Last Update : 02-May-2012, Wednesday

 
રૃમાં ભારતથી નિકાસ વધવાની આશાએ વિશ્વબજારમાં ભાવોમાં કડાકો

ન્યુયોર્ક વાયદો ૩૦૦ પોઈન્ટ તૂટયોઃ કોટન કોર્પોરેશન દ્વારા હવે ૨૫ના બદલે ૧૦ લાખ ગાંસડીની ખરીદી કરાશે!

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૧
મુંબઈ રૃ બજાર આજે મહારાષ્ટ્ર દિન નિમિત્તે સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે ભાવો ઉંચા બોલાઈ રહ્યા હતા. કેન્દ્ર સરકારે રૃની નિકાસ માટે ફરીથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૃ કરતાં તથા રૃની નિકાસમાં કોઈ જથ્થાત્મક ટોચમર્યાદા નક્કી ન કરાતાં હવે દેશમાંથી રૃની નિકાસ વધવાની આશાએ વિવિધ ઉત્પાદક મથકોએ સ્પોટ પર નવી વેચવાલી અટકી ગયાના સમાચારો હતા. હાજર માલો પર હવે પક્કડ વધી છે. જોકે ભારતે નિકાસ માટે છૂટની નિતિ અપનાવતાં વિશ્વબજારમાં ભાવો તૂટી ગયાના સમાચારો હતા એ જોતાં હવે નિકાસ માંગ ઘરઆંગણે કેવી રહી છે. તેના પર બજારની નજર રહી છે. ન્યુયોર્ક રૃ વાયદાના ઓવરનાઈટ સમાચારો આજે વધુ ૧૯૮ પોઈન્ટનો કડાકો બતાવતા હતા. ત્યાં બે દિવસમાં ભાવો ૩૦૬ પોઈન્ટ તૂટયા છે. ત્યાં આજે દૂરની ડિલીવરીના ભાવો ૧૮૩ તથા ૧૫૭ પોઈન્ટની નરમાઈ બતાવતા હતા. દરમિયાન, ઘરઆંગણે સ્પોટના ભાવો ગુજરાત સંકર-ચારના વધી રૃ.૩૫૨૦૦ રહ્યા હતા જ્યારે ગુજરાત કલ્યાણના ભાવો રૃ.૨૫૫૦૦થી ૨૬૦૦૦ બોલાઈ રહ્યા હતા. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર બાજુ ભાવો સારા માલોના રૃ.૩૩૫૦૦થી ૩૪૫૦૦ રહ્યા હતા. જ્યારે ત્યાં ફરધર પાકના માલોના ભાવો રૃ.૨૮૦૦૦થી ૩૦૦૦૦ રહ્યા હતા. દરમિયાન, કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) દ્વારા અગાઉ ૨૫ લાખ ગાંસડી રૃની ખરીદી કરીને વ્યુહાત્મક સ્ટોક ઉભો કરવાની યોજના બનાવાઈ હતી પરંતુ હવે આ જથ્થો ઘટાડીને ૧૦ લાખ ગાંસડીનો નક્કી કરવામાં આવ્યાના સમાચારો હતા.

એલ્યુમિનિયમ ઉત્પાદકો દ્વારા ભાવો ટનદીઠ રૃ.૫૦૦૦ વધારાતાં બજારભાવો મક્કમ બોલાયા
મુંબઈ ધાતુ બજારમાં આજે કામકાજો બંધ રહ્યા હતા. મહારાષ્ટ્ર દિન નિમિત્તે બજાર બંધ રહી હતી. બંધ બજારે વધ્યા મથાળે ભાવોમાં સૂસ્ત હવામાન બતાવાઈ રહ્યું હતું. દરમિયાન, લંડન મેટલ એક્સચેન્જમાં આજે ત્રણ મહિનાના ભાવો સાંજે કોપરના ૮૩૯૦ ડોલર, એલ્યુમિનિયમના ૨૧૧૨ ડોલર, નિકલના ૧૭૬૪૦ ડોલર, ટીનના ૨૨૭૦૦ ડોલર, જસતના ૨૦૬૫ ડોલર તથા સીસાના ૨૨૭૦૦ ડોલર રહ્યાના સમાચારો હતા. ત્યાં કોપરમાં ત્રણ મહિનાના ભાવો સામે હાજર ભાવો ૧૩૫થી ૧૪૦ ડોલર ઉંચા બોલાઈ રહ્યા હતા. ત્યાં કોપરના ત્રણ મહિનાના ભાવો તાજેતરમાં ઉંચામાં ૮૪૯૬થી ૮૪૯૭ ડોલરની એક મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યા હતા પરંતુ ત્યારપછી વધ્યા ભાવથી નરમાઈ દેખાઈ છે. ત્યાં કોપરનો સ્ટોક ઘટી સોમવારે ૨૪૮૩૫૦ ટન થતાં નવેમ્બર ૨૦૦૮ પછીની સૌથી નીચી સપાટી સ્ટોકમાં દેખાઈ હતી. હાજર માલની અછત વચ્ચે ત્યાં વાયદા સામે હાજર ભાવોનું પ્રિમિયમ વધી ઓગસ્ટ ૨૦૦૮ પછીની ટોચ પર પહોંચ્યું છે. એલ્યુમિનિયમ ઉત્પાદકોએ ભાવો ટનના રૃ.૫૦૦૦ વધાર્યાના સમાચારો હતા. આના પગલે મુંબઈ બજારમાં ભાવો સોમવારે કિવ.ના રૃ.૨૦૦થી ૩૦૦ વધ્યા પછી આજે પણ ભાવો મક્કમ બોલાઈ રહ્યા હતા.
સોયાતેલ વાયદો શિકાગોમાં તૂટયોઃ સોયાખોળમાં રૃ.૩૦ હજારને આંબી ગયેલા ભાવો
મુંબઈ તેલ-બિયાં હાજર તથા વાયદાની બજાર આજે મહારાષ્ટ્ર દિન નિમિત્તે બંધ રહી હતી. બંધ બજારે ખાસ વેપારો ન હતા. દરમિયાન, શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૪૮ પોઈન્ટ ઘટયા પછી આજે પ્રોજેક્શનમાં ભાવો સાંજે ૪૦ પોઈન્ટ નરમ રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં ભાવોની ધારણા પામતેલની રૃ.૬૬૪ વાળી આજે રૃ.૬૬૦થી ૬૬૨ની બતાવતી હતી જ્યારે ક્રૂડપામ ઓઈલ (સીપીઓ)ના ભાવો રૃ.૬૨૦ આસપાસ રહ્યા હતા. સોયાતેલના ભાવો ડિગમના રૃ.૬૯૦ આસપાસ તથા રિફાઈન્ડના રૃ.૭૨૮ આસપાસ રહ્યા હતા. સિંગદાણામાં ઉત્પાદક મથકોએ નિકાસ માંગ જળવાઈ રહેતાં દાણાના ભાવો ઉંચા રહ્યા છે અને તેના પગલે સિંગતેલના ભાવો પણ ઉંચા રહ્યાનું જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, સોયાખોળમાં ભાવોમાં તેજીનું હવામાન જળવાઈ રહ્યું હતું. કંડલા પોર્ટના સોયાખોળના ભાવો ટનના રૃ.૩૦૦૦૦થી ૩૦૧૦૦ બોલાતા હતા. નિકાસ બજારમાં માંગ વધી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved