Last Update : 01-May-2012, Tuesday

 

નાની જગ્યા અને ઓછા બજેટમાં પણ સુંદર સજાવટ

 

મોટા શહેરોમાં ખાસ કરીને મુંબઇમાં જગ્યાનો અભાવ નડે છે. મુંબઇ માટે તો કહેવાય છે કે, ‘મુંબઇમાં રોટલો મળે પરંતુ ઓટલો મળવો મુશ્કેલ છે’. છતાં ઘર સજાવટ એ મહિલાઓનું સ્વપ્ન હોય છે. જગ્યા તથા બજેટ બન્નેની કમી હોય તો ઘર સજાવટ ગૃહિણી માટે પડકારજનક બની જતું હોય છે. તેથી અહીં થોડી સામાન્ય ટિપ્સ આપવામાં આવી છે.
ઘરમાં ખુલ્લી જગ્યા વધારવા દરવાજા અને બારીની સંખ્યા ઓછી હોવી જોઇએ. તેથી નાનકડો ફ્‌લેટ ખરીદતી વખતે આ મુદ્દા પર અવશ્ય ઘ્યાન આપવું.
ડ્રોઇંગ રૂમમાં ઓછી જગ્યા હોય તો અર્ધગોળાકાર સોફાકે સેન્ટર ટેબલ ખરીદવા નહીં. સુંદર ફિનિશંિગવાળા નાના આકારના સોફા આરામદાયક રહેશે.
મલ્ટીયૂઝ અને પોર્ટેબલ અથવા તો ફોલ્ડંિગ ફર્નિચરને પ્રાથમિકતા આપવી. તેમજ આ પ્રકારના ફર્નિચર વખતે એ બાબતે ખાસ ઘ્યાન આપવું કે તે ઘરના મોટા ભાગના ખૂણામાં બરાબર બેસે. જેથી ભવિષ્યમાં તેનું સ્થાન બદલવામાં તકલીફ ન થાય.
એક કે બે રૂમના ફ્‌લેટમાં ડ્રોઇંગ રૂમમાં સ્પેસ ઓછી હોય તો સોફાને બદલે ફ્‌લોર સિટંિગની વ્યવસ્થા પણ કરી શકાય.
નાના ફ્‌લેટમાં જમીન પર જ મેટ્રેસ અને સુંદર તકિયાથી ડ્રોઇંગરૂમને સ્પેશિયસ બનાવી શકાય છે. મેટ્રેસ પર પાથરેલી ચાદર ફ્‌લોર સાથે મેળ ખાતી હોય તો વઘુ શોભા આપે છે.
ડ્રોઇંગ રૂમમાં સોફા રાખ્યા બાદ જગ્યા ઓછી લાગતી હોય તો વિશાળ કાઉચ રાખવાને બદલે પોર્ટેબલ ફોલ્ડંિગ ખુરશીઓ રાખવી.
ડાઇનંિગ રૂમ માટે વોલમ ાઉન્ટેડ ટેબલ સારો વિકલ્પ છે. તેની સાથે પોર્ટેબલ ખુરશીનો પણ ઉપયોગ કરી શકાય.
ડ્રોઇંગ રૂમ નાનો હોય તો, સોફા કમ બેડ, દીવાન કમ બેડ અને ફુટોન્સનો ઉપયોગ સારો રહે છે.
બાળકો માટે વોલમાઉન્ટેડ સ્ટડી ટેબલ બનાવવું જેથી અભ્યાસ બાદ દીવાલ સાથે ફરી ફિટ કરી દેવાય.
શોખીનોને પોતાના ઘરને લકઝરી લુક આપવો હોય તો સિલ્વર અથવા ગોલ્ડન ટચવાળા ફર્નિચર વસાવી શકાય. અથવા તો સોફા, ખુરશી, ચાદર વગેરે ગોલ્ડન-સિલ્વર ડિઝાઇનયુક્ત લેવા.
ડ્રોઇંગરૂમમાં વોલ પર એથનિક લુકનો વિશાળ મિરર લગાડવાથી પણ રૂમ આકર્ષક લાગે છે.
એક્સપેંડેબલ પલંગ વસાવવાથી બાળક ોતથા મહેમાન માટે સૂવાની વ્યવસ્થા સારી રાખી શકાય છે.
બાળકોના પુસ્તકો રમકડા તેમજ અન્ય ઉપયોગી સામગ્રીઓ સારી રીતે સમાવી શકાવવા એવો વોલ યુનિટ લેવો જેમાં ઘણા બધી નાની-મોટી કેબિનેટ હોય.
રસોડું નાનું હોય તો ચાર બર્નરવાળો ચૂલો વસાવવો જેથી રસોઇ કર્યા બાદ તપેલા ચૂલા પર રાખી શકાય.
રસોડાનું પ્લેટફોર્મ ગ્રેનાઇટનું પસંદ કરવું. પ્રથમ વાર વસાવવામાં મોંધુ પડશે પરંતુ સરળતાથી સાફ થઇ જાય છે.
નાના રસોડામાં ઘેરો રંગ લગાડવો નહીં. ઘેરા રંગથી આકાર વઘુ નાનો દીસે છે. સફેદ રંગ ઉત્તમ છે.
નાના બેડરૂમને મોટો લુક આપવા આર્યન બેડનો ઉપયોગ કરવો.જોકે આ પ્રકારના પલંગ ખરીદતી વખતે ગુણવત્તા બાબત બાંધછોડ કરવી નહીં. હલકી ગુણવત્તાથી ે લાંબેગાળે કાટ લાગવાની શક્યતા રહે છે.
દિજીતા

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved