Last Update : 01-May-2012, Tuesday

 
માત્ર ‘પૈસાદાર’ પતિની પસંદગી ક્યારેક જંિદગી પાયમાલ કરે છે
 

- શ્રીમંતાઈની ઝાકઝમાળ અને હેન્ડસમ ચહેરાના ચળકાટની લાયમાં લાગણીઓની અવગણના કરવાથી છેવટે પસ્તાવાનો વારો આવે છે

સુ મનના લગ્ન પ્રસંગે તમામ સગાં સંબંધીઓ, પરિચિતો, અને બહેનપણીઓ નવોઢાના શણગાર સજીને તૈયાર થયેલી સુમનના સૌંદર્ય પર ઓળધોળ થઇ રહ્યાં હતાં,ત્યારે વરરાજાને જોઇને બધાંના બોલવાના હોશ ઊડી ગયા હતા.
બધાંના મનમાં રહી રહીને એક જ સવાલ ઘૂમરાતો હતો કે સુમનનાં મા - બાપે એના માટે આવો વર કેમ પસંદ કર્યો ? સુમન અત્યંત સુંદર હતી. રૂપરંગ, દેહ્ય લાલિત્ય, ચહેરો મહોરો દરેક રીતે ‘કાચની પૂતળી’ જેવી હોવાથી કાયમ ચર્ચાનો વિષય બની રહેતી હતી. એના અંગેઅંગમાંથી માઘુર્ય અને લાવણ્ય નીતરતું હતું. એને જો ખોટ હતી તો માત્ર એટલી જ કે એ એક મઘ્યમ વર્ગના પરિવારની પુત્રી હતી.
લગ્નમાં બધાં ગુસપુસ વાતો કરતાં હતાં. છેવટે લીલાબહેનથી ન રહેવાતાં એમણે સુમનની માને પૂછી જ લીઘું, તારાબહેન, શું જોઇને આ મુરતીયો પસંદ કર્યો છે ? એનો કોઇ રીતે સુમન સાથે મેળ બેસે એવો નથી. નથી એના દેખાવના ઠેકાણાં, કાળો કાળો વાન અને આગળ નીકળેલી ફાંદ ! અરે ! સુમન માટે તો રાજકુમાર જેવા એક એકથી ચડિયાતા છોકરા મળી રહેત.
‘છોકરાની લાયકાત જોવાની હોય, રંગરૂપ નહીં. તમે કહો છો એવા રાજકુમાર જેવા છોકરાને આપવા માટે કરિયાવરના એટલા રૂપિયા તો હોવા જોઇએ ને ? જ્યારે આ લોકો તો કરોડપતિ છે. વળી, એકનો એક દીકરો છે અને દહેજના નામે એક પૈસો પણ નથી લીધો. છોકરાવાળા સુમનની સુંદરતા પર જ વારી ગયાં...’ સુમનની માના સ્વરમાં થોડી ગર્વની છાંટ હતી.
બીજી બાજી સુમનની બહેપણીઓ પણ અકળામણ અનુભવતી હતી. પ્રાચીએ એના મનનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો, ‘‘સુમન, આ લગ્ન તારી ઇચ્છા અને મંજૂરીથી થઇ રહ્યાં છે ને?’’
‘‘હા....કેમ ? ’’ સુમને આશ્ચર્યપૂર્વક પૂછયું.
‘‘કંઇ નહીં. અમસ્તી જ પૂછું છું.’’પ્રાચીએ વાત પર પૂર્ણવિરામ મૂકી દીઘું. એ નહોતી ઇચ્છતી કે સુમનના મનમાં કોઇ પ્રકારની ગ્રંથિ બંધાય.
લગ્ન પછી સુમન જ્યારે પણ પિયર આવતી ત્યારે સૌ એને ભારે કંિમતી વસ્ત્રો અને ઘરેણાંથી લદાયેલી જોતા. જાણે સુખ સાધનો મેળવી એ તૃપ્ત થઇ ગઇ હોય એવું લાગતું, આમ છતાં સૌને એક વાત કાયમ ખટકતી હતી કે એ હંમેશા એકલી જ આવતી. કોઇએ એને એના પતિ સાથે હરતી ફરતી જોઇ નહોતી. સાસરેથી કારમાં એ ડ્રાઇવર સાથે જ આવતી જતી.
એક દિવસ પ્રાચીએ એને પૂછી જ લીઘું, ‘‘સુમન, સાચું કહેજે. જીજાજીને સાથે લઇને તું નથી આવતી ? કે એ જ તારી સાથે નથી આવતા ?’’
એમને ખૂબ કામ રહેતું હોય છે, એટલે..... ‘‘સુમને પહેલાં તો વાત ટાળવાનો પ્રયત્ન કર્યો, છેવટે એણે પોતાના મનની વાત જણાવી દીધી,’’ શું કરૂં પ્રાચી ? આ સંપત્તિ, કાર, બઘું બરાબર છે, પણ મને મારા પતિ સાથે ઊભા રહેવામાંય સંકોચ થાય છે. એક વિચિત્ર લધુતાગ્રંથિ બંધાઇ ગઇ છે મારા મનમાં.’’
‘‘આ અંગે તારે પહેલાં વિચારવાની જરૂર હતી. તારા આવા વર્તનથી એમના મન પર કેવી અસર થતી હશે એનો તેં વિચાર કર્યો છે ?’’
‘‘એમને શું ? એ તો ખુશ છે કે સુંદર પરી જેવી પત્ની મળી છે.’’
‘‘અને તું ?’’પ્રાચીએ સવાલ કર્યો.
હું પણ ખુશ છું. મારી પાસે અઢળક સંપત્તિ છે.
‘‘એટલે કે તને પતિની સંપત્તિ તો પસંદ છે, પણ પતિનો સાથ નહીં.’’
‘‘તેમાં શું થઇ ગયું?’’કહેતાં સુમન હસી પડી.
આજના ઉપભોક્તાવાદી સમાજમાં જ્યારે વિલાસિતા જ છેલ્લું લક્ષ્ય છે,ત્યારે પૈસો સર્વોપરી બની ગયો છે. આમ છતાં ઘણીવાર સંપત્તિસુખ મેળવવા નવપરિણીતાએ પોતાની ઇચ્છાઓને કચડી નાખવી પડે છે. શું બધી યુવતીઓ સુમનની માફક પોતાના ઉમંગોને અઢળક સંપત્તિ હેઠળ કચડી નાખે છે કે પતિનો સાથ મેળવવા તલસે પણ છે ?
ઘણીવાર સંપત્તિના પાયા પર ઉતાવળે કરેલાં લગ્ન કાં તો ભાંગી પડે છે અથવા પતિ - પત્ની આજીવન એકબીજા પર આક્ષેપબાજી કરતાં રહે છે. એનું કારણ એ છે કે પોતાની લધુતાગ્રંથિ છુપાવવા અને બીજાને ઉતરતું બતાવવા મહેણાંટોણાં અને આક્ષેપ સર્વશ્રેષ્ઠ સાધન છે.
વળી, બધાં સુમન જેવો દ્રષ્ટિકોણ અપનાવીને પણ જીવી શકતાં નથી. મમતાનાં લગ્નની વાત નક્કી થઇ ત્યારે લાગ્યું કે જાણે બે સંપન્ન પરિવારોના સંબંધને સગાઇમાં ફેરવવાં માટે એનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. મમતાને આ લગ્ન સામે બિલકુલ વાંધો નહોતો. એ તો એવા અભિમાનમાં રાચતી હતી કે સાધારણ દેખાવ ધરાવતો પતિ એનાથી દબાઇને રહેશે.
લગ્નની પ્રથમ રાતે જ એણે પોતાના પતિ નરેશને અનુભવ કરાવી દીધો હતો કે પોતે રૂપગુણમાં એનાથી ચડિયાતી હતી. અલબત્ત, નરેશ ધનવાન હતો એટલું જ નહીં, સુશિક્ષિત હતો તેનો એને બરાબર ખ્યાલ હતો. એશ આરામ કરવા ટેવાયેલી મમતાને પિયર કરતાં સાસરામાં વઘુ રક્ષણ માણવા મળ્યું. નરેશ ખૂબ મહેનત કરતો, જેના પરિણામરૂપે મમતા છૂટથી રૂપિયા વાપરી શકતી. છતાં પોતે વધારે સુંદર છે. એવું દર્શાવવાનું ચૂકતી નહીં.
ક્યારેક નરેશને કહેતી કે એનું નાક લાંબું છે તો ક્યારેક કાન મોટા છે એમ કહીને મજાક ઉડાવતી.
શરૂઆતમાં નરેશ એમ વિચારીને ચૂપ રહેતો કે મમતાની છોકરમત છે. પણ ધીમે ધીમે એ એનાથી દૂર થતો ગયો. પહેલાં એ મમતાને પોતાની સાથે બહાર લઇ જવા તત્પર રહેતો, તેના બદલે હવે એની સાથે જવાનું ટાળવા લાગ્યો. હવે મમતાને સાચો ખ્યાલ આવ્યો કે પોતે પતિનો પ્રેમ ગુમાવી બેઠી હતી. એને આ સંપન્નતા ખટકવા લાગી. એણે વાસ્તવિકતાની દ્રષ્ટિએ નરેશને નિહાળ્યો, તો ખ્યાલ આવ્યો કે હકીકતમાં નરેશ કેટલો આકર્ષક હતો. એનું મન કેટલું સાફ અને નિષ્પાપ હતું. બસ, પછી તો સાધારણ નરેશ પણ એને અસાધારણ લાગવા માંડ્યો.
મમતા તો સમયસર ચેતી ગઇ, પણ મોટા ભાગનાં દંપત્તીઓનું લગ્ન જીવન ભાંગી પડવાના આરે પહોંચી જાય છે.
કોણ જાણે સમાજની વિચારસરણી બદલાઇ ગઇ છે કે બૌઘ્ધિકતાને કારણે સામાન્ય માનવની માનસિકતા અથવા શિક્ષણ વગેરે સાથે સંકળાયેલા અન્ય પાસાં પ્રત્યેનો દ્રષ્ટિકોણ યથાર્થવાદી બની ગયો છે, પણ હજી મોટા ભાગનાં માતા - પિતા દીકરીનાં લગ્ન માટે યોગ્ય યુવકની પસંદગી કરે છે ત્યારે તેમની નજર પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે યુવકની સંપત્તિ પર જ હોય છે. યુવકની અન્ય ખામીઓ પ્રત્યે તેઓ ‘ખાતાં - પીતાં ઘરનો દીકરો’ હોવાનું જણાવી આંખ આડા કાન કરે છે.
ગણ્યાં ગાંઠયા વડીલો જ યુવકમાં રહેલી પ્રતિભા કે ગુણને જ મહત્ત્વ આપે છે. બીજાં બધાં તો એની પ્રતિભાની તુલના સંપત્તિ સાથે કરવાનું ચૂકતાં નથી અને છોકરીનું ભવિષ્ય સારૂં છે એમ વિચારી સાંત્વન મેળવી લે છે.
જો યુવક વ્યવસાય ન કરતો હોય તો એને નોકરીમાં આગળ વધવાની કેટલી સંભાવના છે. એની તપાસ કરવામાં આવે છે. પૈસાદાર યુવક હોય, તો દીકરી રાજ કરશે એ વિચારે વડીલો સંતોષ માની લે છે. આવી સ્થિતિમાં યુવક ભલે ઓછું ભણેલો હોય કે રૂપગુણમાં એમની દીકરીથી ઊતરતો હોય તો પણ તેઓ સંબંધ નક્કી કરી નાંખે છે.
દીકરી રાજ કરશે એવાં શમણામાં રાચતા વડીલો એમની દીકરીનાં શમણાં વિશે વિચાર જ નથી કરતા. નવયુવતીના મનમાં પણ સપનાંનો રાજકુમાર સમાયેલો હોય છે. જે આકર્ષક, દેખાવડો અને રંગીલો હોય, પછી જ્યારે એને ખ્યાલ આવે છે કે એનો પતિ ન તો રંગીલો રાજકુમાર છે કે ન તો આકર્ષક, ત્યારે એનાં શમણાં ભાંગીને ભૂકો થઇ જાય છે. લગ્નના રંગીન દિવસો ઉદાસીનભર્યા બની જાય છે.
હકીકતમાં માણસના અન્ય ગુણોનો પરિચય તો પછી જ થાય છે. પ્રથમ દ્રષ્ટિ તો એના ચહેરા પર જ પડે છે. સંપત્તિ ગમે તો છે, પણ સંપત્તિભર્યા ઘરની સ્વામિની બન્યા પછી આવી યુવતીઓ પોતાના પતિને અપનાવી નથી શકતી. ક્યારેક યુવતી મા - બાપને પણ પોતાની જંિદગી બરબાદ કરવા બદલ દોષિત ઠેરવે છે.
જે રીતે પૈસાના અભાવે બીજું કંઇ કામ થવું અશકય છે તે જ રીતે એના આભાવે ઘર પણ ચાલતું નથી. હોદ્દો હોય કે મોભો કે પછી મકાન અને જમીનની વાત કેમ ન હોય, બઘું જ સંપત્તિ સાથે સંકળાયેલું છે. સામાન્ય રીતે એમ મનાય છે કે પ્રેમ સમક્ષ પૈસા ગૌણ બની જાય છે. પરંતુ જ્યારે વાસ્તવિકતાનો સામનો કરવાનો આવે ત્યારે સમજાય છે કે પ્રેમ કદી પૈસાનો વિકલ્પ બની શકે નહીં. ૯૦ ટકા સંજોગોમાં પૈસો પાયાની અને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ જ સંદર્ભમાં એક બનાવ યાદ આવે છે. કોલેજકાળની મારી સખી છાયા દેખાવમાં ખૂબ સુંદર હતી. કંઇ કેટલાય યુવકો એના પર ફિદા હતા અને આથી એને પોતાની સુંદરતા પર ગર્વ હતો. ઘણા યુવાનો એને પોતાની કારમાં લિફટ આપવા તત્પર રહેતા ત્યારે એનો અહ્‌મ પોષાતો. એ પોતે પૈસા પાત્ર કુટુંબની હોવા છતાં યુવાનોની આર્થિક સ્થિતિ વિશે પહેલાં પૂછતી.
એ ગર્વથી કહેતી, ‘‘અરે ! આવો કોઇ મુફલિસ યુવાન નહીં, મારે માટે તો હું કોઇ રાજકુમારને પસંદ કરીશ. જે માલામાલ હોય.’’
મુશ્કેલી તો ત્યારે ઊભી થઇ, જ્યારે છાયાના મા - બાપે વિદેશમાં વસતા એક કરોડ પતિ યુવાન સાથે લગ્નની વાત નક્કી કરી દીધી. લગ્ન પહેલાં છાયાએ ભાવિ પતિનો ફોટો જ જોયો હતો. જ્યારે રૂબરૂ મુલાકાત થઇ ત્યારે છાયા ભાંગી પડી. એનો પતિ સાવ સાધારણ દેખાવનો હતો. એનું અભિમાન સાવ ઓગળી ગયું.
ખેર ! લગ્ન કર્યા પછી છાયા વિદેશ તો ગઇ, પણ ત્યાં જઇને એણે છૂટાછેડા લઇ લીધા. સાથો સાથ આજીવન નિરાંતે રહી શકાય એટલી રકમ પણ તેની પાસેથી પડાવી લીધી. એ વખતે એના પતિએ કહ્યું હતું, ‘‘મારૂં મોં જોવું ગમતું નથી, તો પૈસા કેમ સારા લાગે છે ? એ પૈસા પણ મારા કાળા, ખરાબ દેખાતા હાથની જ કમાણી છે.’’
છાયા એકલી રહે છે અને આકર્ષક યુવાનની શોધમાં છે, પણ મોજ તો પોતાના કદરૂપા પતિના પૈસાથી જ માણી રહી છે. પોતાની એકલતાથી એ એટલી દુઃખી છે કે પ્રત્યેક ક્ષણે પોતે ભરેલા પગલાં બદલ પસ્તાય છે.
એ વાત સાચી છે કે યુવાનોની સરખામણીમાં યુવતીઓ વધારે સુંદર હોય છે, છતાં ગૌરવર્ણી યુવતી સમક્ષ યુવકના શ્યામ રંગને લક્ષ્યમાં નથી લેવાતો, કેમ કે યુવકની કાબેલિયત મહત્ત્વની હોય છે અને એક રીતે તે બરાબર પણ છે. શું શ્યામ કે ઓછા દેખાવડા યુવકો આકર્ષક યુવકો કરતાં ઓછું કમાય છે કે આ કારણસર એમનાથી પાછળ રહી જાય છે ? ના, તમારા પતિ ઓછા સુંદર હોય, માત્ર એટલા કારણથી લગ્નબંધન તોડી ન નાખો. તેમની બૌઘ્ધિકતા, માનસિકતા અને તમારા પ્રત્યેના પ્રેમનો આદર કરો. એથી ન તો તમારા મનમાં લધુતાગ્રંથિ ઉદ્‌ભવશે અને ન તો પતિ ‘સુંદર’પત્ની મેળવીને પસ્તાશે.
ચહેરાની સુંદરતાને બદલે સ્વભાવમાં રહેલી સારપ શોધો તો વધારે સારૂં. એ જરૂરી નથી કે પતિ અત્યંત આકર્ષક હોય અને તમારા પ્રત્યે પ્રામાણિક પણ હોય. પોતાના રૂપરંગ અને પૈસાને લીધે એને અનેક યુવતીઓ સાથે સંબંધ હોય અને આવો પતિ મેળવીને તમે આજીવન પસ્તાયા કરો એવું પણ બની શકે છે. ચહેરાના સુંદર મહોરા પાછળ કોઇ એવો ઠગ તો નથી છુપાયેલો, જે તમને પણ પોતાની જાળમાં ફસાવી લે અને તમે પણ એની સંપત્તિ અને દેખાવ જોઇ ખોટો નિર્ણય લઇ લો અને પછી તમારા નસીબને દોષ દેતાં રહો. નકલી પણ વઘુ સમય છાનું રહી શકતું નથી, સિવાય કે તમે જ રૂપિયાની ચમકથી અંજાઇને આંખ આડા કાન ન કરો.
પતિ પત્નિનો સંબંધ રૂપ કે સંપત્તિના આધારે નહીં, ગુણોના આધારે ટકી રહેતો હોય છે. રૂપનું આકર્ષણ માત્ર શારીરિક છે.જે કાયમી નથી. અને સંપત્તિ પણ સદા ટકી રહેતી નથી. આથી તમારા સાધારણ દેખાવના પતિને પણ પ્રેમ કરો, એનામાં કોઇ પ્રકારની લધુતાગ્રંથિ ન બંધાવા દો, નહીંતર તમારો દામ્પત્ય પથ કાંટાળો બની જશે.દેખાવે સામાન્ય પણ સાફ દિલ પતિને માન આપો. એનાં વિવેક, ચતુરાઇની પ્રશંસા કરો. જેના કારણે એ તમને તમામ સુખ સગવડો આપી શકે. એ વિચારો કે જો એ બુઘ્ધિહીન હોત તો, આટલું કમાઇ શકતો હોત ખરો ? સાથે એ પણ વિચારો કે તમે શા માટે વ્યક્તિત્વને શારીરિક સુંદરતાના ગજથી માપી રહ્યાં છે ?
યુવકો આમ પણ યુવતીઓની સરખામણીમાં ઓછા દેખાવડા હોય છે. જરૂર તો માત્ર મનમેળ સાધવાની અને પતિ પ્રત્યે માન અને પ્રેમ હોય એવા દ્રષ્ટિકોણની છે. એવું કહેવાય છે કે જો કોઇના પ્રત્યે પ્રેમ હોય, તો એના અવગુણ પણ સદ્‌ગુણ લાગે છે. તો પછી એવો દષ્ટિકોણ કેમ ન અપનાવવો જેનાથી તમને ખુશી મળે અને તમે ગર્વથી પતિ સાથે હરોફરો ? જો તમે પ્રશંસા કરશો, તો બીજું કોઇ તમારા પતિની નંિદા કરવાની હંિમત જ નહીં કરી શકે.
જીવનમાં સંપત્તિનું આગવું મહત્ત્વ છે એની ના નથી,પરંતુ અમુક મર્યાદા સુધી જ. પતિના પૈસાની સાથે એના સાધારણ દેખાવને અપનાવવામાં મુશ્કેલી નથી, સુમેળ સાધવાનો છે અને તો જ સંબંધ દ્રઢ બની શકે છે.
વર્ષા

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved