Last Update : 01-May-2012, Tuesday

 
સંબંધની વેલ ‘વિશ્વાસ’ના સંિચનથી ચિરંતન બને છે
 

- કોઈનું પણ દિલ જીતવા પ્રથમ ભરોસાપાત્ર બનવું જરૂરી છે. બીજાની અંગત વાતો જયાં-ત્યાં જાહેર નહિ કરનાર અને પોતાની ભૂલો જાહેરમાં સ્વીકારનાર સૌના પ્રિય પાત્ર બની રહે છે

 

મારા એક પરિચિત બહેન ક્યારેય પણ કોઈની સાથે દિલથી કે લાગણીથી જોડાતાં નથી, જ્યારે પણ કોઈ તેમની સાથે વાતચીત કરે ત્યારે તેમાં પૂરેપૂરા ભાગીદાર બને છે. પરંતુ જેવા સંબંધિત વ્યક્તિથી છૂટાં પડે કે તેના વિશે બિલકુલ વિચારતા નથી! તેમનું માનવું છે કે આવી રીતે વ્યક્તિએ પોતાનામાં મસ્ત રહેવું જોેઈએ. આનાથી કોઈ પણ પ્રકારની તાણ રહેતી નથી અને વ્યક્તિ સુખી રહે છે. મને તેમની આ વાત થોડી અટપટી લાગી. તેમનો હેતુ સારો હોઈ શકે. પરંતુ તેને પૂર્ણ કરવાની રીત યોગ્ય નથી. કારણ કે માનવી એક સામાજિક પ્રાણી છે તેથી સમાજમાં પોતાની જુદી ઓળખ બનાવવા માટે, પોતાનાં કામકાજ કરવા માટે તેને ઘણા લોકોની સાથે સંબંધ બાંધળા તેમજ નિભાવવા પડે છે. પરંતુ માત્ર પોતાનુ ંકામ કઢાવવાના ઉદ્દેશથી જો તમે સંબંધ રાખો તો તમારું કામ તો થઈ જશે પરંતુ કોઈ પર સારી છાપ પાડી શકશો નહીં કે કોઈના દિલમાં પણ જગ્યા બનાવી શકશો નહીં, તેથી જો સમાજમાં રહેવું હોય તો સામાજિક તેમજ પારિવારિક જવાબદારીઓની પૂર્તિ કરવા માટે એવી રીતે સંબંધ નિભાવવા જોઈએ કે જેથી તમારી પાછળ પણ લોકો તમને યાદ કરે. તમારા વ્યક્તિત્વમાં નીચે જણાવેલી બાબતોને સામેલ કરો અને પછી જુઓ કે કેવી રીતે તમે બીજાનાં દિલમાં જગ્યા બનાવો છો.
મનુષ્ય એકમાત્ર એવું પ્રાણી છે કે જેને પ્રકૃતિએ ભાવનાથી સભર બનાવ્યો છે. તેથી તેની ભાવુકતાની મજાક કરવી અને તે પ્રત્યે સંવેદનહીન હોવું એ માણસાઈ ન કહેવાય. ભાવનાઓને લીધે જ મનુષ્ય બીજા જોડે સંકળાયેલો છે. સમાજના બધા જ સંબંધોનું મૂળ ભાવના જ છે. જો કોઈ તમારી પ્રત્યે સારી ભાવના રાખતું હોય તો તેના પ્રત્યે સન્માન રાખો. તમારી આજુબાજુના લોકોનું દર્દ તમે પણ અનુભવતા શીખો. અતિ ભાવુક્તા આફતોનું કારણ હોય છે, પરંતુ એનો અર્થ એવો નથી કે તમે સંવેદનશૂન્ય બની જાઓ અને બીજાની તકલીફથી તમને કોઈ ફેર જ ન પડે. એ સાચું છે કે આજના ઝડપી યુગમાં મનુષ્ય પોતાના સ્વાર્થની પૂર્તિમાં જ પરોવાયેલો રહે છે, પરંતુ થોડો સમય બીજા લોકો માટે પણ કાઢવો જોઈએ અને પછી જુઓ કેવી રીતે તમે તમારી આજુબાજુના લોકોના દિલ પર રાજ કરો છો! નોકરી હોય કે અન્ય સામાજિક સંબંધ, તમારા સંપર્કમાં આવતા વ્યક્તિઓનું ઘ્યાન રાખો. તેમના જન્મદિવસ ઉપર શુભકામનાઓ આપીને, તેમની કોઈ સમસ્યાનું સમાધાન કરીને તહેવાર નિમિત્તે કે અન્ય કોઈ પણ નાના-મોટા કાર્યક્રમ વેળાએ ભેટસોગાદ આપીને વગેરે નાની બાબતોનું ઘ્યાન રાખીને તમે તેમનું દિલ જીતી શકો છો.
એ ખરું કે આજના જમાનામાં પોતાના માણસો ઉપર પણ વિશ્વાસ મૂકવો મુશ્કેલ થઈ પડ્યું છે. તેમ છતાં પોતાને થોડા ઉદાર બનાવો. તમારી ચારે બાજુ અવિશ્વાસની જેલ બનાવીને તેમાં તમને પોતાને કેદ ન કરશો. તેનાથી તમારા મિત્રો-સમાજ મર્યાદિત થઈ જશે. તમે તમારી અને બીજાની વચ્ચે એક દીવાલ ઊભી કરી લેશો, જેનાથી નુકસાન તમને જ થશે. કોઈની નજીક જવા માટે જરૂરી છે. સંવાદોની આપ-લે, બંને બાજુથી થાય. જો તમે ધીરજપૂર્વક બીજાની વાતો સાંભળતા રહેશો પરંતુ તમારા પોતાના વિશે કશું જ નહીં બોલો તો, સામેવાળી વ્યક્તિને લાગશે કે તમારી ભાવના સ્પષ્ટ નથી. માટે પોતાને પ્રગટ કરવું પણ અતિ આવશ્યક છે. મીઠું બોલવાનો અર્થ એવો નથી કે શબ્દોને ચાસણીમાં બોળીને પોતાની વાત કહેવી, પરંતુ એવું અવશ્ય બોલો જે સાંભળનારને ખોટું ન લાગે. કડક અવાજમાં અથવા આદેશાત્મક ભાષામાં તમે જે કામ ન કરાવી શકોે તે કોમળતા કે આદરથી બોલીને કઢાવી શકાય. વાતચીતમાં વપરાતા શબ્દો અને બોલવાની રીતનું વિશેષ ઘ્યાન રાખવું જોઈએ. કેટલીક વાર તમારો ઉદ્દેશ કોઈનું મનદુઃખ કરવાનો નથી હોતો, પરંતુ તમારા બોલવાની રીતે એવી હોય છે કે સાંભળનારને ઊંડે સુધી દુઃખ પહોંચાડે છે. હંમેશા બીજાઓની મદદ માટે તૈયાર રહેવું જોઈએ. ભલે તમે ગમે તેટલી તકલીફમાં ફસાયેલા હો. બીજાની સમસ્યાનું સમાધાન શોધીને તમને આત્મસંતોષ તો મળશે જ. ઉપરાંત તમને તમારી સમસ્યાના સમાધાન માટે કોઈ નવું જ સાહસ પ્રાપ્ત થશે. પરેશાની ભલે નાની હોય કે મોટી પરંતુ બને તેટલી બીજાને મદદ કરવાનો પ્રયત્ન કરો. બીજાના કામમાં સહયોગ આપવાથી તેમનો ભાર હળવો થશે. પોતાની કોઈ વસ્તુ બીજાને આપીને તમે મદદ કરી શકો છો. મુસીબતમાં મળેલી મદદને વ્યક્તિ ક્યારેય ભૂલતો નથી. જો કોઈ વ્યક્તિ તમારા પર વિશ્વાસ મૂકીને પોતાની કોઈ અંગત વાત કહે તો તમારી એ ફરજ છે કે તમે તેના વિશ્વાસની કદર કરો અને એ વાત પોતાના સુધી જ ગુપ્ત રાખો. જો તમે એમ નહીં કરો તો તે વ્યક્તિ તમારા પ્રત્યેનો વિશ્વાસ ગુમાવી બેસશે અને ભવિષ્યમાં તે પોતાનાં દિલની કોઈ પણ વાત તમને કહેતાં અચકાશે અને આવી રીતે તમે કોઈના દિલમાં સ્થાયી જગ્યા નહીં બનાવી શકો. તેથી જો ચાડી ખાવાની ટેવ હોય તો તરત જ છોડી દેજો. કોઈનું દિલ જીતવા માટે પોતાની ભૂલનો સ્વીકાર કરવો જરૂરી છે. માની લો કે તમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે અને તેનાથી કોઈનું મન દુઃખ થયું છે. તો તેવા સંજોગોમાં પોતાની ભૂલ સ્વીકારીને પશ્ચાતાપ કરવો તે પૂરતું નથી. જ્યાં સુધી તમે પ્રત્યક્ષ રીતે ભૂલનો સ્વીકાર નહીં કરો ત્યાં સુધી બીજાને ખ્યાલ કેવી રીતે આવશે કે ખરેખર તમને ભૂલોનો અહેસાસ થયો છે. ઘણીવાર અજાણતાં કેટલીક ગેરસમજ ઊભી થઈ જાય છે. આવા સંજોગોમાં તેને તેના હાલ પર છોડીને નિશ્ચંિત બનશો નહીં, પરંતુ સામસામે વાતચીત કરીને ગેરસમજને દૂર કરવાનો પ્રયત્ન કરો. હંમેશાં ઘ્યાનમાં રાખો કે મૌન એ સંબંધોમાં શિથિલતા ઉત્પન્ન કરી દે છે. માટે સંવાદ દ્વારા આવા સંબંધોની ઉષ્ણતા બનાવી રાખવી જરૂરી છે.
નયના

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved