Last Update : 01-May-2012, Tuesday

 

માત્ર જીમ કે મશીનો મેદસ્વિતા નહિ ધટાડે

 

સ્વાસ્થ્ય અને ફિટનેસમાં મહિલાઓનો રસ ખૂબ વધી રહ્યો છે. સ્થૂળ અને જાડું શરીર ક્યારેક સમૃદ્ધિ અને વૈભવની નિશાની ગણાતું હતું. પરંતુ આજે આવું શરીર બેડોળ ગણાય છે. મોં પર કોઈ ન કહે, પરંતુ દૂરથી કોઈ પણ સ્થૂળ મહિલાને આવતી જોઈને લોકો એને ‘ભેંસ’ કહેવામાં સંકોચ નથી રાખતા.
શરીરને ચુસ્ત, તંદુરસ્ત અને તાણરહિત રાખવા માટે જિમ અને હેલ્થ ક્લબોનો સહારો લેવામાં આવી રહ્યો છ. હાઈટેક મશીનો, નવી ટેક્‌નિક, યોગનો જાદુ અને ફિટનેસના ફંડાથી ગ્રાહકોને આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવે છે. બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલાં કેન્દ્રો પર જનારા લોકો ફાયદો મેળવવાના બદલે મોટી રકમ ગુમાવવાનું નુકસાન ભોગવે છે.
એ વાત બધાં જાણે છે કે નિયમિત કસરત કરવાથી ભૂખ કરતાં ઓછું જમવાથી અને મન શાંત રાખવાથી વ્યક્તિ સ્વસ્થ અને સુંદર રહી શકે, વજન વધતું નથી, શરીર સુડોળ રહે છે. સ્વસ્થ જીવન માટે રાત્રે વહેલા સૂઈ સવારે વહેલાં ઊઠવાની સાથે-સાથે મોર્નંિગવોક જરૂરી માનવામાં આવે છે. પરંતુ ફિટનેસ કેન્દ્રો પર આ બધાં વિના મશીનની મદદથી થોડા જ દિવસોમાં વજન અને શરીર પર જામી ગયેલી ચરબી ઘટાડવાનો ચમત્કાર કરવાની લાલચ આપવામાં આવે છે. પાઉડર અને દવાઓ આપીને ઝડપથી સ્લિમટ્રિમ બનાવવાના સપનાં બતાવવામાં આવે છે. જુદા-જુદા પેકેજો માટે હજારો રૂપિયા વસુલ કરવામાં આવે છે.
જ્યારે પેકેજનો પિરિયડ પૂરો થાય છે ત્યારે વજન માપવાનો કાંટો કંઈ અલગ જ બતાવે છે. એ એક ક્વિન્ટલથી ૯૫ કિલોગ્રામના બદલે ૧૦૫ કિલોગ્રામની તરફ વધતો દેખાય છે. અરીસામાં જોતાં હાથ અને કમરની ચરબી પહેલાં કરતાં વઘુ દેખાય છે. તંદુરસ્ત બનવાના બદલે બ્લડપ્રેશર વધતું જાય છે. શરીર પર આપેલાં દબાણથી બી. પી. પણ વધે છે અને બ્રેન પર પણ અસર થઈ શકે છે.
કલ્પના નામની એક મહિલાએ જણાવ્યું, ‘મારું વજન ૯૨ કિલોગ્રામ હતું. મેં એક આવા કેન્દ્રમાં તપાસ કરી. મને કહેવામાં આવ્યું કે મારે ભૂખ્યા નહીં રહેવું પડે કે નહીં કોઈ કસરત કરવી પડે. આ માટે જે પણ કરવાનું હશે એ કેન્દ્રવાળા જાતે કરશે.
એ લોકો મને ભૂખ્યાં પેટે બોલાવતા. બેલ્ટ ખેંચીને મશીન ફેરવતાં. બહાર નીકળતાં થોડી હળવાશ અનુભવાતી. પણ બપોરનું ભોજન લીધા બાદ સ્થિતિ પહેલાં જેવી જ થઈ જતી. ન જમો તો પણ થોડા જ કલાકોમાં બધી અસર નકામી. હું સતત ચાર મહિના ગઈ. કોઈ ફાયદો ન થયો. કેન્દ્રમાં ટેપ દ્વારા મારી કમરનું ઢીલાશથી માપ લઈને બતાવવામાં આવતું. બહાર નીકળતાં એ જ ટેપથી કમરનું માપ ખેંચીને લેવામા ંઆવતું. દેખીતું છે કે અમુક ઇંચનો તફાવત તો આવે આખરે મેં પ્રોટેસ્ટ કર્યું. પૈસા પાછા માગ્યા. પેકેજની શરત મુજબ પૈસા પાછા આપવાની ના પાડી દીધી. મેં ત્યારે કન્ઝુમર કોર્ટમાં કેસ દાખલ કર્યો. બે વર્ષ કેસ ચાલ્યો. કોર્ટે ચુકાદો આપતા સંસ્થાને ૨૬ હજાર રૂપિયા પેકેજના અને એક હજાર રૂપિયા ખર્ચાના આપવાનો હુકમ કર્યો.
એની વિરુદ્ધમાં રાજ્ય સ્તરની ટ્રિબ્યુનલમાં કેસ ગયો. ત્યાં પણ ફેંસલો યથાવત્‌ રહ્યો. પરંતુ રૂપિયા પાછા આપવાના બદલે સંસ્થાને નેશનલ ટ્રિબ્યુનલમાં જવાની ધમકી આપી. એટલે હું હારી ગઈ. કુલ રૂપિયા ૧૦ હજાર પાછા લીધા. સાથે રૂપિયા ૧૭ હજારનું પેકેજ આપવામાં આવ્યું, પરંતુ એનો કોઈ લાભ ન થયો. આ રૂપિયા ડૂબી જ ગયા.’’
કોઈ ફેર ન પડ્યો
કલ્પનાની જેમ જ એક બીજી મહિલાએ આવા જ એક કેન્દ્રને રૂપિયા એક લાખ આપ્યા.
સતત એક વર્ષના અભ્યાસ પછી પણ કોઈ ફેર ન પડ્યો. એક મહિલાનું વજન બે વર્ષમાં ૭૦ કિલોથી જરા પણ ન ઘટ્યું.
પરંતુ એક ફિટનેસ કેન્દ્રમાં કાર્ય કરતા નિષ્ણાતનું કહેવું છે, ‘‘હકીકતમાં લોકોમાં વિશ્વાસની કમી હોય છે. એ લોકો પૂરી ઇચ્છાથી એ બઘું નથી કરી શકતા જે એમને કહેવામાં આવે છે. સફળતા ન મળે પછી અમને દોષ આપે છે. ઘણીવાર તો એક ઉપાય કામમાં ન આવે તો બીજો અપનાવવામાં આવે છે, પરંતુ ત્યાં સુધીમાં વ્યક્તિ મનથી હારી જાય છે. એમાં ફિટનેસ કેન્દ્ર કંઈ જ નથી કરી શકતું.’’ ઘણાં લોકો એ વાત યાદ નથી રાખતા કે પરફેક્ટ બોડી માટે કેટલાક પ્રયત્ન કરવા પડે છે. શોર્ટકટથી સુંદરતા મેળવવાની આશા હંમેશાં શોર્ટ સર્કિટ સાબિત થાય છે. ભલે કોઈ હેલ્થ ક્લબને મોટી રકમનો ચેક આપવામાં આવે, પરંતુ વજન તો પ્રયત્નપૂર્વક ઘટાડવું પડે છે. શરીર પરથી ચરબી દૂર કરવા માટે સતત નિયમિત કસરત, સમતોલ ખોરાક અને તળેલા પદાર્થોથી દૂર રહેવું પડે છે. સેન્ટરને આપેલી રકમ તો એક મહિનામાં જ ત્યાં ખર્ચાઈ જશે. જ્યારે તમારી ચરબી તો શરીર પર જ રહેશે.
નકામી વાત
આ સેન્ટરો પર ખોરાક શબ્દને ‘નકામી વાત’ કહેવામાં આવે છ. એક નિષ્ણાતનું કહેવું છે, ‘‘કોઈ જાડી વ્યક્તિનો ખોરાક અડધો કરી દેવામાં આવે, એને દરરોજ એક હજારથી ઓછી કેલરીવાળું ભોજન આપવામાં આવે તો એ નબળાઈ અનુભવશે, પરંતુ પાતળી નહીં થાય. નબળાઈ લાગવાથી સેન્ટરને જ દોષ આપશે.’’
એક વ્યક્તિનું કહેવું છે, ‘મશીનો કોઈનું વજન ઘટાડી શકતાં નથી. એ કહેવું કે માનવું જ ખોટું છે કે મશીનોથી વજન ઘટે છે. મશીનો પર અભ્યાસ કરવાના બદલે કસરત કરવી વઘુ લાભદાયી છે. જો પૈસા બગાડવનો જ શોખ હોય તો જરૂર આવાં કેન્દ્રો પર જાઓ. વીજળીથી માલિશ કરતું મશીન તો ઉપયોગી સાબિત થઈ શકે, પરંતુ માલિશ માટે ઉપયોગી, વજન ઘટાડવા માટે નહીં, બાકી બઘું નકામું.’’
ઘણાં કેન્દ્રો પર વાતચીત કરતાં ે વાત જાણવા મળી કે વજન ઘટાડવા માટે અઠવાડિયામાં પાંચવાર જિમ જવાની જરૂર નથી. કેટલાક સામાન્ય ઉપાય છે, જેમ કે ઘરેથી બજાર પગે ચાલીને જાઓ. લિફ્‌ટના બદલે દાદરા ચઢીને જાઓ. અડધો કલાક કસરત કરો અને ફિટ રહો. એક મિત્રે પોતાનો અનુભવ જણાવ્યો, ‘‘થોડાં વર્ષો પહેલાં મેં મારું વજન કર્યું તો ૯૯ કિલો હતું. મેં સવારે ફરવા જવા સિવાય ઘરથી ઓફિસ સુધી ત્રણ કિલોમીટર ચાલીને જવા-આવવાનું શરૂ કર્યું. તડકામાં પરસેવો તો થતો જ હતો. પણ ચાર મહિનામાં વજન ઘટીને ૮૫ કિલો થઈ ગયું. ભોજન સાદું લેવાનું શરૂ કર્યું. તળેલા અને ગળ્યા પદાર્થો ખાવાનું બંધ કર્યું. પણ ત્યાર બાદ વજન ન ઘટ્યું.
એનાથી મારા શરીરને કોઈ તકલીફ પણ ન થઈ. એટલા માટે મેં મંત્ર અપનાવી લીધો કે, ‘ઓછું ખાઓ, ઘણું હરોફરો, ખૂબ મહેનત કરો અને સુખી રહો.’ સ્લિમ અને સુંદર દેખાવા માટે શરીરને મશીનોની નહીં. જીવનનો સાચો રસ્તો અપનાવવાની જરૂર છે.’
જયવંતી

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved