Last Update : 01-May-2012, Tuesday

 
પતિ કે પત્નીના મિત્ર...
 

પુરુષને સ્ત્રીમિત્ર હોઇ શકે તો પત્નીને પુરુષમિત્ર હોય તેમાં વાંધો શું છે?

પરિણીત સ્ત્રીને કોઇ પુરુષ મિત્ર હોઇ જ ના શકે? પરિણીત સ્ત્રીને પુરુષ મિત્રો હોય તો પોતાનો પતિ એ મૈત્રી સંબંધ વિષે શંકા કરે તે કેવું? આનો અર્થ તો એટલો જ ને કે પતિને પત્ની પર વિશ્વાસ નથી. તેનો અર્થ એમ પણ થાય કે પતિને પોતાની જાતનો પણ પૂરો વિશ્વાસ નથી. કોઇપણ પતિદેવે શા માટે પોતાની પત્નીના પુરુષ મિત્રને હરીફ તરીકે જોવો પડે? આવી શંકા કરવા માટે કોઇ વ્યાજબી કારણો હોય તો જુદી વાત છે, પણ જ્યાં કશું વાજબી કારણ છે જ નહીં ત્યાં પત્ની પર શંકા કરવી તે શું પ્રેમનું લક્ષણ છે?

મારા પતિએ તાજેતરમાં મને એવું ફરમાન કર્યું છે કે મારે અમુક પુરુષ સાથે વાત ના કરવી. તે ઘેરે આવે તો તેને આવવાના જ દેવો અને તેની સાથે કોઇ જાતનો સંબંધ ના રાખવો. સાચી વાત એ છે કે મારા પુરુષ મિત્રનું હળવું - મળવું બંધ થઇ જાય તો મારી ઉપર કંઇ આકાશ તૂટી પડવાનું નથી, પણ જ્યારે પેલા પુરુષના વર્તનમાં કશું જ વાંધો લેવા જેવું ના હોય ત્યારે તેનું અપમાન કરવાનું ક તેની સાથે અજાણ્યા બની જવાનું શું યોગ્ય છે? આવો પ્રતિબંધ મને મારી સામેના આરોપનામા જેવો લાગે છે અને મનમાં બળવો પોકારવાની લાગણી થાય છે. મનમાં એટલો બધો ગુસ્સો ચઢે છે કે મારા પતિને હું કહી દઉ કે આવા નિર્દોષ સંબંધમાં પણ તમે શંકા ઉઠાવો છો તો આ વાત ક્યાં જઇને અટકશે તે જ મને સમજાતું નથી. હું તમારી પત્ની છું. મારી વફાદારીમાં શંકા ઉઠાવવાનું કોઇ કારણ મેં પુરું પાડયું નથી પણ જે પુરુષ મારો મિત્ર છે. તેની સાથેનો સંબંધ હું આ રીતે કશા વજુદવાળા કારણ વગર તોડી નાખેને તેનું અપમાન નહીં કરું. મારી ઉપર તમે આવી શંકા કરો છો, સંબંધ કાપી નાખવાનું ફરમાન કરો છો તેનો અર્થ એ કે તમને મારી વફાદારીમાં કોઇ વિશ્વાસ નથી. મારા ચારિત્ર્યે વિષે જ તમને ઊંડી શંકા છે. આ વાતાવરણમાં પતિ અને પત્નીના સંબંધમાં પણ શ

ું ભલીવાર નીકળે? તમે તો એવું વર્તન કરી રહ્યા છો કે જાણે હું કોઇ સ્વતંત્ર વ્યક્તિ નથી. તમે જેને ચાહવાનો દાવો કરો છો એવી હું સ્ત્રી નથી પણ હું તો માત્ર તમારી માલિકીની વ્યક્તિ છું. તમે શેઠ અને હું નોકર. લગ્નના નામે આવો માલિક - ગુલામનો સંબંધ મને મંજૂર નથી. કાં તો તમે મારી ઉપર શંકા કરવાનું છોડી દો અને કાં તો પછી મને શંકા રાખવા માટેના કોઇ વજુદવાળાં કારણો હોય તો જણાવો. બાકી માત્ર શંકા, માત્ર જાસૂસી, માત્ર અવિશ્વાસ અને માત્ર માલિકીવૃત્તિના તમારા વલણને તાબે થવા હું તૈયાર નથી.

મનમાં આવો રોષ ભભૂકી ઊઠે છે અને મને પતિ સાથે જ છેડો ફાડી નાખવાનું મન થાય છે. મેં લગ્ન કર્યું ત્યારે મેં એવી કલ્પના પણ કરી નહોતી કે આ એક પુરુષના પંિજરામાં હું પંખીની જેમ પૂરાઇ રહી છું.

આવો રોષ ચઢે છે અને બીજી બાજુ એમ થાય છે કે પતિની આવી અકારણ શંકાને બાદ કરતાં તેમનામાં કોઇ ખામી નથી. હું તેમને ચાહું છું. તેમાં પણ મુદલ શંકા નથી. હું તેમની સામે સંપૂર્ણ વિશ્વાસની નજરે જોઉ છું. તેઓ કોઇ ને કોઇ સ્ત્રી સાથે છૂટથી બોલે, તેમને હસાવવા માટે વિનોદ કરે તો હું તો કશી શંકા કરતી નથી. મને મારા પતિની સામે કોઇ વાંધો કે વિરોધ નથી. વાંધો માત્ર તેમની આ શંકાશીલતા છે અને એમની એ શંકાશીલતાના એક માત્ર કારણસર હું પતિને છોડીને જાઉ, તેમની સાથેના સંબંધમાં ભંગાણ પાડું તે પણ મને વ્યાજબી લાગતું નથી. આ સંજોગોમાં કોશિશ કરી પણ તેઓ કોઇ વાત સાંભળવા તૈયાર નથી. એ તો એટલું જ કહે છે કે મને તારો એ પુરુષ મિત્ર ગમતો નથી અને મને તેની દાનતમાં જ શંકા રહ્યા કરે છે. તે મારે ઘેર મારી ગેરહાજરીમાં કે હાજરીમાં આવે તે મને મુદલ પસંદ નથી. એટલે તારે તેને મળવાનું નથી જ આપણા ઘરમાં પણ નહીં અને ઘરની બહાર પણ નહીં. તેની સાથે કોઇ વાતચીત પણ કરવાની નથી. તેનો ટેલિફોન પણ રીસીવ નહીં જ કરવાનો! આમ છતાં તું જો એ પુરુષ - મિત્રને છોડવા તૈયાર ના હોય તો પછી આપણે જ છૂટા પડી જવું પડશે! આ સંજોગોમાં મને કોઇ રસ્તો સૂઝતો નથી. હું સાવ સાચું કહું તો મારા એ પુરુષ મિત્ર માટે મને

સાચી લાગણી છે. મિત્રતાની લાગણી. એથી વિશેષ કશું જ નથી. સ્ત્રી તેના પતિના હુકમ અનુસાર જ મિત્ર રાખી શકે તે વાત મને મંજૂર નથી. હું તેમના પુરુષ મિત્રો, તેમની પત્નીઓ કે તેમના સ્ત્રી - મિત્રો, સાથેના વહેવારમાં કોઇ માથું મારતી નથી. એમને જો આટલી બધી સ્વતંત્રતા હોય તો મને આટલી થોડીક સ્વતંત્રતા પણ નહીં? ફરી વાર ભારપૂર્વક કહીશ કે એ પુરુષ મિત્ર સાથેના મારા સંબંધમાં કશું જ વાંધાજનક નથી. મને મારી જાત પર પૂરો વિશ્વાસ છે અને મારા પતિને હું ચાહું છું તેમાં પણ કોઇ જ શંકા નથી, પછી મારે શા માટે આ બઘું સહન કરવું?

અમને આવો પત્ર લખનાર બહેને રજૂ કરેલી વિગતો સાચી જ હશે તેમ માનીને વિચારી એ તો કહેવું જોઇએ કે તેમના પતિનું વલણ બિલકુલ ગેરવાજબી છે. બહેનના મુદ્દા સાચા જ છે. પત્નીએ કંઇ પતિની માલિકીની વસ્તુ નથી. એ એક સ્વતંત્ર વ્યક્તિ છે. તે એક માણસ છે, લગ્નબંધન એ કંઇ ગુલામીનો કરાર નથી. પણ બીજી બાજુ આ એક જ કારણસર લગ્ન તૂટી પડે તેવી સ્થિતિ ઊભી કરવાનું પણ યોગ્ય નથી.

પતિના મનની ખોટી શંકાઓ દૂર થાય ત્યાં સુધી ધીરજ ધરવાનું વલણ વઘુ વહેવારું ગણાય. ખાસ એટલા માટે કે બહેન પોતે જ સ્વીકારે છે કે તે પોતાના પતિને ચાહે છે અને પતિમાં બીજો કોઇ દોષ નથી.

પ્રેમમા શંકાનું સ્થાન અંગરક્ષકનું હિતરક્ષકનું છે. પ્રેમમાં ઇર્ષા અને શંકા એ બંને દાસીઓનું કામ કરે છે પણ આવી દાસી જ્યારે શેઠ કે શેઠાણીની વિચાર શક્તિને જ કુંઠિત કરી નાખે ત્યારે તે હિતરક્ષક મટીને હિતનાશક બની જાય.

વળી શંકાનું મૂળ જો માત્ર પ્રેમ હોય તો વાંધો નથી આવતો. શંકાનું મૂળ જો માલિકીવૃત્તિ હોય તો તેમાંથી અનર્થ સર્જાય છે. આવા કિસ્સામાં કાં તો લગ્ન તૂટી પડે છે કે પછી લગ્નજીવનમાં ગંભીર વિષમતા-વિખવાદ ઊભા થાય છે. છતાં એક બાબત પરિણીત સ્ત્રી અને પુરુષ બંનેએ સમજવા જેવી છે કે પરિણીત સ્ત્રીને કોઇ પુરુષ મિત્ર હોય કે પરિણીત પુરુષને કોઇ સ્ત્રી-મિત્ર હોય. આ પ્રશ્ને બંને વચ્ચે મુકાબલાની અને પડકારની પરિસ્થિતિ પેદા થવી નહીં જોઇએ. વઘુ વહેવારું માર્ગ એ છે કે પતિ પોતાની પત્નીના પુરુષ મિત્રને પોતાનો મિત્ર પણ ગણે અને એ રીતે તેની સાથે વહેવાર કરે. એ જ રીતે પત્ની પોતાના પતિના સ્ત્રી ચિત્રને પોતાની સખી ગણે. સખી બનાવી લે અને તેની સાથે એ મુજબનો જ વહેવાર કરે.

જો પતિ અને પત્ની આવી સમજદારીથી કામ લે તો બંનેના અલગ મિત્રો બંનેના સમાન સંયુક્ત મિત્રો બની જાય અને આ પ્રશ્ને અકારણ ઘર્ષણને કોઇ અવકાશ જ ના રહે.

છેવટે જે વાત સમગ્ર જીવનને લાગુ પડે છે તે લગ્નજીવનને પણ લાગુ પડે છે અને તે એ કે જીવન - લગ્નજીવન પણ એક સમાધાન છે. આપણે જેને આદર્શ સ્થિતિ ગણતા હોઇએ એ આદર્શ અને વાસ્તવિક્તા વચ્ચે થોડુંક પણ અંતર રહે જ છે એટલે આપણે આદર્શ સ્થિતિની વાત આગળ કરીને એવા આગ્રહો રાખી જ ના શકીએ કે જેથી લગ્નજીવન અશક્ય બની જાય કે ક્લેશ કારક બની જાય.

પતિ અગર પત્નીની બીજી વ્યક્તિ સાથેની વિજાતીય મૈત્રીમાં કેટલીકવાર વિશેષ ખેંચાણ અને

તાણ ઉત્પન્ન થાય તેવું બને છે. આ બહુ નાજુક તબક્કો છે અને આવા તબક્કામાં જો લગ્નના બંને ભાગીદારો એકબીજાની વફાદારીમાં શંકા અને અવિશ્વાસ વ્યક્ત કરીને તેને ખુલ્લી ખેંચતાણનું રૂપ આપે તો લગ્નમાં ભંગાણ પડવાનું જોખમ ઊભું થયા વિના રહેતું નથી. પણ આવા નાજુક સંજોગોમાં અનેક પરિણીત પુરુષો અને પરિણીત સ્ત્રી અને ઉદારતાથી, સહિષ્ણુતાથી અને ધીરજથી કામ લે છે. એથી ઉલટું, પતિ અગર પત્ની જો એવું વલણ અખત્યાર કરે કે તમે તમારા પુરુષ મિત્ર કે સ્ત્રી મિત્ર સાથેનો સંબંધ તત્કાળ કાપી જ નાખો અને એ સંબંધ કાપવો ના હોય તો આપણો સંબંધ જ કપાઇ ગયેલો- પૂરો થઇ ગયેલો સમજી લ્યો તો તો પછી આવું લગ્ન આગળ વધી જ નહીં શકે. આ બાબતમાં શંકા, ઇર્ષ્યા, અવિશ્વાસ અને અહંકારનું વલણ દાખલ કરવામાં આવે તો તે લગ્નને માટે ભારે ઘાતક નીવડે છે. તેને બદલે પતિ કે પત્ની પોતાના જીવનસાથીને ચાહવાનું ચાલુ જ રાખે. તેની લાગણીને માન આપે, તેના સ્વમાનની રક્ષા કરે અને તેને ઉદારતાથી સમજવાની કોશિશ કરે તો લગ્ન અચૂક બચી જાય છે. અને લગ્નના બંને ભાગીદારો એકબીજાથી દૂર ગયા હોય તો પણ પાછા એકબીજાની નજીક આવી ગયા વગર રહેતા નથી.

આપણા પ્રિયજનને જે પ્રિય હોય તેને પ્રિય બનાવી લેવાથી લગ્નજીવનમાં ખુશ્બો વધે છે. આ વાત સ્ત્રી અને પુરુષ એટલે કે પતિ અને પત્ની બંનેને એક સરખી લાગુ પડે છે. લગ્ન કંઇ બે જ વ્યક્તિનો સંબંધ રહી શકતો નથી. પાયાની વ્યક્તિ બે છે. પણ પછી સ્નેહનું વર્તુળ મોટું ને મોટું થતું જાય છે. સ્નેહના આ વર્તુળમાં આપણા પોતાના બાળકો, કુટુંબની અન્ય વ્યક્તિઓ, કુટુંબ સાથેના એક અગર બીજા પ્રકારના સંબંધથી જોડાયેલી વ્યક્તિઓએ સૌને સામેલ કરવાં પડે છે.

રેણુકા

 

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved