Last Update : 01-May-2012, Tuesday

 
ચિર-યૌવનનો સંકેત છે સ્વસ્થ ‘સેક્સ-લાઈફ’
 

ડોક્ટર્સ કહે છે કે જાતીય સક્રિયતાને યુવાન દેખાવામાં અને લાંબુ જીવન પ્રાપ્ત કરવા સાથે સંબંધ છે. શું સમયાંતરે કરવામાં આવતું જાતીય સંવનન સ્વાસ્થ્ય ખુશહાલ રાખે છે? અથવા ખુશહાલ સ્વાસ્થ્ય નિયમાનુંસારનું જાતીય જીવન શક્ય બનાવે છે? મેં આ અંગે ૭૭ વર્ષના મિત્ર મનોજ પટેલને તેમના જાતીય જીવન વિશે પૂછ્‌યું ત્યારે તેઓ તાબડતોબ બોલી ઉઠ્યા, ‘‘અમે દિવસમાં બેવાર પ્રણયક્રિયા કરીએ છીએ.’’
‘‘તમે એ રોજ કરો છો?’’ મેં પૂછ્‌યું.
‘‘એવું તો નથી કે એ ટાઈમટેબલ અમે દીવાલ ઉપર લખી રાખ્યું હોય?’’ પટેલ બોલ્યા, ‘‘પણ અમે રોજ કરીએ છીએ.’’
હકીકતમાં નિયમિત જાતીય જીવને પટેલને જુવાની બક્ષી છે. સપ્તાહમાં લગભગ બેવાર જાતીય આનંદ માણો તો તમે સપ્તાહમાં એકવાર જાતીય આનંદ માણો તેના કરતાં તમારી વાસ્તવિક ઉંમર કરતાં ૧ વર્ષ ૬ મહિના વઘુ યુવાન લાગો છો. અલબત્ત, તમારી આ વાસ્તવિક ઉંમરનો સંબંધ જૈવિક સંદર્ભમાં છે, કાળાનુસાર નથી.
ડિસેમ્બર-૧૯૭૯ના વર્ષમાં બ્રિટિશ મેડિકલ જર્નલમાં ‘સેક્સ એન્ડ ડેથઃ આર ધે રીલેટેડ? (જાતીય જીવન અને મૃત્યુઃ બંને પરસ્પર સંબંધિત છે?) શીર્ષક હેઠળ એક રસપ્રદ અભ્યાસ છપાયો હતો. જાતીય જીવન અને મૃત્યુદર વચ્ચેનો સંબંધ શોધવાના કેટલાક પ્રયાસમાં આ અભ્યાસમાંથી એવું તારણ બહાર આવ્યું હતું કે જે પુરુષે (આ અભ્યાસ ના સમયે) અઠવાડિયામાં બેવાર જાતીય આનંદની ચરમસીમા અનુભવી છે તેના માટે, ઓછો જાતીય આનંદ પામનાર પુરુષની સરખામણીમાં આગામી દસવર્ષમાં વિવિધ કારણોને લીધે મૃત્યુનું જોખમ અડઘું થઈ જાય છે. સંશોધન કારોના અભ્યાસ પરથી એમ કહી શકાય કે પુરુષ જો વઘુ જાતીય આનંદ લે તો તે વઘુ દીર્ઘાયુ પામે છે. મનોજ પટેલના સંદર્ભે આ અભ્યાસ લાગુ કરીએ તો તેમની વાસ્તવિક્ ઉંમર લગભગ આઠ વર્ષ વઘુ હોઈ શકે છે.
મનોજ પટેલ એકદમ દેખાવડા, યુવાન, ખંતીલા અને ઘણી પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સામેલ છે. આજે પણ એ કોમ્પ્યુટર સિસ્ટમના એક નિષ્ણાત ડેવલપર તરીકે કામ કરે છે. ૬૭ વર્ષના પત્ની સાથે તેમનો અવિચળ અને વિધાયક સંબંધ છે. જાતીય અંતવિરામ નિયમબઘ્ધ માણતા હોવા છતાં બીજી અન્ય કેટલીક બાબત છે. જે તેમને યુવાન બનાવી રાખે છે. તે નિયમિત છે. આ રીતે તે ‘સ્લીમ’ રહે છે. છેલ્લા એકાદ દાયકાથી તેઓ તેમના બંગલાની પાછળના ભાગમાં શ્રમ પડે તેવું ખોદકામ, પથ્થર હટાવવાની પ્રવૃત્તિ કરે છે અને જરૂર પડે ત્યારે લાકડાં પણ ફાડે છે. વર્ષોથી તે નિયમિત અને તીવ્રતાથી કસરત કરે છે.
ફરી એકવાર, આ સંદર્ભે પ્રશ્ન થાય કે જાતીય આનંદ સાચે જ જીવનદોર વધારે છે. અથવા હાર્ટએટેક અટકાવે છે? આ દાવો જો કે પૂરવાર કરવો અઘરો છે. હા જાતીય આનંદ અને તંદુરસ્ત જીવન મોટાભાગના અમારા અભ્યાસ અને નિરીક્ષણ મુજબ પરસ્પર સંબંધ ધરાવે છે, પરંતુ આમાંથી મરધી કઈ અને ઈંડું કયું? તે પ્રશ્ન છે. જાતીય આનંદ સ્વસ્થ જીવનપ્રેરક છે અથવા સારું સ્વાસ્થ્ય નિયમિત જાતીય જીવન શક્ય બનાવે છે?
દીર્ઘાયુ અંગેનો એક અભ્યાસ ૧૯૫૦માં ડ્યૂક યુનિવર્સિટીમાં શરૂ થયો હતો અને ડિસેમ્બર-૧૯૮૨માં ‘જીરોન્ટોલોજિસ્ટ’નામના એક જર્નલમાં તે પ્રસિઘ્ધ થયો હતો. આ અભ્યાસમાં એવું તારણ હતું કે, પુરુષનું નિયમિત જાતીય સંવનન અને સ્ત્રીને પ્રાપ્ત થતો જાતીય આનંદ દીર્ઘાયુ વધારે છે. એક બીજા અભ્યાસ મુજબ જાતીય જીવનનો અસંતોષ હૃદય સંબંધી બીમારીઓ લઈ આવે છે. નવેમ્બર-ડિસેમ્બર ૧૯૭૬માં ‘સાયકોસોમેટિક મેડિસિન’ જર્નલમાં પ્રસિઘ્ધ થયેલા અભ્યાસમાં દર્શાવ્યું હતું કે, હૃદયરોગ (ગંભીર માયોકાર્ડિયલ ઈનફાક્ષન) ધરાવતી સો મહિલાની સરખામણીમાં હૃદયરોગ નિયંત્રિત જૂથની મહિલાઓમાં ઉદાસીન જાતીય જીવન અને અસંતોષનું પ્રમાણ ૨૪ ટકા હતું જ્યારે કોરોનરી મહિલા દર્દીઓમાં તે પ્રમાણ ૬૫ જ ટકા જેટલું માલૂમ પડ્યું હતું. આ અભ્યાસમાં જાતીય આનંદ કે નિયમિતતા અને દીર્ઘાયું કે અન્ય બાબતો વચ્ચેનો પારસ્પરિક સંબંધ શોધાયો હતો. તેમ છતાં પહેલું ઈંડું કે મરઘીવાળો પ્રશ્ન અહીં અનુત્તર રહ્યો હતો.
સ્કોટલેન્ડની રોયલ એડિનબર્ગ હોસ્પિટલમાં ઓલ્ડએજ સાયકોલોજી ડિપાર્ટમેન્ટના વડા ડેવિડ વીક્સના પુસ્તકકારે પ્રસિઘ્ધ થયેલા સિક્રેટ્‌સ ઓફ ધ સુપરયંગ નામના લાંબા ગાળાના અભ્યાસમાં એવું બહાર આવ્યું હતું કે યુવાન દેખાવાના ચાવીરૂપ તત્ત્વો ‘એક્ટિવ’ રહેવામાં અને ખુશહાલ જાતીય જીવન જાળવી રાખવામાં રહેલાં છે. ૩૦ થી ૧૦૧ વર્ષની વયજૂથના ૩૫૦૦ લોકોના ઉપર અભ્યાસ પરથી વીક્સે એવું શોઘ્યું કે જાતીય આનંદ તમને ચાર અને સાત વર્ષ વચ્ચેના યુવાન બનાવવામાં મદદરૂપ બને છે. પોતાની શોધને સૈદ્રાંતિક સ્વરૂપ આપતાં, વ્યવસાયિક ન્યુરોસાય કોલોજિસ્ટ એવા વીક્સે, આ બાબતો તાણ ઘટાડવામાં, વ્યાપક સંતોષ મેળવવામાં અને સારી નંિદ્રા લેવામાં ઉપયોગી ગુણધર્મ તરીકે સ્થાપી.
મારા વર્ષોના તબીબી અનુભવ અને સંશોધનોના અભ્યાસ પરથી મે જોયું છે કે જાતીય આનંદ આપણને યુવાન રાખે છે કેમ કે, તે તાણ ઓછી કરે છે. આપણને રીલેક્સ રાખે છે. મૈત્રી વધારે છે તથા અંગત સંબંધોમાં ઉપયોગી બને છે. અલબત્ત, ખુશહાલ જાતીય આનંદ અને દીર્ઘાયું વચ્ચેના કારણ દર્શક અને અસરકારક સંબંધો હજુ સુધી કોઈ અભ્યાસમાં પુરવાર થયેલા નથી, પરંતુ જાતીય આનંદ અને તંદુરસ્તી અન્યોન્ય રીતે એક નૈતિક ચક્રાકારે અહીં લાભપ્રદ કામ કરતાં હોવાનું જણાવ્યું છે.
જાતીય આનંદ અને પ્રૌઢ
જ્હોન ડબલ્યુ રોવ અને રોબર્ટએસ, કાહ્‌ન નામના બે તજજ્ઞો દ્વારા લખાલેયા મેકઆર્થર ફાઉન્ડેશન રિપોર્ટ ‘સકસેસફુલ એજંિગ’ મુજબ વીસ વર્ષની વયના યુવકોને (ખાસ કરીને તેમનાં માતાપિતા અંગે) પૌઢ વ્યક્તિઓએ જાતીય આનંદ માણવાનું ચાલુ રાખવું જોઈએ તેવું સાંભળીને શરમ આવતી હોય છે. ૬૮ વર્ષની વયે ૭૦ ટકા પુરુષો જાતીય રીતે નિયમિતપણે સક્રિય હોય છે, પણ આ સંખ્યાવારી ૭૮માં વર્ષે ૨૫ ટકા સુધી ઘટી જાય છે તે મતલબના નવેમ્બર ૧૯૭૪માં અમેરિકન જેરી આફ્રિક્સ સોસાયટીના જર્નલમાં પ્રસિઘ્ધ થયેલા ડ્યૂક યુનિવર્સિટીના અભ્યાસને તેમણે ટાંક્યો હતો.
આક્રાઈઝ ઓફ ઈન્ટરનલ મેડિસનના જાન્યુઆરી-૧૯૯૦ના અંકમાં પ્રસિઘ્ધ થયેલા અભ્યાસ મુજબ પરણેલા પુરુષો પૈકીના ૬૦થી વઘુ વયના ૭૪ ટકા પુરુષો જાતીય રીતે સક્રિય હોય છે જ્યારે આ પ્રમાણ પરિણીત સ્ત્રીઓમાં ૫૬ ટકા જેટલું હોય છે. એ જ રીતે આર્કાઈઝ ઓફ સેક્સ્યુઅલ બીહેવીયરમાં એપ્રિલ-૧૯૮૮માં પ્રસિઘ્ધ થયેલા ‘સેક્સ્યુઅલ ઈન્ટરેસ્ટ એન્ડ બીહેવીયર ઈન હેલ્ધી ૮૦ ટુ ૧૦૨ યર ઓલ્ડ્‌ઝ’ (૮૦ થી ૧૦૨ વર્ષો તંદુરસ્ત વૃઘ્ધોમાં જાતીયરસ અને વર્તણૂક) શીર્ષક હેઠળના અભ્યાસમાં એવું બહાર આવેલું કે ૬૩ ટકા પુરુષો અને ૩૦ ટકા સ્ત્રીઓ હજુ પણ જાતીય સંવનન કરતા હતા.
મારા મત મુજબ ૮૦ કે તેથી વઘુ વર્ષની વયમાં દર ૧૦૦ સ્ત્રી સામે ૩૯ પુરુષમાં તકનો અભાવ આ પ્રકારના જાતિભેદમાં વ્યાપક સ્તરે ગણનામાં હોવો જોઈએ. પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ કાલાનુક્રમે ઘટતો જતો હોવાથી તેની જાતીય ભૂખમાં ક્રમશઃ ઘટાડો થવાનો અનુભવ તેને થાય છે. સામે પક્ષે સ્ત્રીઓમાં મેનોપોઝના પગલે થતાં અંતઃસ્ત્રાવમાં ખૂબ સંકુલ ફેરફારોના પરિણામે તેની વ્યાપક અસરો તે અનુભવતી હોય છે. દાખલા તરીકે કવિતા નામની ૬૬ વર્ષની સ્ત્રીએ હોર્મોન રીપ્લેસમેન્ટ થેરપિ શરૂઆતના તબક્કે જ પ્રારંભી દીધી હોવાની હકીકતને નિમિત્ત બનાવવા છતાં આટલાં વર્ષોમાં ક્યારેય જાતીય એષણામાં ઘટાડાનો કોઈ અનુભવ કર્યો નથી. ‘‘મારા પોતાના કિસ્સામાં, જાતીય તીવ્રતા મેનોપોઝ સાથે સંકળાયેલી નથી. પણ મારા જીવનમાં અલગ અલગ સમયે મેં જાળવેલા સંબંધોને એ આભારી છે.’’ બે બાળકની માતા અને એક બાળકની દાદી એવાં કવિતા કહે છે, ‘‘૬૦માં વર્ષે પણ જ્યારે તે પ્રણયક્રીડામાં રત બને છે ત્યારે પોતે જાતીય આનંદ કાયમની જેમ જ અનુભવ કરે છે.’’
અન્ય સ્ત્રીઓ કામેચ્છાના ઘટાડા સાથે મેનોપોઝ પછી ઘણીવાર ઉત્પન્ન થતાં નિમ્ન ટેસ્ટોસ્ટેરોન લેવલની પ્રતિયોગી બની રહે છે. દસ વર્ષ પહેલાં સુધા શાહને હિસ્ટરેક્ટોમીની તકલીફ ઊભી થતાં તે સંપૂર્ણ હતાશ થયાં હતાં અને જાતીય જીવન કે અન્ય કામમાં મન પરોવી શક્તાં નહોતાં. એસ્ટ્રોજનની સારવાર છતાં, તેમની આ તકલીફ ચાલુ રહીં.
અલબત્ત, તેમણે આ સમસ્યાનું સમાધાન શોધવાના પ્રયાસ ચાલુ રાખ્યા અને જ્યાં સુધી મઘ્યમવયની મહિલાઓમાં કામેચ્છાની પુનઃસ્થાપના માટેના ટેસ્ટોસ્ટેરોનના નાનાં ડોઝના ઉપયોગની જાણકારી મળી ત્યાં સુધી સેક્સોલોજિસ્ટનો તેમણે સંપર્ક ચાલુ રાખ્યો. જ્યારે તેમણે એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોનનું કોમ્બિનેશન લેવાનું શરૂ કર્યું ત્યારે તેમની જાતીય શક્તિનાં તમામ પાસાં પુનરુત્થાન પામ્યાં. ‘‘હું હંમેશાં સેક્સી રહી છું. મારી ખુશી પાછી આવી. હું શક્તિવંત બની મેં ચંિતા કરવાનું બંધ કરી દીઘું.’’ હવે તે આવી સમસ્યાથી પીડાતી સ્ત્રીઓને તેમના ગાયનેકોલોજિસ્ટ પાસે હોર્મોન થેરપિ કરાવવા પોતે જ સૂચવે છે. પુરુષ અને મહિલા બંને માટે પાછલી ઉંમરમાં કામેચ્છા જાળવી રાખવા માટેનો શ્રેષ્ઠમાર્ગ છે. ક્યારેય પણ પ્રણય છોડવો નહીં. ‘‘યોનિ એક એવું અંગ છે જેનો ઉપયોગ ઘણી વિશિષ્ટતા ઊભી કરે છે.’’ જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડૉ. શાહ કહે છે, ‘‘હસ્તમૈથુન કે પાર્ટનર સાથેનો જાતીય આનંદ જેવી જાતીય કસરત તમારા નૈસર્ગિક લચીલાપણામાં વૃઘ્ધિ કરે છે. પુરુષોને પણ એ જાણ હશે કે જાતીય સક્રિયતા જો નિયમિત હોય તો ઉત્તેજના વઘુ સહેલાઈથી આવશે. છતાં ૭૦ મા અને તે પછીનાં વર્ષોમાં તેમની સામાન્ય જાતીયતામાં જે ઓછપ આવે છે તેને થોડા અનુકૂલનની જરૂરિયાત પડે છે.
મારા મિત્ર પટેલે આ પઘ્ધતિને આ રીતે સમજાવી, ‘‘અમે દિવસમાં બેવાર પ્રણયક્રીડામાં પરોવાઈએ છીએ, પણ હું દિવસમાં બેવાર તે પૂર્ણ કરતો નથી. ફક્ત એકવાર તેમ કરું છું. અગિયારેક વાગ્યે અમે સૂવા જઈએ. થોડી ઊંઘ પછી હું મારી પત્નીને ઉઠાડું છું અને અમે વીસથી ત્રીસ મિનિટ સુધી જાતીય ક્રીડા કરીએ છીએ. એ પછી અમે પાછાં ઊંઘી જઈએ છીએ અને સવારમાં એલાર્મ લાગે ત્યારે ઊઠીએ છીએ. ઊઠ્યા પછી ફરી એકવાર અમે પ્રણયક્રિડા કરીએ છીએ અને એ વખતે હું સામાન્ય રીતે બઘું પૂર્ણ કરી લઉં છું.
નીપા

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved