.
.

Last Update : 01-May-2012, Tuesday

 

ટેટૂ ઢંકાવવાનું કે દૂર કરવાનું વઘુ મોંધું અને પીડાદાયક

 

 

તમે તમારા હૃદયના ઊંડાણથી કરેલા પ્રેમની અભિવ્યક્તિ કરવા તમારા પ્રેમીના નામનું અથવા તેના નામના પહેલા અક્ષરનું છુંદણુ છુંદાવી તો લો, પણ પછી બન્ને વચ્ચે મતભેદ કે મનભેદ થાય અને તમે છૂટાં પડી જાઓ ત્યારે આ ટેટૂ તમને સતત ખટક્યા કરે. તેમાંય જો તેનાથી છૂટાં પડ્યા પછી તમને બીજા કોઈ સાથે પ્રેમ થઈ જાય તો? આ સ્થિતિમાં જુના પ્રેમીના નામનું ટેટૂ તમારા માટે શિરદર્દ બની જાય. તમે ગમે તેમ કરીને તેને કઢાવી નાખવાનો કે ઢાંકી દેવાનો પ્રયત્ન કરો તે તદ્દન સ્વાભાવિક છે. અને જરૂરી નથી કે માત્ર કોઈના નામનું છુંદણું જ દૂર કરવાની જરૂર પડે. જો તમને તમારા ટેટૂની ડિઝાઈન પસંદ ન પડે, અથવા તમે તમારા છુંદણા કરતાં વઘુ સારું ટેટૂ જુઓ તોય તમને એમ થાય કે હવે હું મારા ટેટૂની ડિઝાઈનમાં ફેરફાર કરાવું તો સારું. પરંતુ ટેટૂ આટિર્સ્ટો કહે છે કે છુંદણું છુંદાવવામાં જેટલો ખર્ચ નથી થતો એટલો તેને ઢાંકવામાં કે દૂર કરવામાં થાય છે. વળી બમણો ખર્ચ કરીને, સમય વેડફીને અને પીડા સહન કરીને ટેટૂ ઢંકવાનું કેટલું સલાહભર્યું ગણાય? બહેતર છે કે છુંદણું છુંદાવવાથી પહેલા પૂરતો વિચાર કરી લો.

એક ટેટૂ આર્ટિસ્ટ કહે છે કે અમારી પાસે જેટલા લોકો ટેટૂ ચીતરાવવા આવે છે એટલા જ, કે પછી તેનાથી વઘુ લોકો છુંદણું દૂર કરાવવા અથવા ઢંકાવવા આવે છે. હમણાં હમણાં અમે દર મહિને છથી આઠ ટેટૂ ઢાંકવાનું કામ હાથ ધરીએ છીએ. અગાઉ ભાગ્યે જ કોઈ આવી રીતે છુંદાવેલું છુંદણું દૂર કરાવવા આવતું. જ્યારે એક ટેટૂને ઢાંકવા માટે તેના ઉપર બીજુ ટેટૂ બનાવવામાં આવે ત્યારે સ્વાભાવિક રીતે જ તેની ડિઝાઈન વધારે સારી બને. જોકે એક ઇંચ છુંદણાને ઢાંકવાની કંિમત દોઢથી બે હજાર રૂપિયા અને ક્યારેક ત્રણ હજાર રૂપિયા જેટલી પણ થઈ જાય. તેથી કોઈ પણ યુવાન અથવા યુવતી ટેટૂ ચીતરાવે તેનાથી પહેલા તેણે પૂરતો વિચાર કરી લેવો જોઈએ. ઘણાં લોકો વિદેશ યાત્રા માટે જતા હોય ત્યારે ટેટૂ ચીતરાવી જાય. પણ ત્યાં ગયા પછી પોતાના ટેટૂની ડિઝાઈન કરતાં કંઈકેટલીય ચડિયાતી ડિઝાઈન જુએ ત્યારે તેમને પોતાના ટેટૂની ડિઝાઈનમાં ફેરફાર કરવાની ઇચ્છા થાય.

અન્ય એક ટેટૂ આર્ટિસ્ટ કહે છે કે અમને દરરોજ લગભગ એકાદ ફોન છુંદણું દૂર કરવાની કે તેને ઢાંકવાની પૂછપરછ કરવા માટે અચૂક આવે છે. તેમાં કેટલો ખર્ચ થશે કે તેને માટે કેટલી સિટંિગ થશે જેવી પૂછપરછ તેઓ કરે છે. અગાઉ જે લોકો છુંદણું છુંદાવવા આવતા તે પૂરતા સમજદાર અને પીઢ રહેતા. તેમને શું જોઈએ છે અને શું નહીં તેની તેમને પાકી ખાતરી રહેતી. પરંતુ આજના યુવાનો આવા મહત્ત્વના નિર્ણય લેવામાં પણ ઉતાવળિયા હોય છે. જ્યારે અમે પહેલા ટેટૂને કવર અપ કરીએ ત્યારે અમને નવી ડિઝાઈન વિશે વિચારવું ડે છે. આ કામ વઘુ પરિશ્રમ માગી લે છે, એટલું જ નહીં તેમાં વઘુ આવડતની જરૂર પડે છે અને મૂળ ટેટૂ કરતાં ખર્ચ પણ વધારે થાય છે.

ઘણાં નિષ્ણાત ટેટૂ આર્ટિસ્ટોને લાગે છે કે અધકચરી આવડત ધરાવતા ટેટૂ આર્ટિસ્ટ પાસેથી છુંદાવેલું છુંદણુ ખરેખર એટલું ખરાબ હોય છે કે તેને સુધારવાનું મુશ્કેલ બની જાય છે. વળી ભારતીય ત્વચામાં ટેટૂને કવર કરવાનું કામ ઘણું મુશ્કેલ છે. જે લોકોપોતાના છુંદણાને ઢાંકવા ન ઇચ્છતા હોય પણ તેને સદંતરપણે દૂર કરવા માગતા હોય તેમને માટે લેઝર ટ્રીટમેન્ટ શ્રેષ્ઠ વિકલ્પ છે. જોકે તે અત્યંત મોંઘી સારવાર છે. માત્ર એક નાની બંિદી જેટલું ટેટૂ દૂર કરવા માટે જે તે વ્યક્તિએ ૨,૦૦૦ રૂપિયા ખર્ચ કરવા પડે છે. ટેટૂની ડિઝાઈન જેટલી મોટી હોય એટલો લેઝર ટ્રીટમેન્ટનો ખર્ચ વધી જાય. આ કારણે જ મોટા ભાગના લોકો તેને કવર કરાવવાનું જ પસંદ કરે છે.

કહેવાની જરૂર નથી કે દીપિકા પદુકોણેએ તેના ભૂતપૂર્વ પ્રેમીના નામે છુંદાવેલ છુંદણું યથાવત્‌ રાખ્યું છે. પરંતુ હોલીવૂડ અદાકારા એન્જલીના જોલીએ તેના ભૂતપૂર્વ પ્રેમી (બિલ્લી બોબ)ના નામનું હાથ પર છુંદાવેલું છુંદણું દૂર કરાવી નાખ્યું છે.

વૈશાલી ઠક્કર

 

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved