Last Update : 02-May-2012, Wednesday

 

અમુક કિસ્સામાં મેનેજમેન્ટ કંટ્રોલ ગુમાવવાનો ભય લાગતા શેરો પાછા લીધાં
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં

ઘરઆંગણે ઋણખર્ચ વધારે છે ત્યારે વિદેશમાંથી સસ્તુ ભંડોળ મળે છે

મુંબઈ, મંગળવાર
ઘરઆંગણો ઉંચી બોરોઈંગ કોસ્ટ અને પરદેશમાં ઉપલબ્ધ સસ્તા દરના ધિરાણ તેમ જ શેરના ભાવ વધ્યાં હોવાને કારણે જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીના ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન ઓછામાં ઓછી ૧૭૫ કંપનીના પ્રમોટરોએ તેમને ગીરો મૂકાયેલા શેરોને છોડાવીને તેમના હોલ્ડિંગને વધાર્યું હતું.
આ ૧૭૫ કંપનીએ જાન્યુઆરીથી માર્ચ મહિનામાં તેમની શેરહોલ્ડિંગ પોઝિશનને જાહેર કરી હતી. છેલ્લાં થોડા મહિનામાં આવી કંપનીઓના પ્રમોટરોએ તેમના શેરો ગીરવે મૂકીને લેવાયેલાં ધિરાણના પ્રમાણને ઘટાડયુ હતું. તેમણે ગીરવે મૂકાયેલાં તમામ અથવા તો અમુક ભાગને પરત લઈને બોજારહિત બનાવ્યા હતાં.
બજારના સૂત્રો કહે છે કે નબળા સમયમાં ધિરાણ મેળવવા પ્રમોટરો તેમના શેર ગીરવે મૂકતા હોય છે. તાજેતરમાં કેટલીક કંપનીમાં પ્રમોટરોએ ગીરો મૂકાયેલા તેમના શેરોને પરત લઈને બોજારહિત બનાવ્યા હતાં. તેની પાછળ ધિરાણનો ઉંચો ખર્ચ એક કારણ હોઈ શકે છે. અમુક કિસ્સામાં કંપનીના શેરો આકર્ષક કિંમતે ઉપલબ્ધ હતાં.
ચોથા ત્રિમાસિક ગાળામાં એસ્કોર્ટસ, વરુણ શિપિંગ, દીવાન હાઉસિંગ, એડવેન્ટ ઈન્ડિયા અને ફ્યુચર કેપિટલ જેવી કંપનીઓએ ગીરવે મૂકેલા તેમના બધાં શેર છોડાવ્યાં હતાં.
ટાટા કોફઈ, એપોલો ટાયર્સ, મર્કેટર, એવરોન એજ્યુકેશન, અદાણી પાવર, ક્રેન્સ સોફ્ટવેર, શોપર્સ સ્ટોપ, ઓમેક્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને જેએસડબ્લ્યુ એનર્જી જેવી કંપનીઓએ ગીરો મૂકેલા કુલ શેરોમાંથી થોડા હિસ્સાને બોજામુક્ત બનાવ્યો હતો.
ઘરઆંગણાના મોંઘા કરજમાં છૂટા થવા માટે વિદેશી ચલણની સસ્તા દરની લોન મેળવવામાં કેટલાંક પ્રમોટરો નસીબદાર રહ્યા હતાં. જાન્યુઆરી અને માર્ચ દરમિયાન સ્થાનિક અને વિદેશી ચલણ ઉપરના વ્યાજ દરમાં પાંચ ટકા જેટલો તફાવત હોવાથી ઘરઆંગણાના ખર્ચાળ દેવામાંથી મુક્ત થવા માટે સસ્તું ફંડ મેળવવા ઈસીબી (એક્સટર્નલ કોમર્શિયલ બોરોઈંગ)ના રૃટનો આશરો પ્રમોટરોએ લીધો હોય એવાં કેટલાંક દાખલા છે.
જોકે, આ ઈસીબીમાં મોટી સમાંતર જામીનગીરી આપવાનું જરૃરી હોય છે અને તેની પદ્ધતિ સરળ નથી હોતી જેના કારણે તમામ કંપનીઓ માટે ફંડ મેળવવાનો સહેલો રસ્તો નથી. વિવિધ હેતુસર વિદેશી બજારમાંથી ફંડ લેવાનું ઘણાં પ્રમોટરો વિચારતા હોય છે. આમ છતાં, અંતિમ ઉપયોગની મર્યાદા તેને લેવા માટે જૂજ પ્રોજેક્ટ અથવા પ્રમોટરને યોગ્ય બનાવે છે.
જાન્યુઆરીથી માર્ચ વચ્ચે સેન્સેક્સ ૧૩ ટકા વધ્યો ત્યારે શેરોને ગીરોમુક્ત કરનારી ઘણી કંપનીની જામીનગીરીના ભાવ ઉછળ્યા હતાં. બીએસઈ મિડ કેપ, બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ પણ તે અરસમાં અનુક્રમે ૨૪ અને ૧૯ ટકા વધ્યાં હતાં. કદાચ આ કારણસર પ્રમોટરોએ તેમના ગીરવે મૂકાયેલા શેરોને છોડાવ્યા હશે તેમ પણ માનવામાં આવે છે.
શેરોના ભાવ ઉછળ્યાં હોવાથી આવી કેટલીક કંપનીના પ્રમોટરોને માર્જિનમાં રાત મળી હતી અને તેઓ કેટલોક હિસ્સો છોડાવી શક્યા હતાં. અમુક કિસ્સામાં વિસ્તરણ યોજનાઓને હાલ પૂરતાં અટકાવી હોવાથી પ્રમોટરોએ તે ફંડનો ઉપયોગ કર્યો નહતો અને તેના વડે જ ગીરો મૂકેલા શેરહિસ્સાને પરત લઈ લીધો હતો.
કેટલાંક કિસ્સામાં મેનેજમેન્ટ કંટ્રોલ હાથમાંથી જતો રહેવાનો ભય લાગતા પ્રમોટરોએ ગીરો મૂકેલા શેરોને પાછા લઈ લીધા હતાં. વર્ષ ૨૦૧૧માં જ્યારે માર્જિન કોલ પૂરાં કરવામાં પ્રમોટરો નિષ્ફળ ગયાં ત્યારે સંસ્થાઓને ગીરો આપેલાં શેર સંસ્થાઓએ વેચી માર્યા હોય એવાં જીટીએલ અને કે એસ ઓઈલ સહિતના કિસ્સાઓ બન્યાં હતાં.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved