Last Update : 02-May-2012, Wednesday

 

જાપાનનો નિક્કી ઈન્ડેક્ષ ૧૭૦ પોઈન્ટ તૂટીને ૧૦ સપ્તાહના ૯૩૫૧ તળીયે ઃ ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?

વર્ષ ૨૦૦૯ બાદ પ્રથમ વખત નેગેટીવ આંકડા ઃ સ્પેન ફરી મંદીમાં
યુ.એસ.ના મેન્યુફેક્ચરીંગ આંકડા પૂર્વે ડાઉ ફ્યુચરમાં નરમાઈ

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, મંગળવાર
મહારાષ્ટ્ર દિવસે આજે મુંબઈ શેરબજારો બધ રહ્યા હતા, જ્યારે શ્રમ દિન નિમિત્તે વિશ્વના મોટા ભાગના દેશોના શેરબજારો આજે બંધ રહ્યા હતા. યુરોપમાં માત્ર યુ.કે.નું લંડન શેરબજાર તેમજ આર્યલેન્ડ અને ડેનમાર્કના બજારો રહ્યા હતા. જ્યારે એશીયા-પેસિફિકમાં જાપાનનું ટોક્યો શેરબજાર ચાલુ રહ્યું હતું.
જાપાનની કંપનીઓના અંદાજથી નબળા પરિણામો ઃ નિક્કી ઈન્ડેક્ષ ૧૭૦ પોઈન્ટ તૂટીને ૯૩૫૧
એશીયા-પેસિફિકમાં જાપાનના ટોક્યો શેરબજારમાં નિક્કી ૨૨૫ ઈન્ડેક્ષ ૧૬૯.૯૪ પોઈન્ટ તૂટીને ૯૩૫૦.૯૫ રહ્યો હતો. યુરોપમાં સ્પેન ફરી મંદીમાં પ્રવેશતા અને શાર્પ કોર્પોરેશનથી લઈ ટોક્યો ઈલેક્ટ્રોન લિમિટેડે અંદાજથી નબળી કામગીરી જાહેર કરતા અને ટોક્યો ઈલેક્ટ્રોનનો નફો પણ અપેક્ષાથી વધુ ઘટતા અને યુ.એસ.ના મેન્યુફેક્ચરીંગ વૃદ્ધિના આંકડા નબળા જાહેર થવાની ધારણાએ જાપાનનો યેન મજબૂત થતાં ટોક્યો શેરબજારમાં ગાબડાં પડયા હતા. નિક્કી ૨૨૫ ઈન્ડેક્ષ ૧૬૯.૯૪ પોઈન્ટ ગબડીને ૯૩૫૦.૯૫ની ૧૦ સપ્તાહની નીચી સપાટીએ આવી ગયો હતો. જાપાનની કંપનીઓની નિકાસોને હવે યુ.એસ.માં બિઝનેસ ખર્ચમાં ઘટાડો થયો હોઈ એપ્રિલમાં યુ.એસ.માં મેન્યુફેક્ચરીંગ વૃદ્ધિ નબળી પડવાના અંદાજોએ ફટકો પડવાની શક્યતાએ સોની કોર્પ, નિશાન મોટર સહિતના શેરો ઘટયા હતા. સોની કોર્પ તેની વેચાણ આવકના ૪૦ ટકાથી વધુ યુરોપ અને યુ.એસ.માંથી મેળે છે.
સ્પેન ફરી મંદીમાં ઃ ચીનની મેન્યુફેક્ચરીંગ વૃદ્ધિ અંદાજથી ઓછી ઃ ક્રુડ ઓઈલ ઘટયું
યુરોપમાં એક તરફ સ્પેન ફરી મંદીમાં સરી પડયાના નેગેટીવ સમાચારો યુરો ઝોનની કટોકટીના એંધાણ અને એશીયામાં ચીનની મેન્યુફેક્ચરીંગ વૃદ્ધિ અંદાજથી ઓછી હોતા ચીનના ક્રુડના વપરાશમાં શક્ય ઘટાડાના સંકેતે ફરી વૈશ્વિક આર્થિક વૃદ્ધિ મંદ પડવાના અંદાજોએ લંડન શેરબજારમાં આજે સાંજે ચાલુ બજારે સાધારણ સુધારો હતો. લંડન શેરબજારનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્ષ ૨૧.૬૦ પોઈન્ટ વધીને ૫૭૫૯.૩૮ મૂકાતો હતો. ચીનની મેન્યુફેક્ચરીંગ વૃદ્ધિ - પરચેઝીંગ મેનેજર્સ ઈન્ડેક્ષ એપ્રિલમાં વધીને ૫૩.૩ નોંધાયો છે. અલબત્ત એનાલીસ્ટો-અર્થશાસ્ત્રીઓનો અંદાજ ૫૩.૬ હતો. અંદાજથી ઓછી વૃદ્ધિએ ચીનની ઓઈલ માગ ફરી ઘટવાની શક્યતાએ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ બ્રેન્ટ ક્રુડના બેરલ દીઠ ૭૯ સેન્ટ ઘટીને ૧૧૮.૮૮ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ઓઈલના ૩૦ સેન્ટ ઘટીને ૧૦૪.૫૭ ડોલર મૂકાતા હતા.
ભારતમાંથી માર્ચમાં નિકાસો ૫.૭ ટકા ઘટીને ૨૮.૭ અબજ ડોલર ઃ આયાતો ૨૪.૩ ટકા વધી
ભારતમાંથી નિકાસોમાં અઢી વર્ષ બાદ વર્ષ ૨૦૦૧-બાદ ફરી માર્ચમાં ૫.૭ ટકાની નેગેટીવ વૃદ્ધિ નોંધાઈ છે. યુરોપની ઋણ કટોકટી અને ચીનની વૃદ્ધિ મંદ પડવાની અસર ભારતની નિકાસ પર થઈ છે. ભારતમાંથી માર્ચમાં મર્ચન્ડાઈઝ શીપમેન્ટસ-નિકાસો ૫.૭ ટકા ઘટીને ૨૮.૭ અબજ ડોલર નોંધાઈ છે. જ્યારે આયાતો ૨૪.૩ ટકા વધીને ૪૨.૬ અબજ ડોલર થઈ છે. જેથી વેપાર ખાધ ૧૩.૯ અબજ ડોલર વધી છે. નિકાસોમાં નેગેટીવ વૃદ્ધિ છેલ્લે સપ્ટેમ્બર ૨૦૦૯માં નોંધાઈ હતી.
મુંબઈ શેરબજારો આજે ગબડશે? ભારતની વેપાર ખાધ વધીને ૧૮૫ અબજ ડોલર થઈ ઃ ચિંતાજનક સ્થિતિ
૩૧, માર્ચ, ૨૦૧૨ના પૂરા થયેલા નાણાંકીય વર્ષમાં ક્રુડ ઓઈલના આયાત બિલમાં જંગી વધારા સાથે વૈશ્વિક મંદ આર્થિક રીકવરીએ નિકાસોમાં ઘટાડા અને ડોલર સામે રૃપિયો એક વર્ષમાં ૧૬ ટકા ઘટયો હોઈ ભારતની વેપાર ખાધ રેકોર્ડ ૧૮૪.૯ અબજ ડોલરની સપાટીએ પહોંચી છે. વધતી વેપાર ખાધના ચિંતાજનક આંકડાએ હવે આંતરરાષ્ટ્રીય રેટીંગ એજન્સીઓ પણ આ પરિબળને નેગેટીવ લેખીને આગામી દિવસોમાં વધતા નેગેટીવ પરિબળોએ રેટીંગ ડાઉનગ્રેડનું શસ્ત્ર ઊગામે એવા જોખમે શેરબજારોમાં નરમાઈની શક્યતા બતાવાતી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આંકલાવની પરિણીતા પર ગેંગ રેપ
અંબાજીમાં વાઘના ચામડા સાથે ૫ાંચ પકડાયા

દારૃને ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાનાં નેટવર્કનો પર્દાફાશ

પટેલ પરિવારે સામુહિક આપઘાત કરતા સાજીયાવદરમાં ઘેરો શોક
અગાસી ગામે કિશોરીના હાથ અને શરીરમાંથી કંકૂ પડવા માંડયું

ભારતના આઉટલુકને નેગેટિવ રેટિંગની અસર

હિન્દુસ્તાન યુનીલીવરની અંદાજથી પ્રોત્સાહક કામગીરી
નોર્વેના વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર ઑનનું ટ્રેનિંગ કેમ્પમાં હાર્ટ એેટેકથી અવસાન
ગેલ અને વિન્ડિઝ ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવની શક્યતા
જોન રાઇટ ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડની ટીમના કોચ પદેથી રાજીનામું આપશે
ડોપિંગ વિવાદઃબ્રિટનના બે એથ્લીટ્સ પરનો ઓલિમ્પિક પ્રતિબંધ દૂર કરાયો

ડેક્કન ચાર્જર્સે ૧૩ રનથી પુણે વોરિયર્સને પરાજય આપ્યો

ભારતની નિકાસો ૫.૭ ટકા ઘટતા મુંબઈ શેરબજારો આજે ગબડશે?
કિંમત વધતાં પ્રમોટરોએ ગીરો મૂકેલાં શેરો છોડાવ્યાં
લગભગ ૫૦ કંપનીના પ્રમોટરોએ તેમના શેર વેચ્યાં
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved