Last Update : 02-May-2012, Wednesday

 

લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં

માર્ચ ક્વાર્ટર દરમિયાન કંપનીના પ્રમોટરો ખુદ વેચવાલ બની રહ્યાં

મુંબઈ, સોમવાર
વિદેશી રોકાણકારો જે સમયે ભારતી. કંપનીના શેરોને ભેગાં કરી રહ્યાં હતાં તે ઘડીએ જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિકગાળામાં બજારમાં આવેલી તેજીનો લાભ લઈને લગભગ ૫૦ જેટલી કંપનીના પ્રમોટરોએ તેમના શેરો વેચ્યાં હતાં. વર્ષ ૨૦૧૧ દરમયિાન શેરોમાં રહેલી સુસ્તી પછી આ ક્વાર્ટરમાં તેજી આવતાં પ્રમોટરોએ રોકડી કરી લીધી હતી.
ટાટા મોટર્સ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ(ટીસીએસ), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (એમએન્ડએમ), હાઉસિંગ ડેવલોપમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (એચડીઆઈએલ), યુનિટેક અને જયપ્રકાશ એસોસિયેટ્સ જેવી બીએસઈ-૫૦૦ ઈન્ડેક્સમાં સામેલ આશરે ૫૦ જેટલી કંપનીના પ્રમોટરોએ માર્ચ ક્વાર્ટર દરમિયાન ખુલ્લા બજારમાં તેમના હોલ્ડિંગ વેચ્યાં હતાં.
સ્ટોક માર્કેટમાં અપાતી શેરહોલ્ડિંગ પેટર્નની વિગતો અનુસાર ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમનાં ૧૪૭૦ લાખ શેરોને સરેરાશ બજાર ભાવે વેચીને રૃા. ૧૭૦૦ કરોડ ઉભા કર્યાં હતાં.
ટાટા જૂથે તેની ટીસીએસ, ટાટા મોટર્સ, ટાઈટન ઈન્ડસ્ટ્રીઝ અને વોલ્ટાસ વગેરે જેવી અગ્રણી કંપનીના લગભગ ૯૫ લાખ ઈક્વિટી શેરોને ઓપન માર્કેટમાં વેચીને આશરે રૃા. ૪૦૦ કરોડ ઉભા કર્યા હતાં.
ટાટા એઆઈજી લાઈફ ઈન્સ્યોરન્સે રૃા. ૨૨૬ કરોડની કિંમતે ટીસીએસના તેની પાસેના બધાં જ ૧૯.૨ લાખ શેર વેચ્યા હતાં. પ્રસ્તુત ત્રિમાસિકગાળા દરમિયાન ટાટા ઈન્ટરનેશનલ, ટાટા એઆઈજી લાઈફ ઈન્સ્યોરન્સ અને ટાટા એઆઈજી જનરલ ઈન્સ્યોરન્સ ત્રણેયે મળીને ટાટા મોટર્સના ૭૩ લાખ અને ટાઈટન ઈન્ડ.ના ૪૯.૬ લાખ શેર વેચ્યાં હતાં. માર્ચ ક્વાર્ટર દરમિયાન આ બંને કંપનીના શેરના ભાવ તેમના સર્વોચ્ચ મથાળાને સ્પર્શ્યા હતાં.
રિઝર્વ બેંકના આદેશને પગલે મુશ્કેલીમાં મૂકાયેલી અને સોના સામે ધિરાણ આપતી કંપની મણ્ણાપુરમ ફાઈનાન્સે તેની બીજી કંપની મણ્ણાપુરમ એગ્રો ફાર્મ્સની બાકી રહેલી બધી જ પબ્લિક ડિપોઝિટની રકમને ચુક્તે કરવા માટે લગભગ ૪ કરોડ શેર વેચ્યાં હતાં. લગભગ રૃા. ૧૮૦ કરોડની કિંમતે બેરિંગ પ્રાઈવેટ ઈક્વિટી અને સિક્વોયા સહિત ત્રણ મોટા ખાનગી ઇક્વિટી ફંડને જૂથના સ્થાપક પ્રમોટર વી. પી. નંદકુમારે તેમનું ૪.૭૫ ટકા હોલ્ડિંગ વેચ્યું હતું.
ઈક્વિટી રિસર્ચ કંપનીના જણાવ્યા પ્રમાણે નવા દેવાંને પુનઃચુક્તે કરવામાં નિષ્ફળ રહેવાના ભયથી મોટાભાગના પ્રમોટરોએ તેમના હોલ્ડિંગને વેચવાનું વધુ પસંદ કર્યુ હશે.આ રીતે તેમણે તેમના ખર્ચાળ દેવાંને પુનઃચુક્તે કર્યું હશે.
યુનિટેક, લેંકો ઈન્ફ્રાટેક, એચડીઆઈએલ, યુનાઈટેડ સ્પિરિટ, જીટીએલ અને જયપ્રકાશ પાવર વેન્ચર જેવી દેવાના બોજા હેઠળ દબાયેલી બીજી કંપનીના પ્રમોટરોએ પણ તેમનો હિસ્સો વેચીનો બોજો ઘટાડયો હતો.
વિશ્વમાં વિરાટકાય ગણાતા રૃપર્ટ મર્ડોકના નેતૃત્વ હેઠળના ન્યુઝ કોર્પોરેશન દ્વારા પ્રમોટેડ હેથવે કેબલ્સમાં તેણે તેનુ બધું જ ૧૭.૩ ટકા શેરહોલ્ડિંગ રૃા. ૩૫૮ કરોડના ભાવે બે ફોરેન ફંડને વેચ્યું હતું.

તેજીમાં રોકડી કરી લેવાઈ
કંપનીનું નામ Q4 માં વેચાયેલાં શેરો રૃા. કરોડમાં

કંપનીનું નામ

Q4 માં વેચાયેલાં શેરો

રૃા. કરોડમાં

-

સંખ્યા લાખમાં

-

હેથવે કેબલ્સ

૨૪૭

૩૭૧.૩

ટીસીએસ

૧૯

૨૨૬.૪

મણ્ણાપુરમ ફાઈના.

૩૯૯

૧૮૫.૭

ટાટા મોટર્સ

૬૨

૧૫૪.૫

માઈન્ડટ્રી

૧૫

૬૯.૭

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved