Last Update : 01-May-2012, Tuesday

 

ઓસામા પછીનું એક વર્ષ

અમેરિકાના જાની દુશ્મન અને ત્રાસવાદની દુનિયાના નંબર વન તરીકે પંકાયેલા ઓસામા બિન લાદેનની હત્યાને આવતી કાલે એક વર્ષ પૂરું થશે. મહાખૂંખાર અને મોસ્ટ વોન્ટેડનો દરજ્જો ધરાવતા ઓસામાનાં ચડતી, પડતી અને અંતને એક દૃષ્ટિએ અમેરિકાની વિદેશનીતિનો આલેખ ગણવામાં ખાસ અતિશયોક્તિ નથી. અફઘાનિસ્તાનમાં ધૂસેલા રશિયા સામે મુજાહિદોને શસ્ત્રસજ્જ કરવાની અમેરિકાની યોજના હેઠળ ઓસામા બિન લાદેનને પહેલી વાર ખતરનાક શસ્ત્રો મળ્યાં. એ વખતે ઓસામા રશિયા સામે ત્રાસવાદ ફેલાવતો હતો, એટલે અમેરિકા અને તેની સહાયના બહાને લાખો ડોલર મેળવી રહેલા પાકિસ્તાનને કશો વાંધો ન હતો. અમેરિકાને ત્યારે અંદાજ ન હતો કે તેમણે પાળેલો ઓસામા નામનો ભસ્માસુર શત્રુઓમાંથી પરવારી ગયા પછી, ખુદ અમેરિકાના માથે હાથ મુકશે.
અફઘાનિસ્તાનમાંથી રશિયન દળોની બેઆબરૂભરી વિદાય પછી સ્થાનિક પ્રજામાં અમેરિકાવિરોધી પ્રબળ લાગણી પેદા થઇ. તેના કેન્દ્રસ્થાને રહેલો મુદ્દો હતોઃ અમેરિકાએ આપણને ખપપૂરતા વાપરીને પછી ફેંકી દીધા છે. પછી શું જોઇએ? શસ્ત્રો તો અમેરિકાનાં જ આપેલાં હતાં. ફક્ત તેમનાં નાળચાં જ ફેરવીને અમેરિકાભણી કરવાનાં હતાં. પાકિસ્તાનના શાસકો, જાસુસી સંસ્થાઓ અને લશ્કરનો સીધો કે આડકતરો ટેકો હતો. એટલે રશિયા પછી અમેરિકાનો વારો આવ્યો અને ઓસામા અમેરિકાનો કટ્ટર દુશ્મન બની ગયો.
અમેરિકાની એલચી કચેરીઓ પર ઓસામાએ કરેલા હુમલા ત્યાં સુધી જ યાદ રહ્યા, જ્યાં લગી વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરનો ઘાતક હુમલો થયો ન હતો. ઓસામા આયોજિત ૧૧ સપ્ટેમ્બરના ફિલ્મી સ્ટાઇલના પ્રહારથી અમેરિકા મૂળસોતું હચમચી ગયું. મહાસત્તા અમેરિકાનું નાક ગણાતા ન્યૂયોર્કનાં બે વિશ્વપ્રસિદ્ધ બહુમાળી મકાનો સાથે વિમાનો અથડાવી શકાય, એ વિચાર જ અમેરિકાને હલાવી દેવા માટે પૂરતો હતો. ઓસામાની મંડળીએ તેનો અમલ કર્યો. એટલું જ નહીં, વર્લ્ડ ટ્રેડ સેન્ટર નષ્ટ કર્યા પછી એકાદ દાયકા જેટલો લાંબો સમય ઓસામા અમેરિકાને હાથતાળી આપતો રહ્યો.
અમેરિકાએ જાહેર કરેલા ‘ત્રાસવાદ સામેના વૈશ્વિક યુદ્ધ’માં તેનું સૌથી નિકટનું સાથી હતું પાકિસ્તાન. બદલાતા બંધારણીય સત્તાધીશો વચ્ચે સૈન્ય, કટ્ટરપંથીઓ અને જાસુસી સંસ્થાનું વર્ચસ્વ પાકિસ્તાનમાં અણનમ હતું. એટલે જ, તે અમેરિકાનું સૌથી નજીકનું છતાં સૌથી અવિશ્વાસપાત્ર સાથીદાર હતું. અમેરિકાને લાગતું હતું કે અફઘાનિસ્તાનમાં તાલીબાનોને કાબૂમાં રાખવા માટે અને પાકિસ્તાન-અફઘાનિસ્તની મોકળાશભરી સરહદ પર અમુક જાતની ધાક જમાવવા માટે, પાકિસ્તાનનો ટેકો જરૂરી છે. એટલે તેણે શક્ય બન્યું ત્યાં સુધી પાકિસ્તાનની ધરતી પર ચાલતી અને અમેરિકાને સીઘું નુકસાન કરતી ન હોય એવી ત્રાસવાદી પ્રવૃત્તિઓ-સંસ્થાઓ સામે આંખ આડા કાન કર્યા. પરંતુ ગયા વર્ષની બીજી મેના રોજ પાઘડીનો વળ છેડે આવ્યો.
ઘણા સમયથી અમેરિકાની જાસુસી સંસ્થાઓને એવી શંકા પડી હતી કે તેમનો દુશ્મન નં.૧ ઓસામા હવામાં ઓગળી ગયો નથી, પણ પાકિસ્તાનમાં જ સંતાયો છે- અને તે પણ પાકિસ્તાનના અબોટાબાદની લશ્કરી અકાદમીની સાવ પાડોશમાં આવેલા એક કિલ્લેબંધ મકાનમાં. ધીરજપૂર્વક આ માહિતીની ખરાઇ કર્યા પછી અમેરિકાના કમાન્ડો ત્રાટક્યા અને તેમણે ઓસામાને સ્થળ પર જ ખતમ કરી દીધો. એટલું જ નહીં, તેના મૃતદેહને પણ દરિયામાં પધરાવી દીધો, જેથી તેનું ક્યાંય સ્મારક ન થાય અને તે બીજા ત્રાસવાદીઓ પેદા કરવાનું થાણું ન બને.
ઓસામાને આ જગતમાંથી વિદાય કર્યા પછી અલ કાઇદાના વડા તરીકે અલ જવાહિરી નીમાયા. પરંતુ અલ કાઇદાનો ખોફ પહેલાં જેટલો રહેશે કે કેમ, તેની ઘણી અટકળો થતી રહી છે અને હજુ તેનો અંત આવ્યો નથી. ઓસામાનાં છેલ્લાં વર્ષો પાકિસ્તાનમાં એકાંતવાસમાં ગયાં હોવા છતાં, મુંબઇ પરના ત્રાસવાદી હુમલાના આયોજકો ઓસામાના સંપર્કમાં હોવાની વિગત બહાર આવી હતી. ઓસામા કંઇ જ ન કરતો હોય તો પણ, આટલું બઘું કરી લીધા પછી તેનું સહીસલામત જીવતા હોવું એ પણ અમેરિકા માટે મોટો પડકાર હતો. એ પડકાર ખતમ થયા પછી બદલાયેલી પરિસ્થિતિમાં અલ કાઇદાની સ્થિતિ પહેલાં જેટલી મજબૂત ન રહે તે સમજાય એવું છે. સાથોસાથ એ પણ યાદ રાખવું પડે કે ઓસામાના લાંબા સમયના એકાંતવાસને કારણે, ઘણા સમયથી અલ કાઇદા વ્યક્તિકેન્દ્રી મટી ગયું હતું. તેનો સાથરો ઘણા દેશોમાં પથરાયો હતો અને તેમાં સ્થાનિક લોકો પણ સંકળાતા હતા. એ દૃષ્ટિએ તે ખરા અને ખતરનાક અર્થમાં વૈશ્વિક બન્યું. રાક્ષસના લોહીના દરેક બુંદમાંથી એક-એક રાક્ષસ પેદા થાય, એવી પુરાણકથાથી પણ એક ડગલું આગળ, ઓસામાના જીવતેજીવ ઘણા દેશોમાં અલ કાઇદાની પ્રવૃત્તિઓ વિસ્તરી અને અમુક અંશે ઓસામાના સીધા માર્ગદર્શનની મોહતાજ ન રહી. એ ઘ્યાનમાં રાખતાં, અલ કાઇદાની પાંખો કપાઇ હોવાની માન્યતા છતાં, અલ કાઇદાને ખતમ થઇ ગયેલું માની શકાય નહીં. આ પ્રકારનાં સંગઠનોની સુષુપ્તાવસ્થા કામચલાઉ રાહત આપનારી, છતાં મનનો ઉચાટ બરકરાર રાખનારી હોય છે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved