Last Update : 01-May-2012, Tuesday

 

પ્રેમગાંઠને સુદ્રઢ બનાવતી વાસ્તુલક્ષી બેડરૂમ-સજ્જા

 

ભારતમાં સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમણે બંધાવેલા દેશના સૌથી વૈભવશાળી ‘ઘર’માં રહેવા નથી ગયા. એમ કહેવાય છે કે તેમના બંગલામાં રહેલા વાસ્તુદોષને પગલે તેઓ દિવસ દરમિયાન ત્યાં હોય તોય રાત્રે સુવા માટે પોતાના જુના નિવાસસ્થાને ચાલ્યા જાય છે.
અલબત્ત, આપણે અહીં મુકેશ અંબાણી વિશે નહીં પરંતુ વાસ્તુ વિશે વાત કરવાની છે. એમ માનવામાં આવે છે કે વાસ્તુ શાસ્ત્રની દ્રષ્ટિએ યોગ્ય રીતે બનાવવામાં આવેલું ઘર તેમાં રહેતા લોકો વચ્ચે સ્નેહગાંઠ મજબૂત કરે છે. પરંતુ જો તેમાં વાસ્તુદોષ હોય તો પરિવારજનોમાં મતભેદ-મનભેદ રહ્યા કરે છે. કોઈપણ નવવિવાહિત દંપતી હમેશાં એમ જ ઈચ્છતું હોય છે કે તેમનો પ્રેમ આજીવન ટકી રહે. વાસ્તુશાસ્ત્ર નિષ્ણાતો કહે છે કે જો તેમનો શયનકક્ષ યોગ્ય રીતે બનાવવામાં આવ્યો હોય તો પતિ-પત્ની વચ્ચેનો સંબંધ હમેશાં મજબૂત રહે છે. તેઓ બેડરૂમની વાસ્તુશાસ્ત્ર મુજબ સજાવટ કરવા વિશે માર્ગદર્શન આપતાં કહે છે કે સૌથી પહેલાં તો શયનકક્ષમાં ભગવાન, જાનવર અથવા સુકા વૃક્ષનો ફોટો ન લગાવો. પતિ-પત્ની વચ્ચે મીઠો સંબંધ જાળવી રાખવા તેમણે પોતાના હસતા ચહેરાવાળા ફોટા લગાવવા જોઈએ. આ સિવાય ખળખળ વહેતા ઝરણા જેવો ફોટો અથવા શો પીસ મુકી શકાય.
બેડરૂમમાં ટી.વી. અથવા કમ્પ્યુટર મુકવાથી દંપતી વચ્ચે તણાવ પેદા થાય છે.
પલંગ ક્યારેય ગોળ કે અંડાકાર ન હોવું જોઈએ. તેની ઊંચાઈ ૧૧/૨ ઈંચ હોવી જોઈએ. બેડ પાસે પગલૂછણીયુ અથવા ગાલીચો હોવો જોઈએ.
તમારા પલંગના ગાદલાં બે નહીં પણ એક જ હોવું જોઈએ. બે ગાદલાં હોવાથી દંપતી વચ્ચે તણાવ પેદા થાય છે. પરંતુ એક જ બેડ બંને વચ્ચેના પ્રેમમાં વૃઘ્ધિ કરે છે. શયનકક્ષની બારી પલંગ કરતાં થોડી દૂર હોવી જોઈએ અને તેના ઉપર પડદા લગાવેલા હોવા જોઈએ. તેવી જ રીતે બેડરૂમમાં ક્રિસ્ટલની બે માછલી અથવા લવ બર્ડસ મુકવા જોઈએ.
બેડરૂમમાં નિયમિત રીતે તાજાં ફૂલો મુકવાથી દંપતીના સંબંધમાં તાજગી જળવાઈ રહે છે. અને પ્રેમ મહેકતો રહે છે.
શયનકક્ષમાં લાઈટ હળવી હોવી જોઈએ. નાના નાના લીલાં છોડ મુકવાથી તણાવ દૂર થાય છે. અને મીઠી નીંદર આવે છે. કેક્ટસના છોડ ભૂલેચૂકેય ન મુકવા.
મહિનામાં એક વખત પાણીમાં નમક નાખીને બેડરૂમમાં પોતાં મારવાથી દૂષિત હવા અંદર નથી પ્રવેશી શકતી.
બેડરૂમ માટે ઘરની દક્ષિણ, દક્ષિણ-પશ્ચિમ, પશ્ચિમ દિશા ઉત્તમ ગણાય છે. ઘરના જયેષ્ઠ પરિણીત પુત્રના શયનકક્ષ માટે દક્ષિણ દિશા શ્રેષ્ઠ છે. તેનાથી નાના યુગલ માટે પશ્ચિમ દિશા, તેનાથી નાના યુગલ માટે પૂર્વ અને તેનાથી નાના યુગલ માટે ઉત્તર-પૂર્વ ઉત્તમ મનાય છે. જો દક્ષિણ દિશામાં પલંગ હોય તો પત્નીએ પતિની ડાબી અને દક્ષિણ-પૂર્વમાં બેડ હોય તો પત્નીએ પતિની જમણી બાજુ સુવુ જોઈએ. નવયુગલને ક્યારેય વાયવ્ય ખૂણા ઉત્તર-પશ્ચિમમાં ન સુવા દેવા જોઈએ. આમ કરવાથી તેઓ મનથી પરિવારથી દૂર ચાલ્યા જાય છે.
સુતી વખતે માથુ પૂર્વ અથવા દક્ષિણ તરફ હોવું જોઈએ.
બેડરૂમના દક્ષિણ-પશ્ચિમ તેમ જ નૈૠત્ય ખૂણામાં કબાટ, બેડ, ટેબલ જેવું વજનદાર રાચરચીલું રાખવું જોઈએ. ડ્રેસંિગ ટેબલ પશ્ચિમ દિશામાં અને ઉત્તરમાં નાણાં તેમ જ દાગીના રાખવાં.
શયનકક્ષ માટે ગુલાબી રંગ શ્રેષ્ઠ ગણાય છે. આ રંગ પ્રેમ, વિશ્વાસ અને નીકટતા વધારે છે. સુહાગની સેજ ગુલાબી રંગથી સજાવવાથી સંબંધ મજબૂત બને છે. જ્યારે નારંગી રંગ દંપતીના સંબંધમાં ખુશીની બહાર લાવે છે. તેમના વિચારોમાં સમાનતા આવે છે. પરંતુ લાલ રંગ નવયુગલ માટે સૌથી ઉત્તમ માનવામાં આવ્યો છે. આ રંગ દંપતી વચ્ચેની ઉત્તેજનામાં વૃઘ્ધિ કરે છે અને સંબંધો મજબૂત બનાવે છે. આ રંગ પતિ-પત્નીમાં એકમેક પ્રત્યે સમ્માનની ભાવના કેળવે છે.
પરંતુ જાંબુડી રંગ બંને વચ્ચે કડવાશ પેદા કરે છે. ભૂરો રંગ પણ નવયુગલ માટે યોગ્ય નથી. તેનાથી બંને વચ્ચે શંકા, ઇર્ષ્યા પેદા થાય છે. તેઓ ત્રીજી વ્યક્તિ તરફ ઢળવા લાગે છે. વાસ્તવમાં આ રંગ વયસ્ક લોકો માટે યોગ્ય છે. કારણ કે તે એકાગ્રતા, ભક્તિ અને આસ્થાનું પ્રતિક છે.
જયના

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved