Last Update : 02-May-2012, Wednesday

 
કપાસની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવ્યા પછીની ચિંતા
સીઝનના અંત સુધીમાં કપાસ-રૃની ઘટ પડવાની યાર્ન ઉદ્યોગને દહેશત
આવનારા થોડા સપ્તાહમાં રૃના ખાંડી દીઠ ભાવ રૃા. બેથી ત્રણ હજાર વધી શકે છે

અમદાવાદ, મંગળવાર
ભારે હોબાળા પછી સરકારે કપાસ-રૃની નિકાસ પરથી પ્રતિબંધ ઉઠાવી લીધો છે પણ તેની સાથે આ સીઝનના અંત સુધીમાં કાચામાલની ઘટ પડવાની ભીતિ યાર્ન ઈન્ડસ્ટ્રીએ વ્યક્ત કરી છે. નિકાસને છૂટ અપાઈ હોવાથી આવનારા થોડા સપ્તાહમાં કપાસના ખાંડી દીઠ ભાવમાં રૃા. ૨,૦૦૦-૩૦૦૦ સુધીનો વધારો થઈ શકે છે.
અમદાવાદ સ્થિત કપાસના વેપારીએ જણાવ્યુ હતું કે સરકારે નિકાસને છૂટ આપી છે પણ એક્ચ્યુઅલ એક્સપોર્ટ ચાલુ થતાં થોડા દિવસ લાગશે કેમ કે તેની પ્રક્રિયા કરવી પડે છે. જોકે નિકાસ ચાલુ થઈ જતાં ખાંડી દીઠ ભાવ બેથી ત્રણ હજાર રૃપિયા સુધી વધી શકે છે.
કપાસમાં વધારાની બે લાખ ગાંસડીની નિકાસને છૂટ અપાઈ હોવાથી ચાલુ સીઝનના અંત સુધીમાં આ કાચ માલની ઘટ પડશે એવો ભય ઉત્તરના યાર્ન એક્સપોર્ટર્સ વ્યક્ત કરે છે.
યાર્નના એક્સપોર્ટર્સને જ નહીં પણ સ્થાનિક ઉત્પાદકોનેય નિકાસની આવી છૂટની અસર થશે. ટૂંકા ગાળા માટે તો તેઓ કાચા માલનો ભાવ વધારો સહી શકશે. પરંતુ તે પછી ખરેખર કેટલી નિકાસ થાય છે તેની ઉપર બધું નિર્ભર રહેશે તેમ તેમણે કહ્યુ હતું.
નોર્ધન ઈન્ડિયા ટેક્સટાઈલ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (નીમા)ના એક વરિષ્ઠ સભ્યે જણાવ્યુ હતું કે કપાસની ઉપલબ્ધિ બહુ વધારે નથી અને સરકારે જાહેર કરેલાં ટેકાના લઘુત્તમ ભાવ કરતાં ખુલ્લાં બજારમાં કિમંત વધારે હોવાથી કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) પણ આક્રમક ખરીદી કરતું નથી.
તાત્કાલિક એક બફર સ્ટોક ઉભો કરવા માટે કપાસની એક કરોડ ગાંસડી ખરીદવાની સૂચના સીસીઆઈને અપાઈ છે. આમ છતાં, આ બાબત ગુંચવાડો પેદા કરે છે કેમ કે એપ્રિલના પહેલાં સપ્તાહમાં સરકારે કપાસની નવી સીઝન (૨૦૧૨-૧૩)માં આવકો ચાલુ ના થાય ત્યાં સુધી ૨.૫ કરોડ ગાંસડીનો સ્ટોક ઉભો કરવા કોમર્શિયલ ઓપરેશન માટે બજારમાં દાખલ થવાનું સીસીઆઈને કહ્યુ હતું.
સરકારે સીસીઆઈ માટે કોઈ બજેટ મંજૂર કર્યુ નથી અને પ્રવર્તમાન બજાર કિંમતે સીસીઆઈએ કોઈ ખરીદી સ્ટોક માટે કરી હોય તેમ બન્યુ નથી.પરિણામે સરકારને અઢી કરોડના બફર સ્ટોક ટાર્ગેટને એક કરોડ ગાંસડીનો કરવો પડયો હશે તેમ લાગે છે.
દરમિયાન, સરકારની વારંવાર બદલાતી નીતિઓ અને નિકાસ અંગેની અનિશ્ચિતતાને કારણે કપાસ ઉગાડતા રાજ્યોમાં કાલા કપાસની વાવણી હેઠળનો વિસ્તાર આ વર્ષે ઘટવાની શંકા સેવાય છે કેમ કે, ખેડૂતો સારી કિંમત આપતાં તેલિબીયાં અને ગવાર જેવાં પાકો તરફ વળશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved