Last Update : 01-May-2012, Tuesday

 
પરસેવો ભલે નીતરે પણ 'વાસ' ન મારે
 

ગરમીના દિવસો શરૃ થાય ત્યારે એક ફરિયાદ પ્રત્યેક વ્યક્તિની સાંભળવા મળે છે કે શરીરમાં પરસેવો બહુ થાય છે, કપડાં પહેર્યા કે તરત જ તરબતર થઈ જાય! કેટલાકના પરસેવામાંથી તો એટલી દુર્ગંધ આવતી હોય છે કે પાસે બેસવું પણ મુશ્કેલ થઈ જાય!
પરસેવાની એક મોટી મુશ્કેલી એ છે કે ચહેરા પર લગાડેલો મેક-અપ પળવારમાં તો રેલાઈ જાય, આ બધી તકલીફો સામે પંખાની હવા કે એરકન્ડિશન્ડની અપેક્ષા કેવી રીતે રાખી શકાય.
ગરમીમાં પરસેવો અનિવાર્ય છે. વિજ્ઞાાનના નિષ્ણાતો કહે છે કે તંદુરસ્ત વ્યક્તિનો પરસેવો ગંધરહિત હોય છે. શરીરની હજારો નાની નાની પ્રસ્વેદ ગ્રંથિઓ ત્વચા પર પરસેવો સર્જ્યા કરે છે, પ્રાણીઓને પણ ઓછા વત્તા પ્રમાણમાં પરસેવો થાય છે. ખૂબ શારીરિક પરિશ્રમ કર્યા પછી પણ પરસેવો થાય છે. કહેવાય છે કે પરસેવામાં ક્ષારનું પ્રમાણ ૨ ટકા જેટલું હોવાથી સ્વાદ સહેજ ખારાશ પડતો ને રંગ સહેજ પીળા રંગને મળતો હોય છે. માનસિક અને શારીરિક પરિતાપ હોય ત્યારે પણ પરસેવો થાય છે. ખૂબ ચિંતા ભય, આતુરતાની લાગણીઓની મનઃસ્થિતિમાં પરસેવોે થાય છે.
પરસેવો ઉપરના ગમે તે કારણસર થાય પણ જો તે હવામાં ઊડી જાય તો તેમાંથી ગંધ પેદા થતી નથી. આમે પરસેવો ગંધરહિત હોય છે. પરંતુ જ્યારે પરસેવો જમા થાય તે તેમાં જીવાણું પેદા થાય ત્યારે તેમાંથી ગંધ પેદા થાય છે, કપડામાં ડાઘ પડે છે. પરસેવો શરીરની સ્વચ્છતા માટે અનિવાર્ય હોવા છતાં તેનાથી ગંદકી થતી અટકાવવી પણ એટલી જરૃરી છે, પરસેવો ભલે થાય પણ તેને સહેજ સંભાળી લો. ઉનાળામાં ગરમીનું, પરસેવાનું એક ઉત્તમ મારણ ઠંડુ પાણી છે. સ્નાન એક એવી તાજગી ભરી દે છે જે સ્વચ્છતા આપે છે. ગરમીમાં બે-ત્રણ વાર અને સૂતી વખતે ખાસ સ્નાન કરી લેવું જોઈએ. નિષ્ણાતો તો કહે છે ઠંડી ઋતુમાં પણ હુંફાળા પાણીથી સ્નાન કરી લો.
સ્નાન પછી શરીર બરોબર કોરૃં કરી ટેલ્કમ પાવડરનો છૂટથી ઉપયોગ કરો. ખાસ કરીને સાંધાવાળા ભાગોમાં વિશેષ પરસેવો થાય છે. બગલ, ગુપ્તભાગ, પગના ઘુંટણ, આંગળીઓના જોડાણ, ગળું અને કપાળમાં વિશેષ પરસેવો થાય છે, વાળમાં પણ પાણી નીતરે છે, જરૃરી બધા જ ભાગોમાં પાવડરનો છૂટથી ઉપયોગ કરો. પરસેવા સામે ટકી રહેવા માટે પાવડર એ ઉત્તમ વસ્તુ છે.
વસ્ત્રો પણ પરસેવા માટે મહત્ત્વની બાબત બની જાય છે. ગરમીમાં સુતરાઉ કાપડની પસંદગી યોગ્ય છે. ખાસ કરીને ટર્કીશ ટોવેલ, ટી-શર્ટ શર્ટ ઉપયોગી બને છે. પાતળા, ખુલતા અને આર(સ્ટાર્ચ) વગરના, વજન વગરના વસ્ત્રો આશીર્વાદરૃપ બને છે. સીન્થેટીક, નાયલોન, ટેરીન વગેરે બધા વસ્ત્રો પરસેવાને ચુસતા ન હોવાથી હેરાનગતિ ઊભી કરી છે. શરીર સાથે તે ચોંટી જાય છે.
વસ્ત્રોની પસંદગી સાથે તેના રંગની પસંદગી પણ મહત્ત્વની બને છે. ઘેરા, કાળા, તડક-ભડક રંગોેના બદલે આછા સફેદ રંગો આવકાર્ય છે જે સૂરજના કિરણો સામે લડી શકે છે. ખાદી ઉત્તમ છે.
દિવસ દરમિયાન કે પ્રત્યેક સ્નાન પછી વસ્ત્રો બે-ત્રણવાર બદલી નાંખવા જોઈએ.
સ્નાન વખતે પાણીમાં સુગંધીત દ્રવ્યો યુ.ડી. કોેલન, સુખડ કે ગુલાબજળના ટીપાં નાંખવાથી તાજગી રહે છે. કહે છે કે શરીરમાં પાચનક્રિયા પણ વ્યવસ્થિત ન હોય તો પરસેવો ગંધાય છે તેથી તેને પણ સુધારી લેવી જોઈએ.
બૂટ,ચંપલ મોજામાંથી પણ એક પ્રકારની વિચિત્ર વાસ આવી જાય છે, બને તો તેના પર પાવડર ચોપડો પછી ચહેરો-અથવા ખુલ્લાં ચંપલ પહેરો જ્યાં જ્યાં પરસેવો થાય ત્યાં કાર્બોલિક પાવડર, કોલટાર, કે બીજા એન્ટીસેપ્ટિક સાબુ વડે એ ભાગને ધોવા જરૃરી થાય છે. તે પછી બોરીક પાવડર હાઈડ્રોજન પેરોક્સાઈડ લગાડવો જોઈએ અને ધોઈને તડકે સૂકવવા જોઈએ.
ખૂબ જ પરસેવો અને તેની ગંધ સામેનું એક પ્રસાધન એન્ટી પસ્પીરન્ટ અને ડીઓડરન્ટ છે. સ્કીન એસ્ટ્રીજન પણ ચહેરા માટે ઉપયોગી થઈ શકે. એન્ટી પસ્પીરન્ટ લગાવવાથી પરસેવો ઓછો થાય છે અને ડીઓડરન્ટ પરસેવાની ગંધને દૂર કરે છે.
પરસેવો થતો હોય ત્યારે મેક-અપનો ઉપયોગ બંધ કરી માત્ર પાવડર લગાવવો જોઈએ. ચહેરા પર માત્ર પાવડર, રૃઝ કે બ્લશરનો ઉપયોગ કરવો જોઈએ. કોમ્પેક્ટ પાવડર પણ ચહેરા પર લગાડી શકાય. મેક-અપ લગાડવો જ પડે તો લગાવ્યા પછી બરફના પાણીમાં સ્પોન્જ કે રૃ બોળીને, નીચોવીને ચહેરા પર દબાવવાથી મેક-અપ નીતરી ન જતાં સેટ થઈને રહે છે. બહાર જાવ ત્યારે એબ્સોર્બન્ટ સાથે રાખવાથી તેને પરસેવો પર દબાવી વધારાનો પરસેવો લુછી લેવાય છે. પરસેવો રૃમાલથી ભાર દઈને લુછવો જોઈએ એ સાચી પધ્ધતિ છે.
કેટલાંક ખોરાક પણ પરસેવાની વાસ ઉત્પન્ન કરે છે. જેમ કે ડુંગળી, લસણ મુળો એ બધા શ્વાસમાંથી વાસ પેદા થાય છે. ખોરાકની પધ્ધતિ સાથે પરસેવાની વાસ સંકળાયેલી છે. તેથી તેમાં પણ ફેરફાર કરવો જોઈએ.
આટલી બધી કાળજી રાખ્યા પછી પરસેવો કે પરસેવાની ગંધ, તમને પરેશાન કરશે નહીં, અને તમે તાજગીભર્યા રહી શકશો.
રેણુકા

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved