Last Update : 02-May-2012, Wednesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨-૦૫-૨૦૧૨, બુધવાર
વૈશાખ સુદ અગિયારસ
મુંબઈ- સ્વામિનારાયણ મંદિર પાટોત્સવ
જૈન- ચતુર્વિધ સંઘ સ્થાપના દિન

 

દિવસના ચોઘડિયા ઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા ઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૦૮ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૫ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૦૯ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૨ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૧૧ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૯ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૫૬ મિ., (સૂ) ૬ ક. ૫૭ મિ., (મું) ૬ ક. ૫૯ મિ.
જન્મરાશિ ઃ આજે રાત્રે ૯ ક. ૩૯ મિ. સુધીમાં જન્મેલ બાળકની સંિહ (મ.ટ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકી કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ પૂર્વાફાલ્ગુની સાંજના ૪ ક. ૦૭ મિ. સુધી પછી ઉત્તરાફાલ્ગુની.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - મેષ, મંગળ - સંિહ, બુધ - મીન, ગુરૂ - મેષ, શુક્ર - વૃષભ, શનિ - તુલા, રાહુ - વૃશ્વિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - રાત્રે ૯ ક. ૩૯ મિ. સુધી સંિહ પછી કન્યા.
વિક્રમ સંવત ઃ ૨૦૬૯ શોભન સં. ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન ગ્રીષ્મ ૠતુ, રા.દિ. વૈ.૧૨
માસ-તિથિ-વાર ઃ વૈશાખ સુદ અગિયારસને બુધવાર.
મોહિની એકાદશી. વિષ્ટી ૧૨-૦૧થી ૨૨-૪૭ સુધી. રવિયોગ ૧૬-૦૭ સુધી. મુંબઈ સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ. જૈન ગૌતમસ્વામિ આદિ ગણધર પદ તથા ચતુર્વિધ સંઘ સ્થાપના દિન.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જમાદિઉલ આખર માસનો ૧૦મો રોજ.
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ આદર માસનો ૧૮ રોજ રશ્તે.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ એકાદશીના પર્વે આનંદમાં રહો. નોકરી-ધંધાના કામમાં પ્રગતિ રહે. આવક થાય. વધારાનું કામ ઉકેલાય, રાહત રહે.

 

વૃષભ ઃ નોકરી-ધંધાના કામમાં, મકાન-જમીન-બાંધકામના કે ટ્રાવેલ્સના ધંધાાં, તાંબાના, ધાતુના ધંધામાં ચંિતા-રૂકાવટ, તકલીફ રહે.

 

મિથુન ઃ શેરોના કામકાજમાં, દેશ પરદેશના કામકાજમાં સાનુકૂળતારહે. સોના-ચાંદી, ધાતુના ધંધામાં, પ્લાસ્ટીકના, લાકડાના ધંધો થઈ શકે.

 

કર્ક ઃ એકાદશીના આજના દિવસે નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. કામ-ધંધો-આવક મળી રહે. ધર્મકાર્યથી આનંદ રહે.

 

સંિહ ઃ ખર્ચ થાય, ચંિતા-દોડધામ છતાં આજનું એકાદશીનું પર્વ આનંદ, ઉત્સાહ, સંતોષનું બની રહે. મહત્વના કામમાં પ્રગતિ જણાય.

 

કન્યા ઃ આપના રોજીંદા કામમાં આકસ્મિક ચંિતાજનક કામ આવી જવાથી તકલીફ, મુશ્કેલી અનુભવો. ખર્ચ-ચંિતા-દોડધામમાં કંટાળી જાવ.

 

તુલા ઃ એકાદશીનું આજનું પર્વ ધર્મકાર્યથી આનંદમાં પસાર કરી શકો. નોકરી-ધંધાના, ઘર, પરિવારના કામમાં ફાયદો, લાભ જણાય.

 

વૃશ્ચિક ઃ આપના નોકરી-ધંધામાં એકાદશીનો આજનો દિવસ વ્યસ્તતાવાળો રહે પરંતુ આવક થાય, યશ, સફળતા, માન, સન્માન મળે.

 

ધન ઃ હૃદય-મનની પ્રસન્નતા આજે એકાદશીના પર્વે અનુભવાય. શાંતિ, સંતોષ, આનંદની અનુભૂતિ થાય. ધર્મકાર્ય, યાત્રા પ્રવાસ થાય.

 

મકર ઃ આપની તકલીફ, ચંિતા, મુશ્કેલી, બિમારી, વિવાદ વધે નહીં તેનું અવશ્ય ઘ્યાન રાખવું. અન્યના કારણે અશાંતિમાં વધારો થાય.

 

કુંભ ઃ આપના નોકરી-ધંધાના કામમાં આવક થાય. વધારાનો ધંધો, કરારી ધંધો, કમિશનનું કામકાજ કરી શકો. આનંદ રહે.

 

મીન ઃ રોજીંદુ કામકાજ કરો પરંતુ વિચારોની એકાગ્રતા-શાંતિ જણાય નહીં. શરીરમાં કળતર થયા કરે. સંતાનની ચંિતા રહ્યા કરે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨-૦૫-૨૦૧૨, બુધવાર

આજની તારીખે શરૂ થતા જન્મવર્ષમાં આપે નોકરી ધંધાના કાર્યક્ષેત્રમાં વર્ષના મઘ્યભાગ સુધી જોખમી, ઉતાવળીયા નિર્ણય ફેરફારી અંગેના કે નવા આયોજન અંગેના કર્યા વગર શાંતિથી સમય પસાર કરવો હિતાવહ રહેશે. વિશેષમાં - * માતાપિતા, વડીલવર્ગને બિમારી-ચંિતા-ખર્ચ આપને અનુભવાય પરંતુ સૂળીનો ઘા સોયથી ટળી જાય. પોતાને બી.પી., ડાયાબીટીસથી સંભાળવું પડે. * પુત્ર પૌત્રાદિકના વિવાહ-લગ્ન, વિદ્યાભણતરના પ્રશ્નમાં રૂકાવટ-મુશ્કેલી જણાય. સંતાનના વિચારોની સ્વચ્છંદતા, સ્વતંત્રતા વઘુ પીડા કરાવે, તકલીફ રખાવે. * સ્ત્રી વર્ગને વર્ષ મઘ્યમ રહે. સાસરી પક્ષ- પિયરપક્ષની નાની મોટી કોઈ ને કોઈ ચંિતા, તકલીફ છતાં કામના ઉકેલ માટે વ્યસ્તતા રહે. * વિદ્યાર્થીવર્ગને મિત્રવર્ગના કારણે ઘડતર, ભણતર બગડે નહીં તેનું ઘ્યાન રાખવું પડે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

‘‘આગ! આગ!’’ લાઈ બમ્બાની કચેરીમાં ફોન ઉપર લીલીનો અવાજ આવ્યો.
‘‘હા જી બહેન!’’ સામેથી લાઈ બમ્બાવાળા લલ્લુએ જવાબ આપ્યો, ‘‘ક્યાં આગ લાગી છે?’’
‘‘બીજે ક્યાં?’’ અકળાયેલી લીલી બોલી, ‘‘મારા ડ્રોઈંગ રૂમમાં...’’
‘‘મારું પૂછવું એમ છે કે,’’ બંબાવાળા લલ્લુએ ફોનમાં કહ્યું, ‘‘આગ ક્યાં લાગી છે?’’
‘‘કેમ વળી,’’ લીલી બોલી, ‘‘મારા જ ઘરના ડ્રોઇગ રૂમમાં..’’
‘‘પણ અમારે તમારા ઘરે પહોંચવું કઇ રીતે?’’ બંબાવાળા છગને ફોડ પાડતા પૂછ્‌યું.
‘‘કેમ,’’ લીલી બોલી, ‘‘તમારી પાસે લાઈબમ્બાની મોટર નથી?’’

[Top]
 

આજ ની રેસીપી

સ્વાસ્થ્ય-સૌંદર્યરક્ષક ડ્રિન્ક્સ

તડબૂચ ડ્રિંક


તડબૂચ ખાવાને બદલે ડ્રિંક્સ વઘુ લાભદાયક છે. તડબૂચને નાના ટુકડામાં કાપો અને મિક્સીમાં નાખો. થોડો વખત ચલાવો. ગાળીને ડ્રિંક તૈયાર કરો. તેનું સેવન મીઠું અને ખાંડ નાખ્યા વિના જ કરો.

ફાયદા ઃ જો તડબૂચ ડ્રિંકનું સેવન નિયમિત કરવામાં આવે તો તે કિડની સ્ટોનથી દૂર રાખે છે. પેટ અને આંતરડાની સફાઈ કરે છે. શરીરમાંથી ટોક્સિન્સ કાઢીને ચહેરા પર ચમક લાવે છે. ચહેરાને ખીલથી દૂર રાખે છે.

 

આમળાં ડ્રિંક


સામગ્રી ઃ ૨-૨ તાજાં આમળાં, ૧ ગ્લાસ પાણી, ચપટી સંિધાલૂણ.

રીત ઃ આમળાંને છીણી લો પછી પાણી નાખી બ્લેન્ડરમાં ચલાવો. ગાળીને તરત પી લો.

ફાયદા ઃ આમળામાં વિટામીન સી મુખ્ય સ્ત્રોત છે. તે શીતળતા આપે છે. વાયુ, કફ, પિત્ત દોષને દૂર કરે છે. જો તેનું સેવન નિયમિત રીતે ૩-૪ મહિના સુધી કરવામાં આવે તો આંખોમાં ચમક અને ચહેરા પર કાંતિ આવી જાય છે. આના ઉપયોગથી ત્વચાની કરચલીઓ દૂર થાય છે, ચામડીના રોગ દૂર થાય છે. શરીરમાં સ્ફૂર્તિ અને ચુસ્તી જળવાઈ રહે છે. સાથે વાળને કાળા રાખવામાં પણ તે વિશે ઉપયોગી છ.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved