Last Update : 01-May-2012, Tuesday

 

વાર્તા-ઈન્ટરનેટ-મેટ

એકાધિકાર

કુસુમ આજે ખૂબ ખુશ હતી. એના કાકાની દીકરી કોકિલા આજે પહેલી વાર આમ સાસરે મળવા આવતી હતી. કુસુમના લગ્નપ્રસંગે દોડાદોડીને ઉત્સાહપૂર્વક બધાં નાનાં નાનાં કામ આટોપતી અને વિદાય ટાણે વધારેમાં વધારે આસું સારનારી એ દસ વર્ષની કોકિલા જ હતી! લગ્ન પછી કુસુમ તેના પતિના ઘેર જ ભૂજ આવી ગઈ અને કોકિલા તેનાં માતા-પિતા સાથે મહુવા ચાલી ગઈ. બસ, ત્યારથી આજ સુધીમાં એ નટખટ નાની બહેનને કુસુમ ફરીથી મળી નહોતી શકી.
કુસુમ તેના આવવાની રાહમાં ઘરનું આડું-અવળું કામ પતાવતી હતી, ત્યાં જ દરવાજાની ઘંટડી રણકી ઊઠી. દોડતી આવીને કુસુમે બારણું બારણું ખોલ્યું અને જોયું તો સામે એક હાથમાં સૂટકેસ અને બીજામાં એક બગલથેલો લઈને તેનો પતિ ઉદય ઊભો હતો. તેની બાજુમાં કોકિલા હતી. કુસુમની નજર ઘડીભર તો જાણે ઠરી જ ગઈ. ઊંચી, પાતળી દેહલતા, ભોળપણ નીતરતો આકર્ષક ચહેરો, કમર સુધી લાંબા કાળા ભમ્મર વાળ અને બધાં કરતાંય વધારે ચિત્તાકર્ષક તેની હરણી જેવી નિર્દોષ મોટી મોટી આંખો.... બઘું મળીને જોતાં એક સમયની ઊછળતી-કૂદતી બેપરવા કિશોરી હવે યુવાનીને ઉંબરે ઊભી હતી.
‘‘કેમ છો દીદી?’’ નિર્મળ હાસ્ય વિખેરતાં કોકિલા બોલી, ત્યારે તેની સફેદ દંતાવલિ ચમકી ઊઠી અને ગાલમાં ખંજન પડેલાં દેખાયાં.
કોકી! આવા....આવ...’’ કહેતાં કુસુમ બે ડગલાં આગળ વધીને તેને ભેટી પડી. પછી તેને દોેરીને ઘરમાં લઈ ગઈ. ચા-નાસ્તો આટોપાઈ ગયા પછી કોકિલા ન્હાવા માટે બાથરૂમમાં ગઈ અને કુસુમ રસોઈના કામે વળગી.
‘‘હું જરા બજારમાં જઈને આવું છું.’’ એમ કહીને ઉદય બહાર ચાલ્યો ગયો.’’
નહાઈધોઈને તાજગી અનુભવતી કોકિલાએ વાળ સુકવતાં સુકવતાં જ કુસુમનાં ત્રણેય સંતાનો નવ વર્ષનો વિનય, સાત વર્ષની નીલુ અને પાંચ વર્ષની અમીને પોતાની પાસે બોલાવી લીધાં.
છોકરાં પણ જે માસીને આજ સુધી કદી જોઈ નહોતી તેની સાથે એવાં હળી ગયાં, જાણે બહારના કોઈને એમ જ લાગે કે બધાં વર્ષોેથી સાથે જ રહેતાં હોય.
‘‘આવતાની સાથે જ છોકરાંઓ જોડે મગજમારી શરૂ કરી દીધી? થોડો ઘણો વિસામો તો લે. આટલા લાંબા પ્રવાસનો થાક નથી લાગ્યો?’’ રસોડામાંથી બહાર આવતાં કુસુમે કહ્યું ‘‘કોેકિલા તેને કશો જવાબ આપે તે પહેલાં જ ઉદયે ઘરમાં દાખલ થતાં કહ્યું, ‘‘અરે યાર, કોને આરામ કરવાની ભલામણ કરાય છે? થાક તો મને પણ લાગ્યો છે!’’
‘‘એટલે સાહેબ બહાદુરની દાનત પણ બગડી બેઠી છે!’’ કુસુમે એક ચીંટીયો લેતાં કહ્યું અને ઘરમાં હાસ્યનું હળવું મોજું પ્રસરી ગયું.
સહુએ સાથે બેસીને જમવાનું પતાવ્યું. જમીને બાળકો ઘરની સામે બનેલા પાર્કમાં રમવા ચાલ્યાં ગયાં. ઘરમાં કુસુમ, ઉદય અને કોકિલા બાકી રહી ગયાં
સામાન્ય ખબરઅંતરની આપ-લે થવા લાગી, ‘‘તારાં પેપર કેવાં ગયાં?’’, ‘‘કયા વિષયમાં વધારે રસ છે?’’, ‘‘કાકાની હવે તબિયત કેમ રહે છે?’’ આ બધા પ્રશ્નોને અંતે કુસુમે અગત્યનો પ્રશ્ન કર્યો, ‘‘કેટલા દિવસ રહેવાનો કાર્યક્રમ ગોઠવીને આવી છે?’’
‘‘બસ એક અઠવાડિયું.’’
‘‘એક અઠવાડિયા પછી મારે શું કરવાનું છે?’’ મજાકિયા સ્વરે ઉદયે ટાપસી પૂરી.
‘‘મારા કાગળની રાહ જોવાની. પણ હજી તો હું તમારી પાસે જ છું, પછી અત્યારથી શા માટે ચંિતા કરીને દૂબળા થઈ જાવ છો. જીજાજી?’’
એવી રીતે કોકિલાએ જવાબ આપ્યો કે સહુ ખડખડાટ હસી પડ્યા.
થોડી વાર પછી કોકિલા પણ સામેના પાર્કમાં બાળકો પાસે ચાલી ગઈ. સાંજ ઢળતાં પહેલાં તે બાળકો સાથે પાછી આવી, ત્યારે ઉદય રવેશમાં ંઊભો રાહ જોતો દેખાયો.
ઉદય તેને જોતો હશે? એમ હોય પણ ખરું અને ન પણ હોય... કોકિલા કશું નક્કી ન કરી શકી. ઉદયની આંખમાં જો એક વખત જોઈ લીઘું હોત, તો બઘું સ્પષ્ટ થઈ જાત.
આ બધાથી અજાણ કુસુમ શયનખંડમાં ડબલ-બેડ પર નવી ચાદર બિછાવતી હતી. તેનું ઘર એક કુટુંબનો સમાવેશ કરી શકે તેથી વિશેષ મોટું નહોતું. રસોડા અને વરંડા ઉપરાંત બે રૂમ હતા, તેમાંથી એકની ઉપર કુસુમનાં સાસુએ કબજો જમાવેલો હતો, જ્યારે બીજા રૂમનો કુસુમ, તેના બાળકો અને પતિ ઉપયોગ કરતાં હતાં. બાજુમાં બાથરૂમ હતો. તેની પડખે નાનકડો સ્ટોરરૂમ હતો અને તેની બાજુમાં રસોેડા તરીકે ઓળખાતો સહેજ અંધારિયો રૂમ હતો. મકાનની સામેની ખુલ્લી જમીનમાં ચાર વધારાના ઓરડા અને વિશાળ પ્રાંગણની જગ્યા હતી, પણ એ ક્યારે મૂર્ત રૂપ લે, એ વિચારણા માગી લે તેવી વાત હતી. હાલ પૂરતો તો ત્યાં નાનકડા છોડ અને રંગબેરંગી ફૂલોની ક્યારીઓવાળો એક નાનો બગીચો જ હતો.
‘‘ઘરની એકેએક ચીજ સહિત નાનકડા બગીચાના કુમળા છોેડને પણ જાણે કોકિલાની હાજરીનો આનંદ અનુભવાતો જણાય છે. ફૂલોમાં પમરાટ અને ઘરમાં અજવાસ પ્રસરી ગયેલો લાગે છે.
ઉદયે આવું કહ્યું ત્યારે કુસુમ અને કોકિલા બંને હસી પડ્યાં.
કુસુમના આગ્રહથી ઉદયે ઓફિસમાંથી રજા લઈ લીધી, પછી ઉદય, કુસુમ, કોકિલા અને બાળકો ભુજના જોવાલાયક સ્થળોની મુલાકાતે નીકળી પડ્યાં. કચ્છના અન્ય જોવાલાયક સ્થળોની અનુકૂળતા પ્રમાણે મુલાકાત લેતાં લેતાં એક અઠવાડિયું ક્યાં વીતી ગયું તેની ખબર જ ન પડી!
એક દિવસ બાળકોને સાસુજીની દેખરેખ હેઠળ સોંપીને કુસુમ, ઉદય અને કોકિલા સાથે બજાર ગઈ. કેટલીય દુકાનોમાં જોયા પછી આખરે એક આછા ગુલાબી રંગના અજરખ પ્રિન્ટના સલવાર સૂટ પર પતિ-પત્ની બંનેની નજર ઠરી. જો કે એ સૂટ પ્રમાણમાં મોંઘો હતો અને કુસુમે તો એટલો મોંઘો પોશાક કદી પહેર્યો જ નહોતો. ખરીદી કરીને ત્રણ જણ ફિલ્મો જોવા ગયાં અને ત્યાંથી છૂટીને હોટેલમાં ડિનર લઈને ઘેર પાછાં ફરતાં રાતના અગિયાર વાગી ગયા હતાં.
ત્રણે બાળકો દાદીમાં જોડે સૂઈ ગયાં હોવાને લીધે કુસુમનો શયનખંડ ખાલી હતો. રોજના નિયમ પ્રમાણે ઉદય અને બાળકોને કુસુમ ડબલબેડ પર સુવાડતી. તેને પોતાની પીઠનું દર્દ અને રબર ફોર્મના ગાદલા પ્રત્યેના અણગમાને કારણે કુસુમ એક પાટ ડબલ બેડ જોડે ગોઠવીને તેમાં જ સૂઈ રહેતી,. કોકિલા પણ બાળકોની બાજુમાં ડબલબેડ ઉપર સમાઈ જતી હતી.
બાળકો દાદીમા જોડે સૂતાં હોવાથી કોકિલાએ ઈચ્છ્‌યું હોત તો એ દીદી સાથે જ પાટ પર સૂઈ શકી હોત, પણ તે એટલી બધી થાકી ગઈ હોય તેમ લાગતું હતું કે વધારે કશું વિચાર્યા વિના ડબલબેડ પર જ આડી ગઈ. કુસુમ અને ઉદયે તેને પાટ પર સૂઈ જવા માટે જગાડવાનું યોગ્ય ન માન્યું અને ઉદય બેડના બીજા છેડે સંકોરાઈને સૂતો. જ્યારે કુસુમ તેના રોેજંિદા સ્થાને પાટ પર સૂતી. આ જ પહેલાં ત્રણે બાળકો વચ્ચે સૂતાં હતાં, પણ આજે તેમનું સ્થાન ખાલી હતુ,ં એટલે ડબલબેડ પર ઘણી જગ્યા નજરે પડતી હતી.
થાકીને લોથ થઈ ઘસઘસાટ ઊંઘતી કોકિલા ક્યારે અને કેવી રીતે ઉદયની સોડમાં સરકી આવી, એનું બેમાંથી કોઈને ભાન ન રહ્યું. ઊંઘની આડશે કોેકીને પોતાના વાળમાં આંગળીઓનો સ્પર્શ સારો લાગ્યો. એણે સહેજ ઊહંકારો કરી આછો-પાતળો વિરોધ કર્યો, પણ પછી સુસ્ત રહી. ઉદયના અટકચાળા આગળ વઘ્યાં... હવે શું થશે? એ ઉત્સુકતામાં કોકિલા અર્ધજાગ્રતાવસ્થામાં શ્વાસ રોેકીને પડી રહી. તેનું આ કુતુહલ તેનું જીવન બરબાદ કરી નાંખત, પણ એ પહેલાં તેની વિવેકબુદ્ધિ જાગ્રત થઈને વહારે આવી પહોેંચી. ઉદયને લગભગ હડસેલી દેતાં તે બોલી, ‘‘ના, નહીં નહીં જીજાજી! આ તમને શું થઈ ગયું છે? બસ કરો જીજાજી...’’
પણ ઉદય પર ઉત્તેજનાનું ભૂત સવાર થઈ ગયું હતું. તેણે કોેકિલાએ મોઢે હાથ દબાવી દીધો, પણ કોેકિલાએ સખત સામ નો કર્યો અને ઝડપથી બેઠી થઈ જઈ ચીસ પાડી, ‘‘દીદી...’’
કુસુમ સફાળી જાગીને બેઠી થઈ ગઈ. ‘‘શું થયું કોકી?’’ કહેતાં તેણે લાઈટ કરી.
‘‘એ તો મને એક બિહામણું સપનું આવ્યું, તેથી ડરીને મારાથી ચીસ પડાઈ ગઈ. દીદી, હવે મને બહુ બીક લાગે છે...’’
ઉદય ઊંઘવાનો ખૂબ જ સફળ અભિનય કરતો હતો. કુસુમે એક નજર તેના પર નાખી, પછી તે જાતે જ કોકી પાસે આવી. તરત જ કોકી ઊભી થઈને પાટ પર જ તેની દીદીને વળગીને સૂઈ ગઈ.
બીજા દિવસે ઉદય ઓફિસે ગયો, પછી કોકિલાને લઈ જવા તેના મામા આવ્યા. કુસુમથી વિખૂટી પડતાં પહેલાં કોકિલાએ તેની અર્ધજાગ્રત આંખોનું સપનું દીદીને વિગતવાર જણાવી દીધું.
કુસુમ વિમૂઢ થઈ ગઈ. તેને થયું કે શરીરનું આખું લોહી નિચાવી લેવામાં આવ્યું ન હોય!
કોકીના વિખરાયેલા વાળ, ચોળાયે લા વસ્ત્રો, ધમણ જેમ ચાલતો શ્વાસ વગેરે જોતાં તેન ેકશુંક બની ગયું હોવાની આશંકા તો એ વખતે આવી જ હતી, પણ કોકિલાએ આ વાત બદલી નાખતાં કુસુમને થયું કે પોતે નકામી શંકા-કુશંકા કરે છે. વળી ઉદય પરનો અતૂટ વિશ્વાસ પણ તેને સંદેહ ન કરવા માટેનું બળ પૂરું પાડતો હતો.
તે બંને સમજણાં થયાં ત્યારથી જ તેણે ઉદયને મન ભરીને ચાહ્યો હતો, તેની પ્રત્યેક વાતને તે બ્રહ્મ વાક્ય ગણતી આવી હતી. સામા પક્ષે ઉદય પણ તેનું પૂરતું ઘ્યાન રાખતો હતો. એટલું જ નહીં, પણ બંને વચ્ચે એકબીજાથી કોઈ વાત છુપાવવા જેવું પણ કશું નહોતું.
કુસુમ બઘું સહન કરી શકે તેવી હતી, પણ ઉદયની ચારિત્ર્યના કિલ્લાના કાંગરા ખરવા લાગે, તે તેની સહનશક્તિ બહારનું હતું.
વીતેલા છેલ્લા એક અઠવાડિયાનું એ સહિયારુ મુક્ત હાસ્ય અને એ મજાક મશ્કરી હવે કુસુમને શૂળની માફક ખૂંચતા હતાં. તેને લાગ્યું કે ઉદય ઉપરનો એનોે એકાધિકાર જાણે એ ખોઈ બેઠી હોય અને અધિકાર વિના જીવન જીવવા કરતાં મોત આવી જાય, તે વધારે ઈચ્છનીય છે....
સારા-નરસા અનેક જાતના વિચારો કુસુમના મનમાં ઘોળાતા રહ્યાં.... બાળકો પણ તેના દિલને રાજી ન કરી શક્યાં.
ઉદયે સાંજે ઘરે પાછા ફરતાં કુસુમને હંમેશાની જેમ બારણે રાહ જોઈને ઊભેલી ન જોઈ. બારણું પણ બાળકોએ જ ખોલ્યું . અંદર આવીને તેણે કુસુમને પલંગ પર સૂતેલી જોઈ, તો તેને આશ્ચર્ય મિશ્રિત આશંકા થઈ.
સહજ વાતાવરણ ઊભુ કરવાનો પ્રયત્ન કરતાં ઉદય બોલ્યો, ‘‘કોકી તો અત્યાર સુધીમાં ઘેર પણ પહોંચી ગઈ હશે...’’
‘‘સારું જ થયું કે એ હેમખેમ ઘેર પહોંચી ગઈ....તમે આટલી ઉંમરે પણ હજી ઠર્યા નહીં! કેવું શરમજનક વર્તન તમે કર્યું...! મને તો... કહેતી કુસુમ રડવા લાગી.
ઉદયના મોં પર જાણે કાળી મેશ ઢળી ગઈ હોય તેમ એક પણ શબ્દ બોલ્યા વિના એ દાદર તરફ આગળ વઘ્યો. જ્યારે પણ કુસુમ જોડે ગમે તે કારણ ઝઘડો કે વિખવાદ થઈ જાય, ત્યારે એ કશો જવાબ આપ્યા વિના ધાબાની ઓરડીમાં પડેલા પલંગ પર જઈને સૂતો સૂતો કશુંક વાંચ્યા કરતો. થોડા સમય પછી કુસુમ તેની મનાવી લેવા પાછળ પાછળ ઉપર જતી.
કુસુમ આખા બનાવ પર ઠંડા દિમાગથી વિચાર કરવા લાગી. તેના અંતરમાંથી જવાબ મળ્યો...‘‘ભૂલ તો તારી પણ છે. તારે કોકિલાને તારી પડખે જ સૂવડાવવાની જરૂર હતી. માત્ર એક રાતનો જ સવાલ હતો. એમ કરવાથી તારી પીઠનો દુખાવો કાંઈ વધી જવાનો નહોતો અને છેલ્લે તો તારે કોકી સાથે જ સૂવું ન પડ્યું? ઉદય આકર્ષક અને દેખાવડા વ્યક્તિત્વવાળો છે. એવુ ંપણ બને કે શરૂઆત કોેકિલાએ જ કરી હોય... હવે અત્યારે તો એ આરામથી તેના ઘરે પહોંચીને બઘું વિસારી બેઠી હશે અને તું અહીં નાહકના વિચાર કરી કરીને ઉજાગરા કરી રહી છે.... અરે, આત્મહત્યા કરવા સુધીની તૈયારી તે કરી લીધી છે. તારા મરી ગયા પછી તારાં સાસુ કેટલું જીવશે? ત્યાર પછી વ્હાલસોયાં, ફૂલ જેવાં બાળકોનું શું થશે? ઉદયનું શું થશે? નાના-મોટા દરેક કામમાં તેને તારા વિના તો ચાલતું જ નથી. એ તારા વિના કેવી રીતે રહી શકશે? આખું જીવન સાથ આપવાનું વચન આમ ઘડીના છઠ્ઠા ભાગમાં તોડવું છે? તેને અડધે રસ્તે રઝળતો મૂકવો છે?
‘‘ના...ના... બિલકુલ નહીં. ...’ કુસુમ અભાનપણે બોલી ઊઠી. વિચારોના પ્રવાહમાં અંતરાય આવ્યો અને તેની તંદ્રા તૂટી ગઈ. તેણે ઊભી થઈને હાથ-મોઢું ધોયાં, પોેતાનો દેખાવ વ્યવસ્થિત કર્યો અને તે દાદર ચડીને ઉદય પાસે પહોંચી ગઈ.
ઉદયે તેને પોતાના આશ્વ્લેષમાં લેતા કહ્યું, ‘‘મને પાકી ખાતરી હતી કે તું ચોક્કસ આવીશ. મેં તારી સૂચનાથી જ ઓફિસમાં રજા મૂકી, ખાણી-પીણી અને હરવાફરવાનો કાર્યક્રમ પણ તારીજ મરજી મુજબ બનાવ્યો, કોકિલા માટે ડ્રેસની પસંદગી પણ તેં જ કરી... તારા સહકાર વિના તેને મારું સાન્નિઘ્ય મળી શકે તેમ હતું જ નહીં, તેમ છતાં દોષ મારો છે કુસુમ. ભલે એ પરિસ્થિતિજન્ય હોય, તેમ છતાં મને તેનો પુષ્કળ પસ્તાવો છે. એક વખત બઘું તને સ્પષ્ટ જણાવી દેવાનો વિચાર આવ્યો હતો, પણ વાત દબાઈ ગઈ ત્યાર પછી તને આઘાત આપવાનું મને યોેગ્ય ન લાગ્યું...’’
કુસુમ બરાબર સમજતી હતી કે ઉદય પોતાની જાતને નિર્દોેષ પુરવાર કરવા માટે તર્કબઘ્ધ દલીલોનો આધાર લઈ રહ્યો હતો, પણ તેના એકરારમાં કુસુમને પોતાની સ્થિતિ વધારે મજબૂત લાગી. ઉદય પર તેનો એકાધિકાર હજી સુધી અકબંધ જ હતો, એવો વિશ્વાસ પ્રાપ્ત થવાથી તેના હૃદય પરનું ભારણ એકદમ ઓછું થઈ ગયું. એ પોતે જ મનાવવા આવી હતી, એટલે રિસામણાં કેમ કરીને લે? તે સ્મિત કરતાં બોેલી, ‘‘એ વાત ભૂલીને હવે કોઈ બીજી વાત કરો...’’
શાંત સરોવરમાં પથ્થર પડવાથી પેદા થયેલાં વલયો હવે શાંત થઈ ગયાં હતાં અને જળ સપાટી સ્થિર હતી.
અનામિકા

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved