Last Update : 01-May-2012, Tuesday

 
દિલ્હીની વાત
 
સંસદમાં હાજર રહેવા કોંગી સાંસદોને સૂચના
નવીદિલ્હી, તા. ૩૦
કેન્દ્ર સરકાર પેન્ડીંગ બીલો અંગે જેટલી ચિંતીત છે એટલા નેતા સાંસદો નથી. કોંગ્રેસ તેના સાંસદોની ગેરહાજરી અંગે બહુ ગંભીર નથી પરંતુ હવે કડક શિસ્ત માટેનો આગ્રહ રાખે છે. ગેરહાજર રહેતા સાંસદોને કોંગ્રેસે કડક ચેતવણી આપી છે. કોંગ્રેસે પક્ષના પ્રધાનો અને સાંસદોને સૂચના આપી છે કે ૨૨ મે એ સંસદનું સત્ર પૂરું ના થાય ત્યાં સુધી દિલ્હી છોડવું નહીં. માત્ર દિલ્હીમાં રહેવું એટલું જ નહીં પણ સંસદના ગૃહમાં આખો દિવસ હાજર રહેવા પણ જણાવ્યું છે. સંસદીય બાબતોના પ્રધાન પવનકુમાર બંસલે એક કડક પત્ર લખીને સાંસદોને આ બાબતે જણાવ્યું છે.
બંસલે પેટછુટ્ટી વાત લખી...
પક્ષના લોકો હાજર નથી હોતા ત્યારે કેવી સ્થિતિ થાય છે તેનો ખાસ ઉલ્લેખ પણ બંસલે કોંગી સાંસદોને લખેલા પત્રમાં કર્યો છે. ૧૯ માર્ચે લોકસભામાં વોટીંગ થયું ત્યારે ૨૫ સાંસદો ગેરહાજર હતા અને ૨૦ માર્ચે રાજય સભામાં વોટીંગ થયું ત્યારે ૮ કોંગી સાંસદો ગેરહાજર હતા. ત્યારે રાજયોની સંમતિ વીના NCTC ઉભી કરવાના મુદ્દે રાષ્ટ્રપતિના સંબોધનમાં આવ્યો ત્યારે વિપક્ષોએ એમેન્ડમેન્ટ રજૂ કર્યા હતા. એવી જ રીતે લોકપાલ બીલને બંધારણીય દરજ્જો આપવાની વાત આવી ત્યારે પણ ઓછી સભ્ય સંખ્યાના કારણે બીલ પાસ થઇ શકયું નહોતું. સરકાર હમણાં ૨૭૫ સાંસદોન ટેકો મેળવી રહી છે.
નારાયણ સ્વામી... ઇર્ષાનું કેન્દ્ર
કોંગ્રેસના મોવડી મંડળની નજીકના ગણાતા અને કોંગ્રેસના મહામંત્રી વી. નારાયણ સ્વામી હવે કોંગ્રેસના ટોચના માથાઓ માટે ઇર્ષાનું કારણ બની રહ્યા છે. ગૃપ ઓફ મીનીસ્ટરમાં રાજય કક્ષાના પ્રધાન એકલા નારાયણ સ્વામી જ હોય છે જયારે ચિદમ્બરમ, અંબિકા સોની, કપિલ સિબ્બલ, ગુલામ નબી આઝાદ, પવનકુમાર બંસલ વગેરે કેબીનેટ રેન્કના છે. પરંતુ કમનીસીબી તો એ થાય છે કે આ કેબીનેટ રેન્કના પ્રધાનો પડદા પાછળ રહે છે અને સમાચાર માધ્યમોને નારાયણ સ્વામી સંબોધે છે ? કોંગી મોવડી મંડળની નજીકના હોવાનો આ લાભ છે !!
બધું આપ્યું... 'બેબી' નથી આપી
નારાયણ સ્વામીની વાત આવી છે તો તેમના કારણે કોંગ્રેસને ગયા વર્ષના એપ્રિલમાં મૂંઝવણમાં મુકાવું પડયું હતું તેની વાત પણ જાણી લો... આ વિવાદ તેમની બેબી કોમેન્ટના કારણે થયો હતો. પુડુચેરીને અપાયેલી કેન્દ્રીય સહાય અંગે બોલતા નારાયણ સ્વામીએ કહ્યું હતું કે પુડુચેરીને કેન્દ્રએ 'બેબી' સિવાય બીજું બધું જ આપ્યું છે. જો કે વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજે આ 'બેબી' કોમેન્ટનો વિરોધ કરતા જણાવ્યું હતું કે આ તો મહિલાઓના ચારિત્ર્ય પર આક્ષેપ છે. નારાયણ સ્વામી પર કડક પગલાં લેવા તેમણે સોનિયા ગાંધીને કહ્યું હતું. જો કે નારાયણ સ્વામીએ દિલગીરી વ્યકત કરતા વિવાદનો અંત આવ્યો હતો.
દિલ્હી કા મેયર કૌન ?
પૂર્વ દિલ્હીના મેયર તરીકે મીરાની પસંદગી બાદ બાકીના ત્રણ મેયરોની પસંદગી માટેની પ્રક્રિયા તેજ બની છે. દક્ષિણ દિલ્હીના વિસ્તારમાં લોકસભાના ચાર સાંસદો રહે છે. જયારે નોર્થ-સાઉથ એવન્યુમાં મોટા ભાગના સાંસદો રહે છે. આ સંજોગોમાં અહીં મેયરની પસંદગી પેચીદો બનશે. આ મેયરોનો વિદેશ પ્રવાસ રોટેશન પ્રમાણે હશે.
- ઇન્દર સાહની
Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved