Last Update : 01-May-2012, Tuesday

 

પરિણીતાનાં સૌભાગ્ય-પ્રતીકો કેટલાં જરૂરી ?

 

- ચાંદલો-સંિદૂર-બંગડી-વીંટી કે મંગળસૂત્ર આજે ફેશનરૂપે પણ અપનાવાય છે.

કપાળે લાલચટ્ટક બંિદિયા, સેંથામાં સંિદુર, ચોટલામાં ગજરા, ગળામાં મંગળસૂત્ર, કાનમાં બુટ્ટી, નાકમાં જડ, હાથમાં લાલ કે લીલી કાચની ખણકતી બંગડીઓ, આંગળીમાં વીંટી, પગમાં ઝાંઝર અને પગની આંગળીમાં બિછુઆ. ભીડમાં પણ સૌભાગ્યવતી મહિલા અલગ તરી આવે છે. ભારતની વિવિધ કોમમાં પરિણીત મહિલાઓ માટે સૌભાગ્યની નિશાની હોવી જરૂરી છે.
ભારતીય ફિલ્મોમાં પણ પરણેલી અભિનેત્રીઓ સંિદુર અને મંગળસૂત્ર વિના ભાગ્યે જ જોવા મળે છે. રેખાથી માંડીને ઐશ્વર્યા રાય આ વાતની સાબિતી પૂરી પાડશે. હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મમાં ઐશ્વર્યા સેંથામાં સંિદૂર, ગળામાં મંગળસૂત્ર અને કપાળે ચાંદલો કરી સૌભાગ્યવતી હોવાના નગારા પીટે છે. પરંતુ બીજી બાજુ પતિને છોડી પ્રેમી પાસે જવા પણ તૈયાર હોય છે. મંગળસૂત્ર કાઢતી વખતે તેનો હૃદય પલટો થાય છે. અને સીધી સીધા ભારતીય નારી બની તે પોતાના પતિ પરમેશ્વર પાસે પાછી ફરે છે.
સંિદૂરથી માંડીને બિછુઆ સુધીના બધા સૌભાગ્યના અલંકારો રેખા-મુમતાઝ એન્ડ કંપનીનો ટ્રેડમાર્ક બની ગયા હતા. સુહાગની આ નિશાનીઓ સ્ત્રીઓ માટે આશિર્વાદ રૂપ છે. આ નિશાનીઓ રોડ સાઈડ રોમિયોને તેમનાથી દૂર રાખે છે. ભારતમાં સદીઓથી આ પ્રથા ચાલી આવે છે. ભારતીય સ્ત્રીઓ પણ સુહાગની આ નિશાનીઓ પહેરવામાં ગૌરવ અનુભવે છે. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. પાશ્ચાત્ય સંસ્કૃતિની અસરમાં આવેલી આજની યુવતીઓ પાશ્ચાત્ય ઢબના કપડાં પહેરી ફરે છે. દોડધામભરી જંિદગી જીવતી આજની મહિલાની વિચારધારામાં પણ પશ્ચિમનો રંગ ચઢી ગયો છે. તેઓ પ્રેક્ટિકલ બની ગઈ છે. જો કે આ જમાનામાં લાગણીઓને જરા બાજુ પર મૂકી વ્યવહારુ બનવાની જરૂર છે.
ઉત્તર પ્રદેશમાં બિછુઆ પહેરવા ફરજિયાત છે. કોઈપણ પરિણીતા સ્ત્રી બિછુઆ પહેર્યા વિના દેખાય તો કુટુંબની વડીલ સ્ત્રીઓ તેને લાંબુલચક ભાષણ ઠોકી દે છે.
મુંબઈમાં વસતા ઉત્તર પ્રાંતીય લોકો પણ આ રિવાજનું પાલન કરે છે. પરંતુ મુંબઈની એક સ્કૂલમાં પીટી શિક્ષિકા તરીકે નોકરી કરતી ૨૫ વર્ષની ભારતી કહે છે, ‘‘મારી નોકરીને કારણે મારે સ્કૂલમાં આવતા જ સ્પોર્ટ્‌સ શૂઝ પહેરવા પડે છે. આવી પરિસ્થિતિમાં બિછુઆ પહેરવાનું ફાવતું નથી. આ ઉપરાંત હું જીન્સનો વપરાશ વઘુ કરું છું. હવે જીન્સ પર બિછુઆ પહેરું તો કેવું લાગે? આથી હું બિલકુલ પહેરતી નથી. અને એનો અર્થ એવો પણ નથી કે હું મારા પતિને પ્રેમ કરતી નથી. પ્રેમ એ અંતરની લાગણી છે. અલંકારો દ્વારા જ તેને વ્યક્ત કરી શકાય એવું કોેણે કહ્યું? ૨૪ વર્ષની વંદના પણ ભારતીની વાત સાથે સંમત થાય છે. વંદનાના લગ્ન થયે સવા વરસ થયું છે. તે કહે છે, ‘‘હું એક મહારાષ્ટ્રીયન કુટુંબમાં પરણી છું. અમારામાં મંગળસૂત્ર પહેરવું ફરજિયાત છે. અમારા કુટુંબની બધી જ સૌભાગ્યવતી સ્ત્રીઓ મંગળસૂત્ર અને ચાંદલો કરે છે. લગ્ન પછી થોડા સમય મેં મંગળસૂત્ર પહેર્યું. પરંતુ ચુડીદાર અને વેસ્ટન ડ્રેસ પર મંગળસૂત્ર પહેરવું મને ગમતું નથી. જીન્સ અને વેસ્ટર્ન ડ્રેસ પહેરું ત્યારે હું મંગળસૂત્ર કે ચાંદલો અથવા બંગડી પહેરતી નથી. બાકી ઘરમાં હું મંગળસૂત્ર પહેરીને ફરું છું. એનો અર્થ એવો નથી થતો કે મારા પતિ પ્રત્યે મને ઓછો પ્રેમ છે. સૌભાગ્યની નિશાનીઓ પહેરીને ફરતી સ્ત્રીઓ કરતાં હું મારા પતિને ઓછો પ્રેમ કરું છું. એવું માની શકાય નહીં. મંગળસૂત્ર પહેરીને કે કપાળ પર ચાંદલો અને સેંથામાં સંિદૂર ભરીને ફરતી સ્ત્રીઓ તેમના પતિને અંધારામાં રાખી પરપુરુષ સાથે મોજમજા કરતી હોય એવા કિસ્સા પણ તમને આપણા સમાજમાંથી મળી આવશે. એડવર્ટાઈઝીંગ એજન્સીમાં કામ કરતી પૂનમ આ નિશાનીઓને જરૂર સમજતી નથી. ‘‘મને પાશ્ચાત્ય ઢબના કપડા પહેરવા ગમે છે અને મેં મારી જંિદગીમાં આવા જ કપડાં પહેર્યા છે.
અમારી કોમમાં મંગળસૂત્ર જેવા સૌૈભાગ્યના અલંકારો પહેરવાની પ્રથા છે. પરંતુ હું આમાં માનતી નથી. મને કોશ્ચ્યુમ જ્વેલરી પહેરવાનો શોેખ છે,. હા, લગ્નમાં જાઉં ત્યારે સાડી પહેરું ત્યારે મંગળસૂત્ર તેમજ બંગડી પહેરી, ચાંદલો કરી સેંથામાં સંિદૂર ભરવાનું મને ગમે છે.’’
એક ફેશન ફોટોગ્રાફરે એક અંગ્રેજી મેગેઝીનને આપેલી મુલાકાતમાં આ બાબતે પોતાનોે અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. એ અહીં જણાવવો અસ્થાને નહીં રહે. તેણે કહ્યું હતું, ‘‘મારી પત્ની સૌભાગ્યના અલંકારો પહેરે ન પહેરે એની મને પરવા નથી. હું તેની પાસે વફાદારીની અપેક્ષા રાખું છું. અને તે મને વફાદાર છે.
પરંતુ મારી પત્નીએ મંગળસૂત્ર પહેરવું અને સેંથામાં સંિદૂર પૂરવું મને પસંદ છે.
એક ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા અને મોડેલને ટીપીકલ ભારતીય નારીનો સાજ-શણગાર પસંદ છે. સાસરિયા જોડે બહાર જતાં તે સૌૈભાગ્યના અલંકારોથી સજવું પસંદ કરે છે. ગજરાથી કાજળ સુધી, બંિદીથી સંિદૂર સુધી, સાડીથી અલંકારો સુધીની બધી જ સૌભાગ્યની નિશાનીઓ એને પસંદ છે. આટલું ઓછું હોય તેમ મહેંદી લગાડવાની એક પણ તક તે ગુમાવતી નથી. લગ્નની ખરીદીમાં કાળા અને સફેદ કપડાં ન ખરીદવાની પ્રથા તેને પસંદ નથી. આ બંને રંગો તેના મનપસંદ છે અને આ રંગો અપશુકનિયાળ નથી વાત એ ભારપૂર્વક કહે છે.
૨૫ વર્ષની નેહાને પણ પરંપરાગત ભારતીય સુહાગની નિશાનીઓ પસંદ છે. મંગળસૂત્ર, ચાંદલો, સેંથામાં સંિદૂર અને કાચની બંગડીઓ તેના જીવનનું એક મહત્ત્વનું અંગ બની ગયા છે એમ તે કહે છે.
ભારતીય સંસ્કૃતિમાં પોતે સૌભાગ્યવતી હોેવાની જાણ કરતી નિશાનીઓ પહેરવી જરૂરી છે. જૂના જમાનામાં લોકો આ નિશાની પરથી છોકરીઓ અને સ્ત્રીઓને અલગ તારવતા અને છોકરીઓ સાથે લગ્નની શક્યતા એ તે પ્રમાણે નક્કી કરતા એવું માનવામાં આવે છે.
ઉપર જણાવ્યું તેમ ઘરેણાંના પ્રકાર દરેક કોમમાં જુદા જુદા હોય છે. અને આનંદની વાત એ છે કે આ અલંકારોએ સદીઓથી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે.
પારંપરિક સંિદૂર ડાર્ક લાલ કે કેસરી રંગનું હતું. પરંતુ ધીરે ધીરે સુધારો થતા લાલ રંગ આવી ગયો. આજે પણ ઉત્તરપ્રદેશની મહિલાઓના સેંથામાં કેસરી રંગનું સંિદૂર જોવા મળશે.
ઉત્તર ભારતના પ્રાંતોમાં કાચની લાલ અને લીલી બંગડીઓ આજે પણ પહેરવામાં આવે છે તો રાજસ્થાનમાં અને પંજાબમાં સૌભાગ્યવતી નારીઓએ ઓછામાં ઓછા ૪૫ દિવસ સુધી હાથમાં ચૂડો પહેરવો જ પડે છે. બંગાળી સ્ત્રીઓ પણ હાથમાં હાંથીદાંતનો ચૂડો પહેરે છે. તામિલનાડુમાં તાલી અને મહારાષ્ટ્ર-ગુજરાતમાં મંગળસૂત્ર પહેરવું ફરજિયાત છે. નદી પર બિરાજેલા શિવ-પાર્વતી ઈમેજ ધરાવતાં પેન્ડન્ટને તાલી કહેવામાં આવે છે. મલયાલી મહિલાઓ ચેનમાં આ પેન્ડન્ટ પહેરે છે જેને તાલી કહે છે. યુપી અને બિહારમાં બિછુઆ પહેરવાની પ્રથા છે.
સંિધી મહિલાઓ નવ હીરાની બુટ્ટી પહેરે છે જ્યારે કાશ્મીરમાં ડીઝોરા અને આથ્થોરુ પહેરવાની પ્રથા છે. આ ઘરેણું કાનમાં પહેરવામાં આવે છે. લગ્નના દિવસે સામાન્ય રીતે નવવઘૂઓ નથ પહેરે છે. મુસ્લિમ કોમમાં આ નથ ફરજિયાત પહેરવી પડે છે. રાજસ્થાનમાં નથને થુરી કહે છે જ્યારે યુપીમાં તે નથનતી તરીકે ઓળખાય છે. આ નથ નાકની ડાબી બાજુએ પહેરવામાં આવે છે. પંજાબી શિકારપૂરી નથ અને કાશ્મીરી નથ ખૂબ જ સુંદર હોય છે. સંિધી મહિલાઓ કુંદન નથ પહેરે છે. તો આદિવાસી મહિલાઓ બુલાક ( બંને નસકોરામાંથી પસાર થતું ) સોનાનું વજનદાર આભૂષણ પહેરે છે.
સૌભાગ્યના આ અલંકારોએ ફેશનના આ વાવાઝોડામાં પોતાનું અસ્તિત્વની ટકાવી રાખ્યું છે. એનું આસન ભલે થોડું હાલક-ડોલક થયું હશે પણ તેનોે ચળકાટ ઝાંખો થવા પામ્યો નથી એ તો કબૂલવું જ રહ્યું.
પલ્લવી

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved