Last Update : 01-May-2012, Tuesday

 

‘બુટ્ટી’ની દિવાની માનુનીઓ

 

- લટકણિયાં અને ઈયરરંિગ્સનું આકર્ષણ મહિલાઓમાં સદીઓ-જૂનું છે

 

શ્રીમંત હોય કે નિર્ધન, પ્રત્યેક માનુનીને કાનની બુટ્ટીનો શોખ હોય જ છે. જન્મના છ મહિના બાદ બાળકીના કાન વીંધાવીને સોનાની દાણા જેવી ડિઝાઈનની બુટ્ટી પહેરાવી દેવામાં આવે છે. જે વર્ષો સુધી તેના કાનમાં પહેરેલી જ રહે છે. જો કે, ઉંમર વધતાં જ બુટ્ટી વિશેની પસંદ બદલાતી જાય છે. પરંતુ નાનકડી બાળકીથી લઈને કારકિર્દીલક્ષી મહિલા, અને મઘ્યમવર્ગીય ગૃહિણીથી લઈને ગર્ભશ્રીમંત માનુની સુધીની પ્રત્યેક મહિલા કર્ણભૂષણ બાબતે જુદી જુદી પસંદ ધરાવે છે અને બુટ્ટી પહેરવાનું ચૂકતી નથી.
પ્રાચીન સમયથી આપણે ત્યાં કાનમાં બુટ્ટી પહેરવામાં આવે છે. મોહેંજોદડોના અવશેષોમાંથી પણ ચાંદીના તારના કર્ણભૂષણ મળ્યા હતા. પહેલી સદીમાં તક્ષશિલામાં પહેરાતી હતી તેવી જ ડિઝાઈનની કાનની બુટ્ટી આજે દક્ષિણ ભારતીય સ્ત્રીઓ પહેરે છે. અમરાવતીના શિલ્પમાં ચંદ્રકોરી પ્રમાણેની બુટ્ટીની ડિઝાઈન જોવા મળે છે. અજંટાની ગુફાઓના શિલ્પમાં ગોેળાકાર બુટ્ટી છે અને રામાયણ કાળમાં હીરાના કુંડળ પહેરવામાં આવતા હતા. મહાભારતની કથામાં આવતાં કર્ણના કવચ-કુંડળ વિશે તો સહુ જાણીએ જ છીએ. પેશળાકાળમાં પેશવાઓ ચાર રત્ન જોડીને બનેલા કુંડળ તથા સરદાર વર્ગ એક કાનમાં કડી પહેરતો હતો. જ્યારે મહિલાઓ સોના કે ચાંદીની સેર સાથે બુટ્ટી પહેરતી હતી. તે જ કાળમાં મુસલમાન મહિલાઓ ફૂલો અને સાંકળીની ડિઝાઈનની ખભા સુધીની લાંબી લટકતી બુટ્ટીઓ પહેરતી હતી. હજી આજે પણ આ જ ડિઝાઈનની બુટ્ટીઓની ફેશન છે. તેમાં પણ ‘બલિયા’, ‘ઝૂમખા’, ‘બિજલી કી બાલી’ જેવા વિવિધ પ્રકાર હોય છે. ત્રાવણકોરમાં પાંચ-છ સ્તર લટકતાં હોય તેવા એરંિગ પહેરવામાં આવતા હતા. રાજસ્થાનમાં હીરા, મોતી તથા રત્નો જડિત બુટ્ટી પહેરવામાં આવતી હતી.તેમાં સોનાની બુટ્ટીમાં મોતીની લટકતી સેર હોય તેવી બુટ્ટીને લટકણિયાં કહેવામાં આવતા હતા.
આજે પણ વિવિધ ડિઝાઈનની બુટ્ટીઓ માનુનીનું મન મોહી લે છે. પોશાક સાથે મેચ થતાં રંગની બુટ્ટી પહેરવાની ફેશન હતી, છે અને રહેશે. મોટાભાગની મહિલાઓ પોતાના ચહેરાનો આકાર લાંબો છે કે ગોેળ છે તે ઘ્યાનમાં રાખીને બુટ્ટી પસંદ કરે છે. કાનની સાદી બુટ્ટી એટલે કે ટોપ્સ લેવા કે લટકતાં લટકણિયાં, ઝુમખાં લેવા તે બાબત પ્રત્યેક માનુનીને મુંઝવતી હોય છે. હવે તો માત્ર સોના કે ચાંદીમાં હીરા, મોતી કે રત્નો જડેલી બુટ્ટી પૂરતી ડિઝાઈન મર્યાદિત રહી નથી. ઈમિટેશન જ્વેલરીએ મહિલાઓના આ શોખને પોષ્યો છે.
ઈમિટેશન જ્વેલરીમાં અસંખ્ય વેરાયટીની બુટ્ટીઓ ઉપલબ્ધ છે. અરે, રસ્તા પર બેસતાં ફેરિયા કે લોેકલ ટ્રેનમાં પણ પાંચ-દસ રૂપિયા ખર્ચતા સુંદર ડિઝાઈનની બુટ્ટી મળી જાય છે. તે જ પ્રમાણે ડિઝાઈનર બુટ્ટીઓની શોખીન રમણીઓ મોટા મોટા શો-રૂમમાથીં હજારો રૂપિયા ખર્ચીને નીતનવી ડિઝાઈનની બુટ્ટીઓ ખરીદે છે અથવા બનાવડાવે છે.
આજકાલ વિક્ટોરીયન સ્ટાઈલના એરંિગ ‘ઈન’ ગણાય છે. રાણી વિક્ટોરિયાના કાળમાં સોનાના નાણામાંથી દાગીના બનાવવામાં આવતા હતા. તે સમયે પણ લટકતી રત્નજડિત બુટ્ટીઓની ફેશન હતી. અને આજે પણ આ જ ટ્રેન્ડ પ્રચલિત છે. આ કારણે જ આવી ડિઝાઈનની બુટ્ટીને ‘વિક્ટોરીઅન ડિઝાઈન’ની બુટ્ટી કહેવામાં આવે છે. જે કોેલેજીયન યુવતીઓમાં સ્ટાઈલ સ્ટેટમેન્ટ ગણાય છે.
કાનમાં લાંબા ઝૂમકાની ફેશનને હવે એથનિક સ્પર્શ મળ્યો છે. એમ તો કાનમાં વાળી અને તેમાં લટકતાં ઝૂમ્મર જેવા માણેક અથવા કીંમતી પથ્થરો જડેલા લટકણિયાની ફેશન ’૬૦ના દાયકામાં પણ હતી. સેલિબ્રિટીઓ જેની ડિઝાઈન પહેરે છે તે મુંબઈસ્થિત જ્વેલરી ડિઝાઈનરે ખાસ ઉનાળા માટે ઘરેણાંની નવી ભાત ઊભી કરી છે અને તેને નામ આપ્યું છે - ‘ડ્રામા ક્વીન’ જણાવે છે, ‘‘તમે ગમે તેટલી આકર્ષક સાડી કે ડ્રેસ પહેર્યો હોય, પણ જો એની સાથે યોગ્ય જ્વેલરીનું કોમ્બિનેશન ન હોય તો વાત કંઈ જામશે નહીં. ડિઝાઈનર ડ્રેસ સાથેપણ યોગ્ય ઘરેણાં પહેરવા જરૂરી છે. તમે ગમે તે ઉંમરના હો પણ લાંબાને મોટા ઈયરરંિગ્સ તમારા વ્યક્તિત્વને નવો નિખાર આપશે જ.’’
રોજંિદા કામકાજમાં આવા મોટા લટકણિયા પહેરવાની જરૂર નથી, પણ ક્યારેક સાંજે સાડી પહેરીને ફિલ્મ જોવા કે પાર્ટીમાં જાઓ ત્યારે આ લટકણિયાં તમારા વ્યક્તિત્વને નવો ઓપ આપશે. સરોગ સાથે પણ લાંબા ઝૂંમકા શોભી ઊઠે છે. તેમાંય એથનિક ડિઝાઈન નવાં વસ્ત્રો સાથે અનોખી ભાત પાડી શકે છે. પ્રેશિયસ-સેમી પ્રેશિયસ સ્ટોનવાળાં ઘરેણાં તમે જીન્સ પર પણ પહેરી શકો છો. સાડી પર પણ કલરફૂલ સ્ટોન અને લાંબા ઝૂમકાં તમારા વ્યક્તિત્વને ભીડમાંય જુદું તારવી આપશે.
આ ડિઝાઇનરે ચંદ્ર, સૂરજ, કેરી જેવા મોટિફ સાથે નવી રેન્જ બજારમાં મૂકી છે. જે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ન્યુ જર્સી દુબઈના પ્રખ્યાત સ્ટોર્સમાં મૂકવામાં આવી છે. સંઘ્યા મૃદુલ, રવિના ટંડન, મંદિરા બેદી, દીપાનિતા શર્મા, અલ્કા યાજ્ઞિક જેવા જાણીતા કલાકારો આ ડિઝાઇનરની જ્વેલરીના ચાહકો છે.
જુદા જુદા આકાર અને રંગના પથ્થર જડેલી બુટ્ટીઓ જોતાં પ્રશ્ન થાય છે કે શું આ નંગ સાચા હશે? તેની કંિમત કેટલી હશે? ઈમિટેશન જ્વેલરીમાં કાચના નંગને જડવામાં આવે છે. આ કાચ પર કટવર્ક કરીને તેને આકર્ષક બનાવવામાં આવે છે. કાચ પર કટવર્ક જેટલું વધારે તેટલી જ તેની કંિમત વધી જાય છે. થોડી મોંઘી ઈમિટેશન જ્વેલરીમાં ચાંદીની ફ્રેમમાં ગોલ્ડ પોલીશ કરીને કાચના પથ્થર જડવામાં આવે છે. રસ્ટ ગોલ્ડ પર પથ્થર જડેલી જ્વેલરીમાં સીઝેડ પ્રકારના સ્ટોન વાપરવામાં આવે છે. તે જ પ્રમાણે કેટલીક મહિલાઓ ખાસ પરિધાનના રંગ સાથે મેચ થતાં રંગના સ્ટોન, માણેક, મોતી વગેરે જડાવીને પણ જ્વેલરી બનાવડાવે છે.
આજે સ્વરોવસ્કી બ્રાન્ડના ક્રિસ્ટલ સ્ટોન્સની વધારે માગ છે. ક્રિસ્ટલને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે એટલે ભેટ આપવા માટે પણ ક્રિસ્ટલ જ્વેલરી પસંદ કરવામાં આવે છે. રંગબેરંગી ક્રિસ્ટલ સ્ટોન જડેલી બુટ્ટીઓ ખૂબ જ સુંદર દેખાય છે. આ સ્ટોન્સની કંિમત પણ રંગ અને કટવર્ક પર આધારિત હોય છે. તે જ પ્રમાણે આ જ્વેલરીની ગેરેન્ટી પણ જ્વેલર્સો આપે છે.
મોતી તથા કુંદન જડિત બુટ્ટીઓ પણ આકર્ષક દેખાય છે. પરંતુ આજે તોે ડ્રેસ સાથે મેચ થતાં રંગના સ્ટોન્સના જ દાગીનાની ફેશન છે. જુદા જુદા પ્રસંગમાં વિવિધ ડિઝાઈનના સોેના કે ચાંદીના આભૂષણો પહેરી શકતા નતી. તેથી સ્ટોન્સ જડિત જ્વેલરી ફેન્સી અને સોંઘી ગણાય છે.
સરિતા

 

ટિપ્સ

 

- તમારા ડ્રેસ સાથે મેચંિગ હોય તેવા ઝૂમકાં પહેરવાનો આગ્રહ રાખો.
- લાંબા ઝૂમકાં સાથે ગળામાં કંઈ ન પહેરો તો ચાલે, પણ જો પાર્ટીમાં કે લગ્નમાં જવાના હો તો ગળામાં નાની ચેઇન પહેરવાને બદલે હૈડાં કે પથ્થર જડેલી લાંબી ચેઈન પહેરી શકો.
- હાથમાં પથ્થર જડેલી મોટી વીંટી પહેરી શકાય.
- બી બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ તમારી કલ્પનાને છૂટ્ટો દોર આપો અને અવનવી ડિઝાઈનનાં લટકણિયાં તમારા વોર્ડરોબમાં ઉમેરો.

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved