Last Update : 01-May-2012, Tuesday

 
મૂંઝવણ
 

મેં એચઆઈવી ટેસ્ટ કરાવી છે અને રિપોર્ટ નેગેટિવ છે તો શું મારે વીડીઆરએલ ટેસ્ટ કરાવવી જરૂરી છે? શું મને એઈડ્‌સ હોઈ શકે?
એક પુરુષ (જામનગર)


* જો તમારો એચઆઈવી ટેસ્ટ (એલિસા મેથડ)નો રિપોર્ટ નોર્મલ આવ્યો હોય અને તમે એને માટે વીડીઆરએલ ટેસ્ટ કરાવવા માગતા હો તો જરૂરી નથી. જોકે સિફિલિસ માટે જરૂરી છે. માત્ર એટલો ખ્યાલ રાખવો કે જે દિવસે અજાણી સ્ત્રી સાથે કૉન્ડોમ પહેર્યા વગર સંભોગ કર્યો હોય ત્યાર બાદ ૯૦ દિવસનો સમય જવા દેવો અને પછી બ્લડ ચેક કરાવો તો સિફિલિસના જંતુ ન પણ આવે. એ દરમ્યાન જ્યારે તમે સંભોગ કરો ત્યારે નિરોધનો ઉપયોગ કરવો જેથી તમારા પાર્ટનરને ચેપ ન લાગે.

 

હું ચોવીસ વર્ષની પરિણીત યુવતી છું. મને કૉપર-ટીના ફાયદા તથા ગેરફાયદા જણાવશો.
એક યુવતી (નડિયાદ)


* કૉપર-ટી એક સુરક્ષિત ગર્ભનિરોધક સાધન છે. કૉપર-ટી ફાયદાકારક છે, પણ એક વખત જેને બાળક અવતરી ગયું હોય તે સ્ત્રી જ એનો ઉપયોગ કરી શકે છે. એ સિવાય કૉપર-ટી લગાવી ન શકાય. જોકે તમે કૉપર-ટી લગાવો એ તમારા પતિને પસંદ પડવું જોઈએ. ઘણી સ્ત્રીઓને કૉપર-ટી માફક નથી આવતી તો એ કઢાવી શકાય છે.

 

હું ૨૬ વર્ષનો કુંવારો યુવક છું. આવતા મહિને મારાં લગ્ન થવાનાં છે. અમને બન્નેને હમણાં બાળક નથી જોઈતું. મારે નિરોધ વગર સંભોગ કરવો છે તો મને યોગ્ય માર્ગદર્શન આપશો.
એક યુવક (ગોધરા)


* તમારી ફિયાન્સે હવે જ્યારે માસિકમાં બેસે ત્યારે પહેલા દિવસથી રાત્રે સૂતી વખતે તેને બજારમાં મળતી ગર્ભનિરોધક ગોળીઓ (ઓછા હોર્મોનના પ્રમાણવાળી) લેવાની શરૂઆત કરાવજો. એ પેકેટમાં એકવીસ ગોળી આવતી હોય છે એટલે રોજ રાત્રે એક ગોળીના હિસાબે એનો કોર્સ પૂરો કરવો. જો તે દર મહિને પિરિયડમાં રેગ્યુલર બેસતી હશે તો આ ગોળી પૂરી થયાના સાત-આઠ દિવસમાં ફરી માસિકમાં બેસશે. ત્યારે આ ગોળી ફરી પહેલાંની જેમ એકવીસ દિવસ સુધી શરૂ કરી દેવાની. જો લગ્ન થઈ ગયાં હોય તો જ્યારે પહેલી વાર આ ગોળી શરૂ કરાવો ત્યારે શરૂઆતના દસ દિવસ માટે તમારે વધારાની સુરક્ષિતતા લેવાની જરૂર છે. એ વખતે તમે કાં તો નિરોધનો ઉપયોગ કરી શકો અથવા એ માફક ન આવતો હોય તો યોનિમાં સંભોગ પહેલાં મૂકવાની ગોળીઓ આવે છે એ વાપરી શકો.
બીજી સાઈકલમાં આવી વધારાની સુરક્ષિતતા લેવાની કોઈ જરૂર નથી પડતી. તમારાં પત્ની ગર્ભનિરોધ માટે સંપૂર્ણ સુરક્ષિત થઈ જાય છે.
આ ગોળી શરૂ કરાવતાં પહેલાં એક વાતનો ખાસ ખ્યાલ રાખવો કે તમારાં પત્નીના ફૅમિલીમાં કોઈને બ્રેસ્ટનું કૅન્સર થયું હોય તો આ ગોળી ન લઈ શકાય. એ જ રીતે તમારાં પત્નીને લોહીને લગતી કોઈ બીમારી હોય અથવા લિવરની કોઈ મોટી તકલીફ હોય તો આ ગોળી ન લેવી જોઈએ. જો કે એ લેવાનું શરૂ કરો ત્યારે શરૂઆતમાં જ તમારા ફૅમિલી ડૉક્ટરની સલાહ મુજબ લો એ વઘુ ઉચિત રહેશે.

 

સંભોગ પછી યોનિમાંથી થોડું ઘણું વીર્ય બહાર આવી જાય છે. અમે બાળકનું પ્લાનંિગ કરી રહ્યાં છીએ. શું આનાથી ગર્ભ રહેવામાં તકલીફ થાય? અને થાય તો એનો ઉપાય બતાવશો?
એક પત્ની (અમદાવાદ)


* વીર્ય સ્ખલન થયા પછી યોનિમાંથી થોડું ઘણું વીર્ય બહાર આવવું સ્વાભાવિક વસ્તુ છે. એના માટે કોઈ ખાસ ઈલાજની આવશ્યક્તા નથી. છતાં ૠષિ વાત્સ્યાયનનું એવું કહેવું હતું કે યોનિમાં પુરુષનું વીર્ય સ્ખલન થયા પછી સ્ત્રીએ પોતાનાં બન્ને ધૂંટણ છાતી નજીક લાવી દેવાં અને એ પોઝિશનમાં અડધો કલાક પડ્યા રહેવું. આનાથી વીર્ય અંદર વઘુ રહે છે અને ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે.

 

ડૉ. અનિમેષ

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved