Last Update : 02-May-2012, Wednesday

 

આણંદના બોરસદના નાપા તળપદ ગામની ધૃણાસ્પદ ઘટના
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ

બિમાર ફુઆની ખબર કાઢવા આવેલી પરિણીતાને ફળિયાના પાંચ યુવકોએ વાસનાનો શિકાર બનાવી ઃ તમામની ધરપકડ

આણંદ,તા.૧
આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલ નાપા તળપદ ગામના રોહિત વાસમાં ગત તા.૨૪મી એપ્રિલ,૨૦૧૨ના રોજ રાત્રિના ૧૦ઃ૩૦ કલાકના સુમારે આંકલાવની એક ૨૦ વર્ષની કોડભરી પરિણીતા પર રોહિતવાસમાં જ રહેતા પાંચ શખ્શોએ સામુહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ધૃણાસ્પદ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી છે. આંકલાવની પરિણીતા નાપા તળપદ ગામે બિમાર ફુઆની ખબર જોવા માટે આવી હતી. જો કે બિમાર ફુઆ સહિતના પરિવારજનો કરમસદ ખાતેની હોસ્પિટલમાં હતા. આ સમયે ફુઆના ઘરે રોકાયેલી એકલી અટુલી આ પરિણીતાને પાંચેય નરાધમોએ વાસનાનો શિકાર બનાવી હતી. આ હિચકારી ઘટનાના છ દિવસ બાદ એટલે કે ગતરાત્રિના ૭ઃ૪૫ કલાકના સુમારે બળાત્કારનો ભોગ બનેલ પરિણીતાએ બોરસદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પાંચેય શખ્શો સામે બળાત્કારનો ગુનો નોંધ્યો હતો અને ગણતરીના જ કલાકોમાં પાંચેય બળાત્કારી શખ્શોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આણંદ જિલ્લાના તાલુકા મથક આંકલાવ ખાતે રહેતી અને વડોદરા જિલ્લાના એક ગામડામાં પરણાવેલી ૨૦ વર્ષની પરિણીતા ગત તા.૨૪મી એપ્રિલ,૨૦૧૨ના રોજ સાંજના ૭ઃ૦૦ કલાકના સુમારે બોરસદ તાલુકાના નાપા તળપદ ગામે રોહિતવાસમાં રહેતા પોતાના બિમાર ફુઆની ખબર જોવા માટે આવી હતી. જો કે ફુઆનું ઘર બંધ હોવાથી આ પરિણીતાએ ફળીયામાં રહેતા આસપાસના લોકોને પુછપરછ કરતાં તેમના બિમાર ફુઆને કરમસદની હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું અને તમામ પરિવાર હોસ્પિટલમાં હોવાનું જાણવા મળ્યું હતું. જો કે પોતાના ફુઆની દિકરી એટલે કે પિતરાઈ બહેન સાંજે ટિફિન લેવા માટે ઘરે આવશે અને તેની સાથે પોતે હોસ્પિટલમાં ફુઆની ખબર જોવા માટે જશે તેવુ વિચારીને આ પરિણીતા પોતાના ફુઆના ઘરે રોકાઈ ગઈ હતી. જો કે રાત્રિના ૯ઃ૦૦ કલાક સુધીમાં કરમસદની હોસ્પિટલમાંથી ઘરે કોઈ પરત ન ફરતાં જ ચિંતાતુર બનેલ આ પરિણીતા ફુઆના બંધ ઘરની બહાર ઓસરીમાં ખાટલો નાંખીને સૂઈ ગઈ હતી. દરમ્યાન રાત્રિના લગભગ ૧૦ઃ૩૦ કલાકના સુમારે નાપા ગામના જ રોહિતવાસમાં રહેતો ઘનશ્યામ કાંતિભાઈ રોહિત (ઉં.વ.૨૪), વિનોદ ભાઈલાલભાઈ રોહિત (ઉં.વ.૩૩), વિજય રમણભાઈ રોહિત (ઉં.વ.૨૭), હાર્દિક રમણભાઈ રોહિત (ઉં.વ.૨૧) અને મિતેશ ઉર્ફે ચક્કી ડાહ્યાભાઈ રોહિત (ઉં.વ.૧૯) ત્યાં આવી ચઢ્યા હતા. જો કે આ પરિણીતા અવાર-નવાર આંકલાવથી પોતાના ફુઆના ઘરે આવતી-જતી હોવાથી આ તમામ શખ્શો તેને ઓળખતા હતા. રાત્રિના સુમારે આ પરિણીતાને ખાટલામાં એટલી અટુલી જોઈ ઉક્ત પાંચેય શખ્શોના મનમાં વાસનારૃપી શૈતાન જાગી ઉઠયો હતો. કામાંધ બનેલા પાંચેય શખ્શોએ ખાટલામાં સૂઈ રહેલી આ પરિણીતાના મોઢે દુપટ્ટો બાંધી દીધો હતો. બાદમાં વારાફરતી પાંચેય જણાંએ આ કોડભરી પરિણીતા પર સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. ૨૦ વર્ષની કોડભરી પરિણીતાને વાસનાનો શિકાર બનાવ્યા બાદ પાંચેય નરાધમોએ પોતાની પાપ લીલા પર ઢાંકપીછોડો કરવા માટે પરિણીતાને આ હીચકારા કૃત્ય અંગેની જો કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ઘટના સ્થળેથી પલાયન થઈ ગયા હતા. બીજા દિવસે એટલે કે તા.૨૫મી એપ્રિલ,૨૦૧૨ના રોજ સવારના ૧૦ઃ૦૦ કલાકના સુમારે આ પરિણીતાની ફુઆની દિકરી કરમસદ હોસ્પિટલમાંથી ઘરે પરત ફરી હતી. બાદમાં આ પરિણીતાએ પોતાના પર થયેલ અત્યાચારની સઘળી હકીકત પિતરાઈ બહેનને કહી સંભળાવી હતી. બાદમાં આ સમગ્ર ઘટનાથી તેના ફોઈ-ફુઆ પણ વાકેફ થયા હતા. પિતરાઈ બહેનની સમજાવટના અંતે ૬ દિવસ બાદ એટલે કે ગતરાત્રિના ૭ઃ૪૫ કલાકના સુમારે બળાત્કારનો ભોગ બનેલ પરિણીતાએ બોરસદ ગ્રામ્ય પોલીસ મથકમાં ઉક્ત બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસ મથકના પીઆઈ એ.જી.ગોહેલે ૨૦ વર્ષની પરિણીતા પર સામૂહિક બળાત્કાર ગુજારનાર ઘનશ્યામ કાંતિભાઈ રોહિત, વિનોદ ભાઈલાલભાઈ રોહિત, વિજય રમણભાઈ રોહિત, હાર્દિક રમણભાઈ રોહિત અને મિતેશ ઉર્ફે ચક્કી ડાહ્યાભાઈ રોહિત (તમામ રહે.નાપા તળપદ, રોહિતવાસ, તા.બોરસદ, જિ.આણંદ) સામે ભારતીય દંડસંહિતાની કલમ ૩૭૬(૨)જ, ૫૦૬(૨) અને ૧૧૪ મુજબ ગુનો દાખલ કર્યો હતો. ફરિયાદ નોંધાયા બાદ પીઆઈ એ.જી.ગોહેલ સહિતની ટીમે પાંચેય બળાત્કારી આરોપીઓને ઝડપી પાડવાનો ધમધમાટ શરૃ કર્યો હતો અને મધ્યરાત્રિના ૧૨ઃ૪૫ કલાકના સુમારે નાપા તળપદ ગામના રોહિતવાસમાં ઓચિંતો છાપો મારીને પાંચેય બળાત્કારી શખ્શોને ઉંઘતા દબોચી લીધા હતા. બળાત્કારના ગુનામાં ધરપકડ કરાયેલા પાંચેય આરોપીઓને આજે સવારના સુમારે પોલીસ ઝારોલા ખાતેના પીએચસી સેન્ટરમાં લઈ ગઈ હતી. જ્યાં પાંચેય આરોપીઓનું તબીબ દ્વારા મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. બીજી તરફ બળાત્કારનો ભોગ બનેલ પરિણીતાનું ગતરાત્રે જ નાપા ખાતેના પીએચસી સેન્ટરમાં તબીબી પરિક્ષણ કરાયા બાદ પોલીસે આજે આ પરિણીતાનું કરમસદ ખાતેની હોસ્પિટલમાં ગાયનેક ર્ડાક્ટર દ્વારા મેડીકલ ચેકઅપ કરવાની તજવીજ હાથ ધરી હતી. આ હિચકારી ઘટનાએ સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર જગાવી છે. લોકો પાંચેય બળાત્કારી નરાધમ શખ્શો સામે ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે.

બળાત્કારની ઘટનાની સાથે-સાથે
પાંચ બળાત્કારીઓમાં બે યુવકો પરિણીત
આણંદ,તા.૧
બોરસદ તાલુકાના નાપા તળપદ ગામે આંકલાવની પરિણીતા પર સામુહિક બળાત્કાર ગુજારનાર અને એક જ ફળીયામાં રહેતા પાંચેય શખ્શો ૧૯ થી ૩૩ વર્ષના આશરાના છે. જેમાં વિનોદભાઈ ભાઈલાલભાઈ રોહિત (ઉં.વ.૩૩) અને વિજયભાઈ રમણભાઈ રોહિત (ઉં.વ.૨૭) પરિણીત છે. જ્યારે મુખ્ય સૂત્રધાર ઘનશ્યામ કાંતિભાઈ રોહિત (ઉં.વ.૨૪), હાર્દિક રમણભાઈ રોહિત (ઉં.વ.૨૧) અને મિતેશ ઉર્ફે ચક્કી ડાહ્યાભાઈ રોહિત (ઉં.વ.૧૯) અપરિણીત છે.

સાસરિયાંના ત્રાસથી પરિણીતા પિયર રહેતી
આણંદ,તા.૧
સામુહિક બળાત્કારનો ભોગ બનેલ આંકલાવની ૨૦ વર્ષીય પરિણીતા ધો.-૩ સુધી ભણેલી છે. એક વર્ષ પૂર્વે આ પરિણીતાના લગ્ન વડોદરા જિલ્લાના એક ગામડામાં કરવામાં આવ્યા હતા. એક વર્ષના ટૂંકા લગ્નગાળા દરમ્યાન સાસરીયાઓએ પોતાનું અસલી પોત પ્રકાશ્યું હતું અને પરિણીતાને દહેજના પ્રશ્ને અવાર-નવાર મ્હેણાં-ટોણાં મારી શારીરિક માનસિક ત્રાસ ગુજારતા હોવાથી આ પરિણીતાએ સાસરીનો ત્યાગ કરીને પોતાના પિયર આંકલાવ ખાતે રહેવા આવી ગઈ હતી.

ધૃણાસ્પદ ઘટના દબાવી દેવા માટે પ્રયાસ કરાયા
આણંદ,તા.૧
સામુહિક બળાત્કારનો ભોગ બનેલ આંકલાવની પરિણીતાએ ૬ દિવસ બાદ બોરસદ ગ્રામ્ય પોલીસ મથકમાં નાપા તળપદ ગામના પાંચેય શખ્શો સામે બળાત્કારની ફરિયાદ નોંધાવતા સ્થાનિક લોકોમાં જાત-જાતની અટકળો અને તરહ-તરહ પ્રકારના તર્ક-વિતર્કો ચર્ચાની એરણે ચઢયા છે. બળાત્કારનો ભોગ બનેલ પરિણીતા અને પાંચેય બળાત્કારીઓ એક જ જ્ઞાાતિના હોવાથી આ ધૃણાસ્પદ ઘટનાના સમાજમાં ઘેરા પ્રત્યાઘાત ન પડે તે આશયથી આ સમગ્ર પ્રકરણ પર જ્ઞાાતિના વડીલોએ ઢાંકપીછોડો કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. જો કે સફળતા ન મળતા આખરે આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

પાંચ યુવકોએ ગુનાની કબૂલાત કરી લીધી
આણંદ,તા.૧
આંકલાવની પરિણીતા પર એકલતાનો લાભ લઈ નાપા તળપદ ગામના પાંચેય શખ્શોએ વારાફરતી સામુહિક બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ સમક્ષ ચોંકાવનારી કબુલાત કરી છે તેમ પીઆઈ એ.જી.ગોહેલે જણાવ્યું હતું.

ઘટના સ્થળેથી પોલીસે પુરાવા એકત્રિત કર્યા
આણંદ,તા.૧
આંકલાવની પરિણીતા પર સામુહિક બળાત્કાર ગુજારનાર નાપા તળપદના પાંચ નરાધમોને આંકલાવ પોલીસ મથકના પીઆઈ એ.જી.ગોહેલ સહિતની ટીમે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડીને જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે. પોલીસે ઘટના સ્થળેથી જે ખાટલામાં પરિણીતા પર સામુહિક રેપ થયો હતો તે ખાટલાની પાટીના આશરે ચાર ફુટના ટુકડા જપ્ત કર્યા છે. ખાટલાની આ પાટી પર વીર્યના ડાઘ હોવાની પણ પોલીસે શંકા વ્યક્તિ કરી છે. પોલીસે સ્થળ પરથી એકત્રિત કરેલા પુરાવાને ચકાસણી માટે એફએસએલમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ બળાત્કારનો ભોગ બનેલ પરિણીતાનું આવતીકાલ એટલે કે બુધવારના રોજ કરમસદ ખાતેની મેડિકલ હોસ્પિટલમાં ગાયનેક તબીબ દ્વારા મેડિકલ ચેકઅપ કરવામાં આવનાર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved