Last Update : 01-May-2012, Tuesday

 
સેક્સની સમજદારીમાં છે, સુખી લગ્નજીવનની તરફદારી
 

મનોવૈજ્ઞાનિકો, સમાજશાસ્ત્રીઓ, શિક્ષણશાસ્ત્રીઓ અને ધર્મગુરુઓએ સેક્સની અલગ અલગ વ્યાખ્યા આપી છે, ક્યારેક સેક્સને કલાનું નામ આપવામાં આવ્યું તો ક્યારેક જરૂરિયાતનું, પરંતુ પ્રેમભરી જંિદગી જીવવા માટે સૂતાં પહેલાં સેક્સ જરૂરી છે. આ એક એવી સુખાનુભૂતિ છે જે ચરમસીમા સુધી વ્યક્તિને આનંદથી તરબોળ કરી દે છે. સેક્સ એવી ક્રિયા છે જે વૃઘ્ધાવસ્થાને ખૂબ દૂર રાખે છે. જેનું સેક્સજીવન સુખી હોય છે તેને રાત્રે ખૂબ સારી ઊંઘ આવે છે તથા દિવસ દરમિયાન તે સ્ફૂર્તિનો અનુભવ કરે છે.

જો કે ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રોજન નામના સેક્સ હોર્મોનનો સ્ત્રાવ સવારે ૪ વાગ્યાની આસપાસ વઘુ થાય છે. આ જ કારણે ઘણાં સ્ત્રી-પુરુષોને સવારે સેક્સની ઈચ્છા થતી હોય છે. તેથી આ સમય ઘ્યાનમા રાખીને એકબીજાની ઈચ્છા પૂરી કરવી જોઈએ. આ સમય સેક્સ માટે સારો છે અને તેમાં વધારે ઊર્જાની જરૂર પડતી નથી. એ પણ સાચું છે કે સેક્સ ક્રિયા પછી આપોઆપ જ ખૂબ સારી ઊંઘ આવી જતી હોય છે.

સેક્સ કોઈ નિષેધાત્મક વિષય નથી કે જેની ચર્ચા ન થઈ શકે. સેક્સની સંતુષ્ટિ અને અસંતુષ્ટિ સાથે તો વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય જોડાયેલું હોય છે. જે વ્યક્તિ પોતાના જીવનસાથીથી સંતુષ્ટ નથી હોતી તે હીનભાવનાની શિકાર બને છે.

સેક્સ કરતી વખતે પ્રેમાલાપનું પણ ઘણું મહત્ત્વ હોય છે. જેવી રીતે ગરમ ચા સ્વાદિષ્ટ અને ઠંડી સ્વાદ વગરની લાગે છે, તેવી રીતે મઘુર ડાયલોગ સેક્સ સંબંધને વઘુ મઘુર બનાવે છે. પોતાના સાથી દ્વારા બોલાયેલા શબ્દો વર્ષો સુધી તેના તરફ આકર્ષે છે. અને સ્ત્રી હોય કે પુરુષ ભટકતાં બચી જાય છે. તેથી સેક્સ કરતી વખતે મુક્ત મને પ્રશંસા કરવી જોઈએ.

સેક્સ પ્રેમ, પરસ્પર લગાવ તથા આત્મીયતાની સશક્ત અભિવ્યક્તિ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. જો તાદાત્મ્યજીવન આ સુખાનુભૂતિથી ભરેલું હશે તો જીવનમાં લાખો મુશ્કેલીઓ આવવા છતાં પણ પતિ-પત્ની હસતાં મોઢે સામનો કરી શકે છે. આથી ઊલટું પતિ-પત્નીમાંથી કોઈ પણ એક સેક્સ પ્રત્યે નિરાશ હશે તો તેમના દામ્પત્યજીવનમાં ખતરો ઊભો થાય છે. સેક્સ જ લગ્નજીવનની કરોડરજ્જુ ગણાય છે. તેને સમયે સમયે મજબૂત બનાવવામાં જ પતિ-પત્નીની સમજદારી છે. તેમાંય સૂતાં પહેલાંનો સેક્સ સંજીવનીનું કાર્ય કરે છે. સેક્સ ક્રિયાઓમાં નવીનતા લાવવી, સેક્સ કરતી વખતે નિતનવા ડાયલોગ અને પાર્ટનરને સુખ મળે તેવા કોમ્પ્લિમેન્ટ જ તેના મૂડને જાળવી રાખે છે. અને તેના આનંદદાયક સુખ માટે તૈયાર કરે છે અને આ જ કારણે પતિ-પત્નીથી અલગ થવાની અને મોડી રાત સુધી બહાર રહેવાની કલ્પના પણ કરી શકતો નથી. પતિની પ્રિયા બનાવવામાં જ સમજદારી છે.

અંકિતા

 

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved