Last Update : 01-May-2012, Tuesday

 
ગુલછડી
 

જીવનમાં માણસે પોતાની જાત ઉપર મુસ્તાક રહેવું જોઈએ. આપણું જીવન આપણે બીજાને ભરોસે જીવવા કરતા આપણા ભરોસે જીવવું જોઈએ. જેથી ધોખો ખાવાનો વખત આવે નહીં. આવો આત્મનિર્ભર માણસ જ જંિદગીને જીવી જાણે છે. કિરીટ ગોસ્વામી આ મતલબનો વિચાર પોતાની એક ગઝલના મત્લામાં કરે છે -
કોઈ બીજાનો ભરોસો નહિ કરું,
હું હવે દુનિયાનો ધોખો નહિ કરું !
જીવવા માટે મનમાં ઉત્સાહ હોવો જોઈએ. મન ભર્યું ભર્યું હોવું જોઈએ. આનંદ અને ઉત્સાહથી તરબતર આઠે પ્રહર રહેવું જોઈએ. મનમાં ઉદાસી કે પીડાનો ભાવ હકારાત્મક જીવનના અભિગમને રોકે છે -
એમ રહેવાનો સભર આઠે પ્રહર,
સ્હેજ મનનો ભાવ ઓછો નહીં કરું !
માણસની લાગણી સર્વસ્વ હોય છે. સંવેદનશૂન્ય હૃદયનો કોઈ અર્થ નથી. લાગણી મરી પરવારે પછી જીવનમાં કાંઈ રહેતું નથી. તેથી માણસે પોતાની લાગણીને અકબંધ રાખવી જોઈએ. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ લાગણીનો સોદો કરવો જોઈએ નહીં.
સાચવીશ અક્ષત ગમે તે હાલમાં
લાગણીનો ક્યાંય સોદો નહિ કરું !
પ્રત્યેક માનવીમાં માનવસહજ નબળાઈઓ હોય છે. જો તે સંપૂર્ણ દોષમુક્ત હોય તો તો ફરિશ્તો બની જાય. તેથી માણસે નિરાડંબરપણે પોતાના માનવસહજ દોષોને સ્વીકારવા જોઈએ.
માનવી છું, હું નથી ભગવાન કંઈ,
કેમ કહેવું કોઈ દોષો નહિ કરું !
રોદણાં રડવાથી જીવનની સમસ્યાઓ કે પીડામાંથી મુક્તિ મળતી નથી. કવિને માટે તો પીડામાંથી મુક્ત થવાનો ઇલાજ કાવ્યસર્જન છે. તેથી કવિ દુઃખની અવસ્થામાં ગઝલના શરણે જવાની વાત કરે છે.
કેફ ગઝલોનો બરાબર છે ચડ્યો,
હું હવેથી દોસ્ત ! રો-રો નહિ કરું !
- ડૉ. રશીદ મીર

Share |
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved