Last Update : 01-May-2012, Tuesday

 

ગ્રીષ્મના પ્રકોપથી ત્વચાની રક્ષા

 

- જેલ ક્લીન્ઝર, લિક્વિડ શાવર જેલ, અળાઈ-ફોડલીમાં રાહતદાયક બોડી વોશ અને ફૂટ સ્ક્રબની મદદથી ચામડી ચમકીલી અને સુંવાળી બને છે

 

ઉનાળાની ૠતુ શરૂ થતાં જ ગરમ વસ્ત્રો અને રજાઈને આઠ મહિના માટે અલવિદા કહેવાન સમય આવી જાય છે. શિયાળાના ચાર મહિના સુધી ગરમ રજાઈ ઓઢીને સુવાથી ત્વચાના છિદ્રો પુરાઈ જાય છે. તૈલીય ગ્રંથિઓનું કાર્ય ધીમું પડતાં ત્વચા સુકાઈ જાય છે અને પગની એડીઓ ફાટી જાય છે. પણ ગરમી શરૂ થતાં જ શરીરમાં રહેલી તૈલીય ગ્રંથિઓ બમણા વેગે કામ કરવા લાગે છે. પ્રસ્વેદ ગ્રંથિઓ તો જાણે કે ચાર મહિનાનો કસ કાઢવા બેઠી હોય એમ પૂરજોેશમાં શરીરમાં એકઠાં થતાં ઝેરી રસાયણો બહાર ફેંકવાની કામગીરીમાં લાગી જાય છે. એકાએક બદલાયેલા મોસમની અસર ત્વચા પર સ્પષ્ટ વરતાઈ આવે છે.
ઉનાળાની ૠતુમાં હવામાં ગરમી સાથે ભેજ અને પ્રદૂષણ પણ વધી જાય છે. તડકામાં બહાર નીકળીએ ત્યારે ત્વચા વધારે ચીકણી બને છે અને પરસેવો પણ ખૂબ થાય છે. ત્વચાના રક્ષણ માટે કુદરતે કરેલી આ કરામત છે. તડકામાં બહાર જઈએ ત્યારે સૂર્યના તાપથી ત્વચાની રક્ષા કરવા પ્રસ્વેદની અને તૈલીય ગ્રંથિઓ બમણા વેગે કામ કરવા લાગે છે. પરંતુ તેનું વિપરીત પરિણામ એ પણ આવે છે કે તેને લીધે ચામડી જાડી થઈ જાય છે. વળી શિયાળા દરમિયાન સંકુચિત થઈ ગયેલા અથવા ઢંકાઈ ગયેલા ત્વચાના છિદ્રો એકાએક ખુલી જાય છે, જેમાં હવામાં રહેલું પ્રદૂષણ સરળતાથી પ્રવેશીને બ્લેક હેડ પેદા કરે છે. આવા વખતે જો ત્વચાના છિદ્રોને કાળજીપૂર્વક સાફ કરવામાં ન આવે તો ચામડી તેની ચમક અને કાંતિ ગુમાવી બેસે છે.
તેથી જ ગરમીના દિવસોેમાં ચામડીની યોેગ્ય કાળજી લેવા ક્લિન્ઝર, જેલ ક્લિન્ઝર, સ્ક્રબ અને શાવર જેલનો ઉપયોગ કરવો જોઈએ. આનાથી ત્વચા ચમકીલી બને છે. ઉનાળાના દિવસોમાં ક્લિન્ઝરને ત્વચા પર વઘુ પંદરેક સેંકડ માટે રહેવા દો અને પછી ત્વચાને પાણીથી ધોઈ નાખો. આમ કરવાથી પ્રસ્વેદ, પ્રદૂષણ અને ત્વચામાંથી કુદરતી રીતે ઝમેલા તેલથી ચીકણી બનેલી ચામડી સારી રીતે સ્વચ્છ થઈ જશે. જેલ ક્લિન્ઝરનો વપરાશ ત્વચા પર રહેલા તૈલીય તત્વોને એકદમ સરસ રીતે સાફ કરી ચામડીને મુલાયમ બનાવવામાં મદદ કરે છે. બજારમાં મળતા ખાસ પ્રકારના શાવર જેલમાં ત્વચાને કાંતિવાન બનાવનારા વધારાના તત્વો ઉમેરવામાં આવે છે, જે ચામડીની ચીકાશ દૂર કરી તેને ચમકીલી બનાવવામાં મદદ કરે છે. શાવર જેલનો ઉપયોગ કર્યા પછી ત્વચાને એકદમ સ્વચ્છ બનાવી દેતો મુલતાની માટીવાળોે માસ્ક લગાવવાથી પ્રદૂષણથી બંધ થયેલા ત્વચાના છિદ્રો ખુલી જાય છે અને લોહીનું પરિભ્રમણ નિયમીત બને છે. મુલતાની માટીના પેકની જેમ બજારમાં ફ્રૂટ પેક પણ ઉપલબ્ધ છે, જે ત્વચા પર લગાવવાથી ચામડી સ્વચ્છ બને છે.
શિયાળા દરમિયાન લાંબા સમય સુધી સ્વેટર પહેરી રાખવાથી કે ગરમ રજાઈ ઓઢી રાખવાથી સંકોચાઈ ગયેલા ત્વચાના છિદ્રો ઉનાળામાં એકાએક ખુલી જાય છે. પ્રસ્વેદને લીધે ચીકણી બનેલી પીઠની ત્વચાને સાફ કરવાનું મુશ્કેલ બને ત્યારે પીઠની ત્વચા પર કાળા ધાબા પડી જાય છે. આવી પીઠમાં આઘુનિક ફેશનના હોલ્ટર્સ, ઓફ્‌ફ શોલ્ડર્સ અને બેકલેસ ડ્રેસ અને બ્લાઉઝ પહેરવાનું શક્ય નથી બનતું. તેથી લિક્વીડ બાથીંગ જેલથી સ્નાન કરતી વખતે લાંબા હેંડલવાળા બ્રશથી પીઠ ધોવામાં આવે તો બાથીંગ જેલ અને બ્રશનો ચમત્કાર પીઠ પર ‘ચમકે’ છે. તેવી જ રીતે અઠવાડિયામાં એકાદ વાર ડ્રાય બ્રશ વડે અથવા કોરા ટુવાલથી પીઠ ઘસવાથી, પીઠની ત્વચા પર જામેલો મેલ અને મૃત કોષો દૂર થાય છે, જેથી પીઠની ત્વચામાં નિખાર આવે છે. તેનાથી રક્ત પ્રવાહ ઝડપી બનવાથી પણ ચામડી પર કાંતિ પ્રગટ થાય છે. પીઠની ત્વચાને એકદમ સ્વચ્છ કર્યા પછી તેને કોમળ અને સુંવાળી બનાવવા તેની ઉપર હળવે હાથે બોડી લોશન લગાવો. જો તમારી ત્વચાનો પ્રકાર ડ્રાય હોય તો મોઈશ્ચરાઈઝરયુક્ત બોડી લોશન પર પસંદગી ઊતારો. પરંતુ જો તમારી ત્વચા તૈલીય હોય તો વિટામીન ‘સી’ ધરાવતું બોડી લોેશન યોગ્ય રહેશે.
ઉનાળા દરમિયાન ચામડી પર અળાઈ, ફોલેલી અથવા ખીલ થવા તદ્‌ન સામાન્ય વાત છે. એકાએક બમણા વેગે કાર્યરત થયેલી, ત્વચા નીચે રહેલી તૈલીય ગ્રંથિઓ તેનુ મૂળ કારણ છે. શરીર પર અળાઈઓ નીકળી આવી હોય ત્યારે જો ટાઈટ વસ્ત્રો પહેરવામાં આવે તો અળાઈની માત્રામાં વધારો થાય છે. તેથી જ આ ૠતુમાં ખુલતા વસ્ત્રો પહેરો. સિન્થેટીક કપડાંને બદલે સુતરાઉ વસ્ત્રો પહેરવાનું રાખો અને બહારથી આવીને તરત જ સ્નાન કરો. ત્વચાને અળાઈ સામે રાહત આપતા બોડી વોશથી સ્નાન કરવાથી ત્વચા જલ્દી સુંવાળી બને છે અને ચામડી પર ઠંડકનો અનુભવ થાય છે. બજારમાં મળતા આલ્ફા હાઈડ્રોક્સી એસિડયુક્ત અથવા સેલિસાઈકલ એસિડ જેલવાળા બોડી વોેશ વાપરવાથી અળાઈમાં રાહત મળે છે.
શિયાળા દરમિયાન તરડાયેલી પગની એકીની ત્વચાને ઉનાળાના દિવસોેમાં એકદમ નરમ-મુલાયમ નબાવી શકાય છે. આને માટે ‘ફૂટ સ્પેશીફીક સ્ક્રબ’નો ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત પ્યુમિક સ્ટોન વડે પણ એડીની ત્વચાને ઘસીને ચીરારહિત બનાવી શકાય. એડી માટે આવતો ખાસ સ્ક્રબ શરીરના અન્ય ભાગો માટે વપરાતા સ્ક્રબ કરતાં વધારે અસરકારક હોય છે. તેમાં વપરાતા તત્વોમાં ગ્લાયકોસિલ એસિડ કરતાં લેક્ટિક એસિડનું પ્રમાણ વધારે હોય છે. પગની એડી પ્યુમિક સ્ટોન વડે ધસી, સ્વચ્છ પાણી વડે ધોઈ નાખ્યા પછી તેના ઉપર ફૂટ લોશન લગાવવાથી એડીની ત્વચા સુંવાળી બને છે. રાત્રે સૂતી વખતે ફૂટ લોશનને વધારે માત્રામાં લગાવીને સુતરાઉ મોજા પહેરી લો. રાતભર મોજા પહેરી રાખો. બીજા દિવસે સ્નાન કરતી વખતે વળી પાછો હળવેથી પ્યુમિક સ્ટોન ઘસીને આ મૃત ચામડી કાઢી નાખો. થોડા દિવસ સતત આ પ્રયોગ કરવાથી એડીની ત્વચા એકદમ સુંવાળી બની જશે.
શિયાળા દરમિયાન સુકી બનીને તરડાઈ ગયેલી ત્વચાને સુંવાળી બનાવવા માટે ઉનાળો બેસ્ટ ૠતુ છે. બસ, થોડી કાળજી લઈને તમે તમારી ચામડીને કોમળ અને કાંતિવાન બનાવી શકો છો.
વૈશાલી ઠક્કર

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved