Last Update : 02-May-2012, Wednesday

 

રિયાલિટી શોના પ્રોમોમાં માધુરી દીક્ષિતની વીતેલાં જમાનાની અભિનેત્રીઓને અંજલિ

મીના કુમારી અને મુમતાઝના ગીતો પર અભિનેત્રી નૃત્ય કરતી દેખાશે

મુંબઇ, તા.૧
ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ) પછી કલર્સ પર પ્રસારિત થનારા રિયાલિટી શો 'ઝલક દિખલા જા'ની પાંચમી સિઝનના પ્રમોશનમાં માધુરી દીક્ષિત ડાન્સની અસ્મિતાને એક અંજલિ આપશે. ચેનલે તાજેતરમાં જ આ શોની પાંચમી સિઝન પ્રસારિત કરવાના અધિકારો મેળવ્યા હતા. અને આ વખતે દર્શકોને આકર્ષવા માટે એક નવતર કિમિયો અજમાવવામાં આવ્યો છે. આ સપ્તાહમાં આ શોના પ્રમોનું પ્રસારણ શરૃ થવાનું છે. આ પ્રોમોમાં માધુરી દીક્ષિત વીતેલા જમાનાના ડાન્સિંગ દિવાને અંજલિ આપશે.
પહેલા પ્રોમોમાં માધુરી ૧૯૬૦ના દાયકાની સુપરસ્ટાર મીના કુમારીનો લુક ધારણ કરશે, જેમણે તેમની ફિલ્મો દ્વારા મુજરાને ડાન્સના એક પ્રકાર તરીકે લોકપ્રિયતા અપાવી હતી. ૪૫ વર્ષની માધુરી ૧૯૭૨માં રિલીઝ થયેલી ફિલ્મ 'પાકિઝા'ના બેનમૂન ગીત 'થાડે રહિયો...' પર ચળકતા ગુલાબી રંગના અનારકલી ડ્રેસમાં નૃત્ય કરતી જોવા મળશે. આ ગીતમાં માધુરીના હાવભાવ અને સ્ટાઇલ તે જમાનાની યાદ દેવડાવશે. બીજા પ્રોમોમાં અભિનેત્રી ૧૯૭૦ના જમાનાની સ્ટાઇલમાં જોવા મળશે. ચૂસ્ત ચુડીદાર - કુરતામાં માધુરી મુમતાઝના 'મોતિયો કી લડી હૂ મૈં...' ગીત પર નૃત્ય કરશે.
વીતેલાં જમાનાની અભિનેત્રીઓની યાદ તાજી કરાવવાનું ચેનલે શા માટે પસંદ કર્યું? આ પ્રશ્નના ઉત્તરમાં કલર્સ ચેનલની વીક એન્ડ પ્રોગ્રામિંગ હેડ મનીશા શર્માએ જણાવ્યું હતું કે, ''અમારી ઓન-એર પ્રોમો ટીમને આ વિચાર સ્ફૂર્યો હતો. આમાં માધુરી વિવિધ દાયકાના ડાન્સને એક અંજલિ આપશે. અને માધુરીને પણ આ વિચાર ગમ્યો હતો. અમારા સેલિબ્રિટી જજની ફિલોસોફી સાવ સરળ છે,'' એવી રીતે ઝૂમે નાચો કે બસ ખોવાઇ જવાય. અમે પણ તેની આ વાત સાથે સંમત છીએ કે દરેકે બધી જ શરમ છોડીને આવતી કાલ કોણે દીઠી છે માનીને મન મૂકીને નૃત્ય કરવું જોઇએ.
આ ઉપરાંત માધુરી 'કિસી ડિસ્કો મે જાયે' (બડે મિયાં છોટ મિયાં), 'છમ્મક છલ્લો' (રા-વન) અને 'કોલાવરી ડી' જેવા સમકાલીન ગીતો પણ પણ નૃત્ય કરશે.
આ શોના ૧૨ પ્રતિસ્પર્ધીઓના નામ હજુ સુધી જાહેર થયા નથી પરંતુ અવિકા ગોર, મેઘના મલિક, જીઆ માણેક, વિશાલ સિંહ અને કરણ સિંહ ગ્રોવરના નામ ચર્ચાય છે. તેમજ માધુરી ઉપરાંત બીજા બે જજની પસંદગી પણ બાકી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved