Last Update : 01-May-2012, Tuesday

 

પતિના જીવનમાં પરસ્ત્રી-પ્રવેશનો પગરવ કેમ પારખવો ?

આ વર્ષનો વેલેન્ટાઈન ડે મહાનગરમાં વસતા પતિદેવો માટે ભારે તણાવપૂર્ણ રહ્યો હતો. ખાસ કરીને જેમની પત્નીઓ નોકરી કરતી હતી એવા પતિદેવોને એવો ડર સતાવી રહ્યો હતો કે તેમની પત્નીઓ તેમના કોઈ સહકર્મચારી સાથે છૂપી રીતે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરશે. સચ્ચાઈ જાણવા સેંકડો પુરુષોએ પત્નીની હરકતો પર નજર રાખવા જાસૂસોનો આશરો લીધો હતો. પરંતુ પતિના જીવનમાં અન્ય સ્ત્રીનો પ્રવેશ થાય તો તેની જાણ પત્નીને શી રીતે થાય? તેમાંય જો પત્ની ગૃહિણી હોય અને ઘર-સંતાનો સંભાળવામાં ગળાડૂબ રહેતી હોય તો તે પતિની હરકતો પર શી રીતે નજર રાખે? નિષ્ણાતો કહે છે કે ગૃહિણીઓ ભલે પતિ પાછળ જાસૂસ ન દોડાવી શકે, પણ તેમના વર્તનમાં આવેલા પરિવર્તન પરથી પારખી શકે કે તેમના જીવનમાં અન્ય માનુનીનું આગમન થઈ ચૂક્યું છે. જેમ કે પતિ પત્નીની એકદમ અવગણના કરવા લાગે અથવા વધારે પડતો પ્રેમ દર્શાવવા લાગે તો તે સ્થિતિ જોખમી ગણાય. ટૂંકમાં તેમના સામાન્ય વર્તનમાં ફેરફાર જણાય તો પત્નીએ ચેતી જવું આ વાત વિસ્તારપૂર્વક સમજાવતાં તેઓ કહે છે કે પત્ની કહી કહીને થાકે તોય કસરત કરવા, વોક કરવા કે જિમમાં જવા તૈયાર ન થતાં પતિદેવો અચાનક પોતાના શારીરિક સૌષ્ઠવ પ્રત્યે સભાન થઈ જાય ત્યારે ચેતી જવું. સાથે સાથે તેમના વસ્ત્ર પરિધાનમાં પણ નવીનતા આવે, આફ્‌ટર શેવ કે ડિઓનો વપરાશ વધી જાય, વધારે પડતાં સ્ટાઈલીશ બની જાય એ બધી બાબતો તેમના જીવનમાં પ્રવેશેલી અન્ય માનુનીના આગમનની સૂચક છે.
આવી સ્થિતિમાં તમારી શંકા સાચી છે કે નહીં તે ચકાસવા પતિ સાથે જિમમાં જવાની વાત કરવી. જો તેઓ તમને જિમમાં સાથે લઈ જવાની આનાકાની કરે તો શક્ય છે કે તમારો સંશય સાચો હોય. અલબત્ત, જ્યાં સુધી તમને આ વાતની ખાતરી ન થાય ત્યાં સુધી પતિ સામે શંકા પ્રગટ કરવાની ભૂલ ન કરવી. તેને કારણે સંબંધોમાં ખટાશ આવી જશે.
નિયત સમયે ઘરે આવી જતાં પતિને રોજ ઘરે આવવામાં મોડું થવા લાગે, તે તમને શનિ-રવિની રજામાં ફરવા લઈ જતા હોય તે અચાનક બંધ કરી દે અને કમ્પ્યુટર સામે બેસી રહે, ફોેન પર વાત કરવા આઘાપાછા થઈ જાય ત્યારે સમજવું કે દાઢમાં કાંઈક કાળું છે.
જો તમારા પતિના મુખેથી વારંવાર તેમની કોઈ મહિલા કર્મચારીનું નામ સાંભળવા આવે. તમને પણ તે ભૂલથી તેના નામથી બોલાવે તો ચેતી જાઓ. જો તેઓ માત્ર નામ જ લે તો શંકાના આધારે તકરાર કરવાની ભૂલ ન કરવી. પરંતુ વાતવાતમાં તેમના મનની વાત જાણવાનો પ્રયત્ન કરવો. હા, જો તેઓ વારંવાર તેની પ્રશંસા કર્યા કરે, તેની વ્યવસાયિક આવડત સિવાયના વિષયો જેમ કે તેની સુંદરતા, તેનું વ્યક્તિત્વ, તેની સ્ટાઈલ, તેના વસ્ત્રાભૂષણોની પ્રશંસા કરે ત્યારે તમારી શકાને બળ આપવું અને હકીકત જાણવાનો પ્રયત્ન કરવો.
તમારો જન્મદિન કે લગ્નતિથિ ભૂલી જનાર પતિ વારંવાર તમારા ઉપર ભેટ-સોગાદની વર્ષા કરવા લાગે તો બહુ ખુશ થઈ જવાની જરૂર નથી. ઘણી વાર અન્ય યુવતી સાથેના સંબંધોને કારણે તે અપરાધભાવ અનુભવતા હોવાથી પણ તમારા માટે નવી નવી વસ્તુઓ લાવવાનો પ્રયત્ન કરતાં હોય છે. હા, તમારા નવા નવા લગ્ન થયા હતા ત્યારે તેમને તમારા માટે ભેટ-સોગાદ લાવવાની ટેવ હતી જે વ્યસ્તતાને કારણે છૂટી ગઈ હતી, અને હવે તેમની પાસે થોડો સમય અને નાણાં બંને છે ત્યારે તમારા માટે ગિફ્‌ટ લાવે છે, આવી સ્થિતિમાં શંકાનું કોઈ કારણ નથી રહેતું. આમ છતાં બહુ હોંશિયારીપૂર્વક પરિસ્થિતિ પામવાનો પ્રયત્ન કરવામાં કાંઈ ખોટું નથી. નિષ્ણાતો સૌૈથી મહત્ત્વની વાત કરતાં કહે છે કે તેનો પતિ સહશયન દરમિયાન અચાનક જ નવા નવા આસન અજમાવવા લાગે, ફોરપ્લેમાં પણ વઘુ સમય વિતાવે તો ખુશ થવા સાથે ચેતી જવાની જરૂર છે. સૌૈથી પહેલાં તો તેમની સહશયનની બદલાયેલી પઘ્ધતિ પર ઘ્યાન આપો. એ પણ નોેંધો કે તમે તેમને સહશયનમાં પૂરતો સાથ ન આપો ત્યારે તેમને કાંઈક ફરક પડે છે કે નહીં. તે શારીરિક ઐક્ય દરમિયાન નવા નાવ આસનને ખરેખર માણે છે કે પછી તેની પ્રેક્ટિસ કરે છે. જો તમને એમ લાગે કે તેમના સ્પર્શમાં આત્મીયતા નથી બલ્કે તેઓ માત્ર નવી નવી સ્ટાઈલનું રિહર્સલ કરી રહ્યાં છે તો સાવધાન થઈ જાઓ.
સવિતા

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved