Last Update : 02-May-2012, Wednesday

 

અરબાઝ ખાનના ગાલ પર ચુંબન કરવા માટે નેહા ધુપિયા વિવાદમાં ફસાઇ

આમ કરતાં પૂર્વે જ મલાઇકાની માફી માગી હોવાનો અભિનેત્રીનો દાવો

મુંબઇ, તા.૧
તાજેતરમાં યોજાયેલી એક પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન નેહા ધુપિયાએ અરબાઝ ખાનના ગાલ પર એક હળવું ચુંબન કર્યું હતું. આ વાતે ઘણો વિવાદ ઉત્પન્ન કર્યો હતો. જો કે આ બાબતે પોતે નિર્દોષ હોવાનો નેહાએ દાવો કર્યો હતો. ''મેં મલાઇકા (અરબાઝની પત્ની મલાઇકા અરોરા ખાન)ની આ થયું એ પહેલાં જ માફી માગી હતી. પ્રથમ અને અંતિમ વાર જ હું અરબાઝને ચુંબન કરીશ, એ મેં એને વચન આપ્યું હતું. આ એક મજાક હતી,'' એમ નેહાએ ઉમેર્યું હતું.
મલાઇકાએ જણાવ્યા પ્રમાણે, ''હું એક અસુરક્ષિત નાનું બાળક નથી આ એક ઇવેન્ટ હતી અને રમૂજ માટે આમ કરવામાં આવ્યું હતું. મને આનો કોઇ વાંધો નથી.''
અરબાઝે કરેલા ખુલાસા મુજબ તેમણે આ ઇવેન્ટનું માર્કેટિંગ કરવા માટે તેમને અપાયેલી સૂચનાનું પાલન કર્યું હતું. ''નેહા એક કલાકાર છે. અને હું પણ કલાકાર છું આથી કોઇ વાર ગાલ પર એક હળવું ચુંબન આપવું એ મોટી વાત નથી. અમારા પ્રોફેશનનો આ એક ભાગ છે,'' એમ અરબાઝે ઉમેર્યું હતું.
શેરોન સ્ટોનની ફિલ્મ 'બેઝિક ઇન્સ્ટિન્ક્ટ' પર આધારિત તેની નવી ફિલ્મ 'રશ'માં પોતાના નવ લુક સાથે નેહા છવાઇ જવા માગે છે ''પ્રેરણા લેવા માટે તે જ આદર્શ હતી,'' એમ નેહાએ કહ્યું હતું. જો કે આમ કહી નેહાએ તરત જ એ વાત સ્પષ્ટ કરી હતી કે, ૧૯૯૨ની આ શૃંગારિક થ્રિલર ફિલ્મના અભિનેત્રીના પગ પર પગ ચઢાવીને બેસવાના વિવાદાસ્પદ દ્રશ્યની પોતે નકલ કરી નથી. ''શેરોન સ્ટોને તેના જે અંગનું પ્રદર્શન કર્યું હતું એવો વિચાર કરીને 'રશ' જોવા આવતા નહીં.'' એવી અભિનેત્રીએ ચેતવણી પણ આપી હતી.
સ્કવોશ ખેલાડી ઋત્વિક ભટ્ટાચાર્ય સાથેના લાંબા પ્રેમ સંબંધનો અંત આવ્યા પછી નેહા વેનેઝ્યુએલાના નાગરિક જેમ્સ સિલ્વેસ્ટર સાથે જોવા મળે છે. આ સંબંધ ગંભીર હોવાનું પૂછતા અભિનેત્રીએ કહ્યું હતું કે, ''હોઇ શકે છે, આ એક રહસ્ય છે!''

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved