Last Update : 01-May-2012, Tuesday

 

નોકરિયાત માનુનીઓ માટે કાળજીના ચાર દિવસ

 

છોકરીને જ્યારે પહેલી વખત માસિક આવે છે તો કેટલાય રાજ્યોમાં તેનું સ્વાગત ઘૂમધામથી કરવામાં આવે છે, કારણ કે તે હવે સ્ત્રી બની ગઇ છે એવું મનાય છે. પણ થોડાંક વર્ષો બાદ યુવાની મેળવવાની આ ખુશી ઝાંખી પડી જાય છે. કારણ માસિકધર્મ દરમ્યાન જે સમસ્યાઓ સામે આવે છે તેમાં વધારો થતો જાય છે. તમે ભલે એને પસંદ ન કરો પણ એ ઘણા લાંબા સમય સુધી તમારી સાથે રહે છે. તમે તમારા આ સાથી પર ઘ્યાન આપવા માંડશો તો કદાચ વધારે મુશ્કેલીઓ નહીં નડે કેમકે બીજું ઘણું બઘું આની સાથે સંબંધિત છે. નોકરી કરતી મહિલાઓએ તો વિશેષરૂપે આના પર ઘ્યાન આપવું જોઇએ કારણ કે તેમનો મોટાભાગનો સમય લક્ષ્ય પ્રાપ્ત કરવામાં નીકળી જાય છે. આ ચાર-પાંચ દિવસ એવા હોય છે જેનાથી કોઇ સ્ત્રી બચી નથી શકતી. તેથી સવાલ એ છે કે આ સમય દરમ્યાન તમારા કામકાજને પ્રભાવિત થતા કેવી રીતે રોકી શકાય?

 

* ૧૭ થી ૩૫ વર્ષની આયુ ધરાવતી મહિલાઓ મોટેભાગે માનસિક તાણથી પીડાતી હોય છે. જ્યારે અન્યોની સમસ્યા રક્તસ્ત્રાવને લગતી હોય છે.

 

* ગાયનેકોલોજીસ્ટનું કહેવું છે કે મહિલાઓને સામાન્ય રીતે વઘુ પડતા રક્તસ્ત્રાવ કે બહુ ઓછા રક્તસ્ત્રાવનો સામનો કરવો પડે છે.

 

* નોકરી કરતી મહિલાઓમાં અનિયમિત માસિકની ફરિયાદ વઘુ રહે છે. ખાસ કરીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું કામ કરતી મહિલાઓમાં આ સમસ્યા ક્યારેક જાહેર થઇ જાય છે. કારણ કે તેઓ સમયસર પોતાનું કામ પૂરું કરી શકતી નથી.

 

* જો માસિકચક્રમાં ત્રણ થી છ મહિનાનું મોડું થાય તો પણ સ્ત્રીઓ ચિડીયા સ્વભાવની બની જાય છે અને તેમનું અતાર્કિક સ્તર વધી જાય છે.

 

* જે સ્ત્રીઓને માસિકચક્ર પૂર્વે માનસિક તાણમાંથી પસાર થવું પડે છે તેમને પણ આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

 

* આવી વાતોની જાણ તમારા ઉપરી અધિકારીને નથી હોતી અને એમને જાણ થવી પણ ન જોઇએ. પ્રાઇવેટ કંપનીમાં કામ કરતી મહિલાઓને કામમાં વધારે સમય વીતાવવો પડે છે. પરંતુ તેઓ જલ્દી ઘરે જવા માટે કોઇ બહાનું નથી બનાવતી કારણ કે તેઓ માસિકચક્રમાંથી પસાર થઇ રહી હોય છે અને એનું સમાધાન પણ તેમના જ હાથમાં છે.

 

* કારકિર્દી અંગે સલાહ આપતા કેટલાંક સલાહકારોનું માનવું છે કે આ દિવસો દરમ્યાન પણ કામ કરતી મહિલાઓ ઑફિસમાં પોતાના કામનો પૂરો આનંદ લઇ શકે છે.

 

* તમારી ‘બીમારી’ ક્યારેય ઑફિસમાં જાહેર ન કરો. એનાથી તમને સહાનુભૂતિ નહિ મળે પણ લોકો તમને કામચોર સમજશે.

 

* તમારા ઉપરી અધિકારી કોઇ મહિલા હોય તો પણ તમારી આ સમસ્યા વિશે ક્યારેય તેમની સાથે દલીલ ન કરો. કારણ કે એ પણ આ સ્થિતિમાંથી પસાર થાય છે.

 

ભૂમિકા

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved