Last Update : 01-May-2012, Tuesday

 

દીકરીને હોસ્ટેલમાં મૂકતી વખતે...

 

વઘુ અભ્યાસ અર્થે અથવા તો નોકરિયાત માતા-પિતા પુત્રી માટે બિલકુલ સમય ન આપી શકવાની સ્થિતિમાં હોય ત્યારે દીકરીને હોસ્ટેલમાં મુકવા સિવાય અન્ય વિકલ્પ તેમની પાસે રહેતો નથી. આવે સમયે હોસ્ટેલમાં મુકતી વખતે અનેક બાબતો પર ઘ્યાન આપવું જરૂરી છે.
એકાદ-બે વર્ષ પહેલાં એક મોટા શહેરની ગર્લસ્‌ હોસ્ટલનો બનેલો કિસ્સો જાણવા લાયક છે. વાત એમ બની હતી કે હોસ્ટેલના માલિકે લેડિઝ બાથરૂમના ગીઝરમાં કેમેરા ગોઠવી દીધો હતો જેનાથી તે બાથરૂમમમાંની યુવતીઓની વીડીયો બનાવીને જોયા કરતો. એક દિવસ ગીઝર બગડી જતાં તેનું સમારકામ કરતી વખતે ગીઝરમાંથી છુપાવેલો કેમેરા જોઇ લીધો. ત્યાર બાદ તો પોલીસ કેસ વગેરે થયોે. અહીં આ કિસ્સાનો ઉલ્લેખ માત્ર એટલે જ કરવાનો મતલબ છે કે સ્વપ્નમાં પણ ન વિચારેલી બાબતો બની જતી હોય છે.
કઇ કઇ સમસ્યાનો ભોગ બની શકે
હોસ્ટેલમાં સામાન ચોરીની શક્યતા અધિક હોય છે.
બાથરૂમમાં હિડન કેમેરા લગાડેલા હોઇ શકે. જેથી તેની વીડીયો બનાવી ખોટા ફાયદા ઉઠાવી શકાય.
ઘર-પરિવારથી દૂર રહેતી યુવતીઓ એકલાપણું સતાવવાને કારણે સિગારેટ, શરાબ તેમજ ડ્રગ્સની લતનો ભોગ બની શકે છે.
યુવતી કોઇ ખોટી હરકતનો ભોગ બની જાય અને કોઇની સાથે તેની સમસ્યાઓની ખુલ્લા દિલથી વાત ન કરી શકવાને કારણે મૂંઝવણ અનુભવીને આત્મહત્યા જેવું પગલું ભરે છે.
ઘણી છોકરીઓ તો ડિપ્રેશનનો ભોગ પણ બને છે.
હોસ્ટેલ શોધતી વખતે રખાતી સાવધાનીઓ
હોસ્ટેલના માલિક,મ ેનેજર લગેરેની સંપૂર્ણ જાણકારી મેળવી લેવી.
મહિલા વોર્ડન હોવી જરૂરી છે.
હોસ્ટેલની આસપાસ ગેરકાયદે તત્વોનો અડ્ડો નથી તે ચકાસી લેવું.
હોસ્ટેલની આસપાસનું વાતાવરણ રળિયામણું તેમજ વસ્તીવાળુ ંહોવું જોઇએ. ઉપરાંત જીવન જરૂરિયાત સામાન મળતો હોવો જોઇએ.
હોસ્ટેલમાં સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા પૂરતી હોવી જોઇએ.
હોસ્ટેલમાં ફક્ત વડીલો તેમજ સ્થાનિક સંબંધીને જ મળવા દેવાની પરવાનગી અપાતી હોય.
પુત્રીને અપાતી શિખામણ
હોસ્ટેલમાં મોકલતા પહેલસાં દીકરીને શારીરિક તથા માનસિક રીતે તૈયાર કરવી.
દીકરી માતા સાથે નાની-મોટી દરેક વાત કરે તે મહત્વનું છે. અને તેથી જ દીકરી સાથે માતાએ તે પ્રકારનો સંબંધ કેળવવો જરૂરી છે. અમુક સંજોગોમાં માતાએ દીકરીની સહેલીની માફક પણ વર્તવું પડે છે.
દરેક માતા પોતાની દીકરીઓની નબળાઇને સારી રીતે જાણતી હોય છે તેથી તેનો ભોગ દીકરી ન બની જાય તેની ખાસ સલાહ આપવી.
રૂમ અંદરથી બંધ રાખવો, પૈસા રખડતા ન રાખવા, સામાન પર પૂરતું ઘ્યાન આપવું, અજાણ્યાનો જલદી વિશ્વાસ ન કરવો.
ઘરથી દૂર હોવાથી પુત્રીને પરિવાર તથા મિત્રોની યાદ આવવાની જ તેથી દીકરીને એવા શહેરમાં ભણવા મૂકવી જ્યાં કોઇ નજદીકનું સંબંધી હોય અન ેતેને ત્યાં તે આવતી-જતી રહે તેમજ સંબંધી પણ નિયમનુસાર તેને મળી શકે.
રૂમમાં એકથી વઘુ છોકરીઓ રહેવાની હોય તો તેનામાં સારા-ખોટાની પરખ કેળવવી.
પૈસાનો ખોટો દેખાડો કે વ્યય ન કરે તેની ખાસ સલાહ આપવી.
તેને હોંશિયાર બનાવવા તેમજ વઘુ અભ્યાસ અર્થે તેને હોસ્ટેલમાં રાખી છે તેવી સમજણ આપવી. તેણે જ તેના ભવિષ્યનો ખ્યાલ રાખવાનો છે તેથી તેણે પોતાનો મોટા ભાગનો સમય અભ્યાસ પર જ આપવો જોઇએ તેવી સલાહ વારંવાર આપતા રહેવું.
સુરેખા

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved