Last Update : 02-May-2012, Wednesday

 
બંપર રવી પાકને કારણે ભાવ સિૃથર ાૃથતાં
કાંદાની લઘુત્તમ નિકાસ ભાવ પદ્ધતિ હાલ પૂરતું ઉઠાવી લેવા સરકારની વિચારણા
 
બંપર રવી પાકને કારણે કાંદાના ભાવ સ્થિર થતાં સરકાર કાંદાની નિકાસ વધારવા કાંદાની લઘુત્તમ નિકાસ ભાવ (મિનિમમ એકસપોર્ટ પ્રાઈસ-એમઈપી) પદ્ધતિ બે મહિના માટે ઉઠાવી લેવા વિચારી રહી છે. વાણિજ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યાનુસાર કાંદાની એમઈપી બે અથવા વધુ મહિના માટે કામચલાઉ ઉઠાવી લેવાશે અથવા સસ્પેન્ડ કરાશે અને તેની નિકાસનું નિરીક્ષણ કર્યા બાદ તે ફરી લાગુ કરાશે.
જો કે એમઈપી ઉઠાવી લેવામાં દરેક સાવચેતી રખાશે અને ઘરઆંગણે પૂરતો પૂરવઠો જળવાઈ રહે તેની તકેદારી લેવાશે એમ વાણિજ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું. નિકાસકારો તથા ખેડૂતો તરફથી થયેલા દબાણને કારણે સરકારે ફેબુ્રઆરી મહિનામાં દરેક જાતિના કાંદાની એમઈપી પ્રતિ ટન ૨૫ ડોલર ઘટાડીને ૧૨પ ડોલર કરી હતી જેથી નિકાસને વેગ મળે.
વાણિજ્ય મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે કાંદાની એમઈપી આમપણ નીચી છે અને વિશ્વ બજારમાં દેશના કન્સાઈનમેન્ટને એમઈપી કરતા સારા ભાવ મળવા જોઈએ. શ્રીલંકા, બંગલાદેશ, રશિયા, યુરોપ, મોરિસિયસ, ચીન, અખાતી રાષ્ટ્રો તથા સિંગાપુર ખાતે ભારત કાંદાની નિકાસ કરે છે. વિશ્વમાં ભારત કાંદાનો બીજો મોટો ઉત્પાદક દેશ છે અને ૨૦૧૧-૧૨માં ૧૫ લાખ ટન કાંદાની નિકાસ કરી હતી. ૨૦૧૧-૧૨ના જુલાઈથી જૂન દરમિયાન કાંદાનું ઉત્પાદન ૧.૫૧ કરોડ ટન થવાનો અંદાજ છે. હાલમાં જ સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષમાં કાંદાની નિકાસ મારફત રૃપિયા ૧૭૧૪ કરોડની આવક થઈ હતી જે ૨૦૧૦-૧૧માં રૃપિયા ૨૧૫૯ કરોડ રહી હતી.
આ વર્ષે કાંદાનો રવી પાક બંપર થયો હોવાથી ભાવમાં ખાસ મોટો ઉછાળો આવવાની શકયતા નથી એમ નાસિકના વેપારીઓ જણાવી રહ્યા છે. દેશમાં નાસિક કાંદાનું મોટું વેપાર મથક છે. કાંદાની આવક હજુ પણ ચાલુ છે અને મે અંત સુધી ચાલુ રહેવાની ધારણાં રખાય છે. નાસિકમાં કાંદાના હોલસેલ ભાવ હાલમાં પ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૪૦૦-૪૫૦ બોલાઈ રહ્યા છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved