બીજા લગ્ન કરનાર પરિણીતાને NRI પતિએ પુત્રી સાથે કાઢી મુકી

- નવસારીના એરૃ ગામનો બનાવ

 

- પતિ સતિષ અને સાસુ મણીબેન પટેલ સામે ફરિયાદ

 

નવસારી, સોમવાર

 

જલાલપોરના એરૃ ગામની પરિણીતાને ઘરકામ બાબતે મ્હેણા-ટોણા મારી શારીરિક-માનસિક ત્રાસ આપનાર એનઆરઆઇ પતિ અને સાસુ વિરુદ્ધ પરિણીતાએ નવસારી મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

 

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ જલાલપોર તાલુકાના મંદિર ગામે બાવીસી ફળીયામાં રહેતી ઉર્વિષા (ઉ.વ.૩૦)ના પ્રથમ લગ્નના છૂટાછેડા થઇ ગયા હતા. ઉર્વિષાએ પ્રથમ પતિ થકી એક પુત્રી ધુ્રશી (ઉ.વ.૮)ને જન્મ આપ્યો હતો. પ્રથમ લગ્નમાં છૂટાછેડા બાદ ઉર્વિષા અને ધુ્રશી બંને સાથે રહેતા હતા. ઉર્વિષા એરૃ ગામે જીનલ પાર્ક સોસાયટીમાં પોતાની નાની બહેનને ત્યાં રહેવા માટે આવી હતી. દરમિયાન જીનલ પાર્કમાં જ રહેતી મણીબેન ઇશ્વરભાઇ પટેલને ઉર્વિષાના છૂટાછેડા થયા હોવાનું જાણવા મળતાં મણીબેન પોતાના લંડન ખાતે રહેતા પુત્ર સતીષ કે જેના પણ પ્રથમ લગ્ન બાદ છૂટાછેડા થયેલા હોવાથી ઉર્વિષા સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેનો ઉર્વિષાએ પોતાના અને પુત્રીના સારા ભિવ્ષયનો વિચાર કરી સ્વીકાર કર્યો હતો અને તા.૨૮-૫-૨૦૧૧ના રોજ જલાલપોર પૂણેશ્વર મંદિર, ઘેલખડી ખાતે ઉર્વિષાએ સતીષ સાથે બીજા લગ્ન કરી લીધા હતા. લગ્નના થોડા દિવસો બાદ એરૃ ગામે આવેલી ઉર્વિષાને સાસુ મણીબેને ઘરકામ બાબતે મ્હેણાં-ટોણાં મારી નાની-નાની વાતે ઝઘડો કરતાં હતા. તેમજ પતિ સતીષ અને મણીબેન એકબીજાની મદદથી શારીરિક- માનસિક ત્રાસ આપતા હતા. ઉર્વિષાની પુત્રી ધુ્રશીને પણ ગમેતેમ બોલી ઘરનું કામ કરાવતા હતા. તેમજ

 

ઉર્વિષા અને તેની પુત્રીને સમાજમાં કોઇપણ પ્રસંગે લઇ જતા ન હતા. આ ઉપરાંત ચાર મહિના અગાઉ ઘરની બહાર કાઢી મૂકતાં ઉર્વિષા અને તેની પુત્રી મંદિર ગામે પોતાના પીયરમાં રહેવા મજબૂર બની હતી. આજદિન સુધી પોતના સાસરીયાઓ તેને લેવા આવ્યા ન હતા.

 

આ બનાવ અંગે નવસારી મહિલા પોલીસમાં ઉર્વિષા પટેલે તેના એનઆરઆઇ પતિ સતીષ અને સાસુ મણીબેન ઇશ્વરભાઇ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસર તપાસ હાથ ધરી છે.