Last Update : 02-May-2012, Wednesday

 

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

સરકારી ઋણ સાધનોમાં જંગી રોકાણને કારણે એલઆઈસી મૂડી'સની સમીક્ષા હેઠળ

વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડી'સે દેશના સૌથી મોટી પોર્ટફોલિઓ ઈન્વેસ્ટર લાઈફ ઈન્સ્યૂરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી)ને સમીક્ષા હેઠળ મૂકયું છે અને એલઆઈસીને કદાચ ડાઉનગ્રેડ કરાય તેવી શકયતા છે. સરકારી ઋણ સાધનોમાં વધુ રોકાણ અને વિદેશમાંથી આવકના ખાસ સાધનો ઊભા નહીં કરાવાને કારણે એલઆઈસી સામે આ જોખમ ઊભું થયું છે. એલઆઈસી ઉપરાંત ખાનગી ક્ષેત્રની ત્રણ બેન્કો-આઈસીઆઈસીઆઈ, એચડીએફસી અને એક્સિઝ બેન્કને પણ મૂડી'સ ડાઉનગ્રેડ કરાય તેવી શકયતા છે.
સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ દ્વારા ભારતના આઉટલુકને તાજેતરમાં જ સ્ટેબલમાંથી નકારાત્મક કરાયું છે. સરકારી ઋણ સાધનોના ઊંચા હોલ્ડિંગ્સ સાથે અને આવકના ઓછા સાધનોને ધ્યાનમાં લેવાય તો નાણાં સંસ્થાઓની ક્રેડિટ ક્વોલિટી દેશની ક્રેડિટ સ્ટ્રેન્થ સાથે નજદીકથી સંકળાયેલી છે. આવા પ્રકારના રોકાણો ધરાવતી સંસ્થાની અલાયદું ક્રેડિટ એસેસમેન્ટ દેશ કરતાં વધુ ન હોઈ શકે એમ મૂડી'સે એક નિવેદનમાં જણાવ્યું હતું. આમ દેશના ઋણ સાધનોમાં તેનો કેટલો હિસ્સો રહેલો છે તેના આધારે એલઆઈસીના રેટિંગની સમીક્ષા કરવાની આવશ્યકતા રહે છે.
એલઆઈસીનું વર્તમાન રેટિંગ બીએએ૨/સ્થિર છે. જો કે એલઆઈસીના સૂત્રોએ ભારત માટેના રેટિંગ આઉટલુકના આમાં પ્રત્યાઘાત પડે છે અને એલઆઈસીની નાણાંકીય તંદૂરસ્તીનું નહીં. અમે જે ઈન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તે નિયમનકારી ધોરણો પ્રમાણે હોય છે. નિયમ પ્રમાણે અમારા કુલ ઈન્વેસ્ટમેન્ટમાંથી પચાસ ટકા ઈન્વેસ્ટમેન્ટ અમારે સરકારી સિક્યુરિટીઝમાં કરવાનું રહે છે એમ પણ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.
મૂડી'સના રેટિંગથી એલઆઈસીના કામકાજ કે નાણાં સ્થિતિ પર કોઈ અસર નહીં પડે એમ તેમણે સ્પષ્ટતા કરી હતી. ૨૦૧૧-૧૨માં એલઆઈસીએ કુલ રૃપિયા બે લાખ કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું, જેમાં રૃપિયા ૫૦,૦૦૦ કરોડ ઈક્વિટીસમાં અને બાકીના રૃપિયા ૧.૫૦ લાખ કરોડ ઋણ સાધનોમાં હતું. ઋણ સાધનોમાં પપ ટકા કરતા વધુ રોકાણ સરકારી સિક્યુરિટીઝ કરાયું હતું.
ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ મારફત જાહેર ક્ષેત્રની બેન્કોમાં હોલ્ડિંગ્સમાં વધારા અને તાજેતરમાં ઓએનજીસીના શેરની કરાયેલી ખરીદી સામે પણ મૂડી'સે ચિંતા વ્યકત કરી છે. ખાનગી ક્ષેત્રની ત્રણ બેન્કો અંગેના મતમાં મૂડી'સે જણાવ્યું હતું કે આ બેન્કોની દરિયાપારની કામગીરી ઘણી જ મર્યાદિત છે અને તેમની બેલેન્સશીટમાં સરકારી ઋણ સાધનોમાં ઊંચું રોકાણ જોવા મળે છે જે સરકારની ક્રેડિટ સ્ટ્રેન્થ સાથે નજદીકથી સંકળાયેલ છે. દેશના રેટિંગથી અમારા રેટિંગ ઊંચા હોવાથી મૂડી'સ કદાચ આ નિર્ણય આવી પડયો હશે. આમાં આશ્ચર્ય જેવું કશું નથી એમ એક બેન્ક અધિકારીએ જણાવ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved