કી કરાયું છે.આ પ્રયોગ સફળ થાય તો આગામી દિવસોમાં સાયન્સ-કોમર્સમાં પણ ઓન લાઇન એકઝામ અંગે વિચારણા હાથ ધરવામાં આવશે. પ્રાયોગિક ધોરણે બુધવારથી આ પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવશે.
પ્રાપ્ત વિગતો અનુસાર યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલી કોમ્પ્યુટર લેબનો ઉપયોગ થઇ શકે અને ભવિષ્યમાં પરીક્ષામાં કલાકો સુધી લખાણપટ્ટીની સીસ્ટમથી બહાર આવવા માટે ઓન લાઇન એકઝામ લેવામાં આવશે. હાલ જીટીયુ દ્વારા એમબીએ-એમસીએ સહિતની એન્ટ્રન્સ એકઝામ ઓન લાઇન લેવામાં આવે છે. આ ઉપરાંત એઆઇઇઇઇ જેવી એકઝામ પણ ઓન લાઇન લેવામાં આવે છે. ભવિષ્યમાં તમામ એન્ટ્રન્સ એકઝામ અને રેગ્યુલર પરીક્ષાઓ પણ ઓન લાઇન લેવામાં આવે તો વિદ્યાર્થીઓએ સળંગ ત્રણ કલાક સુધીની લખાણપટ્ટીમાંથી મુક્તિ મળી શકે તેમ છે.
યુનિવર્સિટીએ આ અંગે પહેલા કરીને પ્રથમ વખત એમએસસી આઇ.ટી. અને એમબીએ ઇન્ટીગ્રેટેડ કોર્સમાં ઓન લાઇન એકઝામ સીસ્ટમ દાખલ કરવાનું સાહસ કર્યું છે. આગામી બુધવારથી આ પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર સ્ક્રીન પર જુદા જુદા પ્રશ્નો આપવામાં આવશે જેના જવાબ વિદ્યાર્થીઓએ ઓન લાઇન આપવાના રહેશે. પ્રથમ તબક્કામાં ૫૦ પ્રશ્નો અપાશે. દરેક વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રશ્નો આપવામાં આવશે. જેના કારણે માસ કોપી કે અન્ય રીતે ગેરરીતિનો કોઇ અવકાશ રહેશે નહી. પ્રથમ વખત લેવાનારી ઓન લાઇન એકઝામમાં સોફ્ટવેર અને કોમ્પ્યુટર સીસ્ટમ અંગેના પ્રશ્નો પુછવામાં આવશે. આ પરીક્ષા પુરી થયા બાદ વિદ્યાર્થીઓના જવાબો લોક કરી દેવાશે. જો કે, વિદ્યાર્થીઓને પરીક્ષા બાદ આન્સર કી અપાતા તેઓ જાતે પોતાનું એસેસમેન્ટ કરી શકશે. આ પ્રયોગ સફળ થાય તો ભવિષ્યમાં સાયન્સ-કોમર્સમાં અમુક વિષયોમાં પણ ઓન લાઇન એકઝામનો વિકલ્પ પસંદ કરવાનું નક્કી કરાયું છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved