Last Update : 01-May-2012, Tuesday

 
પ્રિય ખંજન
 

વ્હાલા ખંજન,
હરીફાઈનો સમય ચાલી રહ્યો છે... સાચું કહું તો આંધળી હરીફાઈનો... કોઈ પણ ક્ષેત્રમાં સ્પર્ધા હોવા વિશે બે મત ના હોઈ શકે. તંદુરસ્ત હરીફાઈ એ હંમેશાં આવકાર્ય છે. પણ હવેની હરીફાઈમાંથી તંદુરસ્ત શબ્દનો છેદ ઊડી ગયો છે. અત્યારે વળી હરીફાઈનો અર્થ થોડો જુદો થઈ ગયો છે. સ્પર્ધા એટલે બીજાને પછાડીને, તેને ગમેતેમ હરાવીને આગળ નીકળી જવું... વળી આપણી આસપાસનું વાતાવરણ પણ હરીફાઈને અયોગ્ય બનાવવામાં ઉદ્દીપકનું કામ કરે છે. બીજાથી આગળ વધી જવા માટેની જાણે કે ઘૂન સવાર થઈ છે... દરેકને આગળ જવું છે.. ક્યાં? તો પોતાની તદ્દન નજીક હરીફાઈમાં જે છે તેની આગળ... અને એની આગળ પહોંચ્યા પછી શું? તો તેની આગળ પણ એક બીજી વ્યક્તિ ઊભી જ છે એટલે પછી એની ય આગળ નીકળી જવાની ઘૂન સવાર થાય છે. અને એમ કરતાં-કરતાં હરીફાઈનો અંત આવતો જ નથી. ક્યારેક ક્યારેક જીતવાની આ ઘૂનમાં કોઈ કોઈ ખોટું કામ કરતાંય અચકાતા નથી. નૈતિકતાના, માણસાઈના મૂલ્યો નેવે મૂકીને બસ જીતવા પાછળ બધા દોડી પડે છે. હું જાણું છું... આ ઘૂન તારા પર પણ સવાર થશે જ... એક ને એક દિવસ એવો આવશે કે તનેય ઇચ્છા થશે કે બધાથી આગળ નીકળી જવું. બધાંને પાછળ રાખીને જે તે ક્ષેત્રમાં અવ્વલ થવું. બેટા, એ સમયે હું તારી પાસે હોઉં કે ના હોઉં પણ મારી વાત યાદ રાખજે... કે કોઈથી આગળ નીકળી જવાની માનસિકતા એ હરીફાઈ નથી... માંદા મનનું લક્ષણ છે. સાચી હરીફાઈ એ હંમેશાં પોતાનું શ્રેષ્ઠ અર્પણ કરવાનો બોધ આપે છે. એક સાદા ઉદાહરણ પ્રમાણે જે દોડવીર દોડમાં ભાગ લે છે એ કદી ય એમ વિચારતો નથી કે મારે મારા પ્રતિદ્વંદીથી આગળ જવું છે... હરીફાઈમાં એ જ્યારે દોડવાનું શરૂ કરે છે ત્યાર પછીના સઘળા સમયમાં એ પોતાની સઘળી શક્તિઓ માત્ર અને માત્ર દોડવા પાછળ જ ખર્ચી નાખે છે એની પાછળ કે આગળ કોણ છે એ જોયા વિના પોતાનું ઘ્યાન માત્ર અને માત્ર દોડવા પર જ કેન્દ્રિત કરે છે એનું હૃદય, એનું મગજ એના શરીરના તમામ ભાગો ઐક્ય સાધીને જાણે કે તેના પગમાં આવીને બેસી જાય છે. દોડવીર પોતાનું સમગ્ર એ થોડી મિનિટોને આપી દે છે અને એટલે જ એ જીતે છે. એ સમયે જેનું સેકંડના નાના ભાગ જેટલુંય ઘ્યાન વિચલિત થાય છે એ પાછળ રહી જાય છે.
બેટા, જીતવાની ઇચ્છા એ દરેક મનુષ્યમાં સામાન્ય છે. એનાથી છૂટવાનો કોઈ ઉપાય નથી. છૂટવું જોઈએ પણ નહીં. સંસાર છોડીને સાઘુ બનેલા મહાત્મા પણ પોતાના મઠને બીજા સાઘુના મઠ કરતાં આગળ લઈ જવાની પેરવીમાં પડ્યા હોય છે. સ્પર્ધા એ મનુષ્યનો સ્વભાવ છે. પણ દરેક હરીફાઈમાં હંમેશાં સાચા રસ્તે મેળવેલી જીત જ સંતોષ આપે છે. કોઈને ખોટી રીતે પાછળ પાડીને. કોઈના ખભે ચડીને, કોઈને દગો કરીને મેળવેલી જીત એ જીત નથી તને પેલી લીટી દોરવાની વાત યાદ છેને? એક શાળામાં પાટિયા પર એક લીટી દોરીને શિક્ષકે તે લીટીને નાની કરવા કહ્યું. બધા બાળકોએ વારાફરતી ઊભા થઈને ડસ્ટર લઈને લીટીને થોડી-થોડી ભૂંસીને નાની કરવા પ્રયત્ન કર્યો. માત્ર એક બાળકે ચોક લઈને એ લીટીની નીચે પોતાની મોટી લીટી દોરી. નીચે મોટી લીટી દોરતાં જ પેલી લીટી આપમેળે જ નાની થઈ ગઈ. જીતવા માટે કોઈના કામને નાના કરવાની કે કોઈનું કામ બગાડવાની જરૂર નથી. માત્ર આપણી લીટી મોટી દોરવાની જરૂર છે. એટલે કે આપણું કામ વધારે સાતત્યતાથી વધારે સારી રીતે કરવાની જરૂર છે. જીત તો મળવાની જ છે અને મળશે.
આ હરીફાઈની માનસિકતાનો અંકુશ એ ખરેખર અઘરી બાબત છે. ક્યારેક એમ લાગે કે આપણા હરીફનું થોડું અહિત કરીને આસાનીથી સફળતા મળી જાય. મન ત્યારે એમ કરવા પ્રેરાય પણ ખરું પરંતુ એક સત્ય હંમેશાં ઘ્યાનમાં રાખવું કે આપણે ગમે તેટલું ઇચ્છીએ. ગમે તેટલા પ્રયત્નો કરીએ, આપણી સમગ્ર શક્તિ કામે લગાવી દઈએ પણ તોય આપણે ક્યારેય કોઈનું ય નાનકડું અહિત પણ કરી શકતા નથી... એ શક્ય જ નથી માટે. દીકરા. સ્પર્ધામાં ડસ્ટર કરતા ચોક પર વધારે ઘ્યાન આપજે. હંમેશાં બીજાની લીટીની ચંિતા કર્યા વિના તારી પોતાની લીટી વધારે મોટી દોરવાનો પ્રયત્ન કરતો રહેજે. તારી એ લીટીના માર્ગમાં જેટલી સફળતા આવતી હશે એ દરેક સફળતા પર તારો અને માત્ર તારો જ અધિકાર રહેશે. મારી આટલી વાત યાદ રાખીશને?
તારી મમ્મી. ડો. રેણુકા પટેલ

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved