Last Update : 02-May-2012, Wednesday

 

રિઝર્વ બેંકના પગલાની કાર વેચાણ પર સાનુકુળ અસર

મારૃતિમાં ૩, ટોયોટામાં ૪૯ અને મહિન્દ્રાના વેચાણમાં ૨૭ ટકાનો વધારો નોંધાયો

નવી દિલ્હી, મંગળવાર
વિતેલા એપ્રિલ માસ દરમિયાન રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં ૫૦ બેઝિક પોઈન્ટનો ઘટાડો કરાતા ઓટો લોન સસ્તી થતા કારના વેચાણ પર સાનુકુળ અસર થવા પામી હતી. તેમજ આગામી સમયમાં તેમાં વધારો થશે તેમ ઓટો ઇન્ડસ્ટ્રીના સૂત્રોએ જણાવ્યું હતું. વિતેલા એપ્રિલ માસ દરમિયાન મારૃતિ, ટોયોટા, કિર્લોસ્કર અને મહિન્દ્રા-મહિન્દ્રાના વેચાણમાં વધારો નોંધાયો હતો.
દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારૃતિ સુઝુકી ઇન્ડિયાના એપ્રિલ માસના વેચાણમાં ૩.૪ ટકાનો વધારો થતા તે ૧,૦૦,૪૧૫ યુનિટ (૯૭૧૫૫ યુનિટ) પહોંચ્યું હતું. આ સમય દરમિયાન કંપનીની નિકાસ ૧.૫ ટકા વધીને ૧૦૧૬૦ યુનિટ થઈ હતી. જે ગત વર્ષે સમાન સમયમાં ૧૦૦૧૧ યુનિટ રહી હતી.
આ સમય દરમિયાન ટોયોટા કિર્લોસ્કરનું વેચાણ ૪૯ ટકા વધીને ૧૪૩૭૮ યુનિટ રહ્યું હતું. જે ગત વર્ષે ૯૬૮૧ યુનિટ હતું. જ્યારે મહિન્દ્રા-મહિન્દ્રા કંપનીનું વેચાણ ૨૭ ટકા વધીને ૪૦૭૧૮ યુનિટ રહ્યું હતું. જે ગત વર્ષે સમાન સમયમાં ૩૨૦૮૦ યુનિટ હતું. કંપનીના થ્રીવ્હીલરનું વેચાણ વધીને ૪૬૫૯ યુનિટ રહ્યું હતું. જ્યારે નિકાસ ઘટીને ૧૪૨૦ યુનિટ રહી હતી.જે ગત વર્ષે સમાન સમયમાં ૧૭૪૧ યુનિટ હતી.
જોકે એપ્રિલ માસમાં જનરલ મોટર્સે ઇન્ડિયાનું વેચાણ ૨૦.૩૪ ટકા ઘટીને ૮૦૦૫ યુનિટ રહ્યું હતું. જે ગત વર્ષે સમાન સમયમાં ૧૦૦૫૦ યુનિટ રહ્યું હતું. કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે બજેટમાં કાર પરની એક્સાઈઝ વધારાના હાઉના પગલે ફેબુ્રઆરી અને માર્ચમાં મોટા પાયે વેચાણ થતા એપ્રિલમાં વેચાણ ઘટયું છે.
દરમિયાન આ સમય દરમિયાન ટુ વ્હીલર ઉત્પાદક યામાહા મોટરનું વેચાણ ૬ ટકા વધીને ૩૬૫૮૧ યુનિટ થયું હતું. જે ગત વર્ષે સમાન સમયમાં ૩૪૪૭૬ યુનિટ રહ્યું હતું. કંપનીની નિકાસ વધીને ૯૬૩૭ યુનિચ (૮૬૫૯ યુનિટ) રહી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved