Last Update : 01-May-2012, Tuesday

 
સહિયર સમીક્ષા
 

હું ૨૭ વરસની છું. મારા લગ્નને એક વરસ થયું છે. મારા પતિને લગ્ન પૂર્વે એક યુવતી સાથે પ્રેમ હતો અને તેમણે હજુ સુધી તેની સાથે સંપર્ક જાળવી રાખ્યો છે. આ વાતની મને હમણા જ ખબર પડી છે. આ કારણે મને ઘણી ચિંતા થાય છે. મેં હજુ સુધી આ વાતની તેમની સાથે ચર્ચા કરી નથી. હું તેમને ઘણો પ્રેમ કરું છું. તેમના એ સ્ત્રી સાથેના સંપર્ક તૂટી જાય એ માટે મારે શું કરવું?
એક બહેન (પાલડી)

 

* તમે અદેખાઈ કરશો તો કામ વધુ બગડી જશે. તમારા પતિ સાથે શાંતિથી બેસીને આ વાતની ચર્ચા કરો. તેમને એ સમજાવો કે આ સ્ત્રી સાથેના તેમના સંબંધને કારણે તમને ચિંતા થાય છે. તમારા સ્થાને તેમની જાતને મૂકીને તેમને કેવી લાગણી થાય છે. એ વિચારવાનું તેમને કહો. એ સ્ત્રી અને તમારા પતિને સાથે બેસાડીને તમે સમજાવી શકો છો. તેમના આ સંબંધને કારણે બંનેનું લગ્ન જીવન જોખમમાં આવી શકે છે.

 

મારા પતિ તેમના કામમાં ઘણા વ્યસ્ત રહે છે. ઘરે પણ મોડા આવે છે અને રવિવારે પણ ઑફિસ જાય છે. હું તેમની રાહ જોઈને કંટાળી જાઉં છું અને મને ઘણી એકલતા સાલે છે. આ કારણે મારા ચહેરા પર ઉદાસી અને ગુસ્સાના ભાવ આવી જાય છે. મેં તેમને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો છે. પરંતુ કોઈ ફેર પડતો નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક બહેન (ગુજરાત)

 

* સૌ પ્રથમ તો એ જાણવાનો પ્રયાસ કરો કે તમારા પતિ ઑફિસમાં જ તેમનો સમય પસાર કરે છે કે કામના બહાને બીજે જાય છે. જો તેઓ કામ જ કરતા હોય તો તમારે ચિંતા કરવાની જરૃર નથી. તેઓ તમારા અને તમારા પરિવારના ઉજવળ ભવિષ્ય માટે જ મહેનત કરે છે. આથી તમારે ખુશ થવું જોઈએ. તમારે તેમની સાથે મન શાંત રાખી વર્તન કરવું જોઈએ અને આનંદમાં સમય પસાર કરવો જોઈએ. તેઓ તમારી કચકચ કે ગુસ્સાથી કંટાળીને બહાર રહેતા હોય એવી પણ એક શક્યતા છે.

 

હું ૨૦ વર્ષની છું. મારા વેવિશાળ થઈ ગયા છે. અમે સામાન્ય પરિવારના છીએ જ્યારે મારા સાસરિયા શ્રીમંત છે. મને મારા ભાવિ સાસુનો સ્વભાવ ગમતો નથી. આથી મારે આ લગ્ન કરવા નથી. મારે શું કરવું?
એક યુવતી (અમદાવાદ)

 

* તમારા વેવિશાળ થઈ ગયા છે અને લગ્ન થવાના છે તો પછી તમને શું પરેશાની છે? છોકરાની માતાના સ્વભાવનો પ્રશ્ન છે તો તમે એને તમારા વ્યવહારથી જીતી શકો છો. તેમની સાથે રહ્યા વગર અને વધુ પરિચય વગર તમે આવો અભિપ્રાય કેવી રીતે બાંધી લીધો. ખેર, બે પેઢી વચ્ચે વિચારોનો તફાવત રહેવાનો જ છે. તમે બીજા કોઈ છોકરા સાથે લગ્ન કરશો અને લગ્ન પછી તમારી સાસુ સાથે તમને ફાવશે એ વાતની શું ગેરન્ટી છે ઘેર ઘેર માટીના ચુલા હોય છે આથી ચિંતા કરો નહીં અને લગ્ન કરી સુખી ઘર સંસાર વસાવો. આમ પણ તમે છોકરાને પરણો છો એની માતાને નહીં.

 

મારા લગ્ન એક વરસ પહેલા થયા હતા. મારા સાસુ અને પતિ મને ઘણો માનસિક ત્રાસ આપતા હતા. તેમણે મને ઘરમાંથી જતા રહેવાનું કહ્યું હતું. આથી હું ત્યાંથી નીકળીને મારે પિયર જતી રહી હતી. તે સમયે મારા દાગિના અને વસ્ત્રો હું લઈ ગઈ નહોતી. હવે હું માગુ છું તો તેઓ મને આપતા નથી. આ મારું સ્ત્રીધન છે જે મને લગ્ન સમયે મળ્યું હતું. હવે મેં છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે. મારું સ્ત્રી ધન પાછું મેળવવા મારે શું કરવું એ બાબતે માર્ગદર્શન આપશો.
એક બહેન (મહેમદાવાદ)

 

* તમારા છૂટાછેડા અને સ્ત્રીધનનો પ્રશ્ન છે તો તમારે કોઈ સ્થાનિક વકીલની સલાહ લેવાની જરૃર છે. તેઓ તમને યોગ્ય માર્ગદર્શન આપી શકશે. આ ઉપરાંત કોઈ નારી સંસ્થાની મદદ પણ તમે લઈ શકો છો. આ સંસ્થાઓના નંબર કે સરનામા શોધી તેમને ફોન પર કે રૃબરૃ મળીને સંપર્ક સાધો જેથી તમારું કામ આસાન થઈ જશે.

 

હું ૧૮ વરસની છું. ૨૪ વર્ષના એક યુવકને હું પ્રેમ કરું છું. હવે તે શિક્ષણ માટે બહારગામ ગયો છે. તેને એક પ્રેમિકા હોવાનું તેણે મને કહ્યું છે. તેના વિચારોને કારણે હું ભણવામાં પણ ધ્યાન આપી શકતી નથી. મારા પરિવારના સભ્યો જૂના વિચારના છે આથી તેઓ મને તેની સાથે લગ્ન કરવાની મંજુરી આપશે નહીં. મારે શું કરવું?
એક યુવતી (સુરત)

 

* ભેંસ ભાગોળે છાસ છાગોળે અને ઘેર ધમાધમ જેવો ઘાટ છે. એ યુવક તમને પ્રેમ કરે છે એ તમે જાણતા નથી અને લગ્ન સુધીના વિચારો કરવા માંડયા છો. શેખચલ્લીના સપના જોવા છોડીને વાસ્તવિક્તા પર પાછા વળો અને મુગ્ધાવસ્થાનો આ પ્રેમ ભૂલીને ભણવામાં ધ્યાન આપો. સમય જ બધા દરદની દવા છે. સમય જતા તમે એ યુવકને ભૂલી જશો અને તમારા જીવનમાં કોઈ બીજો પુરુષ આવશે. આવતી કાલે તમારી આ બાલિશતા પર તમને હસુ આવશે. ટીનએજમાં આ પ્રકારનું આકર્ષણ સામાન્ય છે.

- નીના

 
 
Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved