અમરનાથ યાત્રાની નોંધણી હવે પોસ્ટ ઓફિસમાં પણ થશે

 

- ૧૦૦ પોસ્ટ ઓફિસને આ દરજ્જો

 

- દેવસ્થાન ટ્રસ્ટ વતી સાતમી મે પછી નોંધણી ચાલુ થશે

 

શ્રીનગર, તા. ૩૦

 

અમરનાથ દેવસ્થાન ટ્રસ્ટને દેશની પોસ્ટ ઓફીસોમાં ખુલનારા નોંધણી કેન્દ્રો સાથે પણ અમરનાથ યાત્રાની નોંધણીના કાર્યાલયો સાથે સાંકળી લેવામાં આવશે. દેશની પસંદ કરાયેલી પોસ્ટ ઓફીસ દ્વારા શ્રી અમરનાથ દેવસ્થાન ટ્રસ્ટને (એસ.એ.એસ.બી.) સાથે સાંકળી લેવામાં આવશે. જેથી પોસ્ટ ઓફિસમાં પણ યાત્રા માટે નોંધણી કરાવી શકાય. ૧૦૦ પોસ્ટ ઓફિસને આ દરજ્જો આપશે.

 

દેવસ્થાન ટ્રસ્ટ વતી સાતમી મે પછી પોસ્ટ વિભાગ દેશભરની ૧૦૦ પસંદ કરવામાં આવેલી પોસ્ટ ઓફિસ દ્વારા આ નોંધણી ચાલુ કરશે. તેમ એસ.એ.એસ.બી.ના ચીફ એકઝિકયુટીવ નવિન કે. ચૌધરીએ માહિતી આપી હતી. તેઓ ચાર ચાર દિવસની આકસ્મિક મુલાકાતે અત્રે આવ્યા હતા.

 

૩૮૮૦ મીટરની ઊંચાઇએ આવેલા આ તીર્થ સ્થાનની તેમણે મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું. હાલ ૧૭૪ બેંકની શાખાઓ દ્વારા આ નોંધણી કરવામાં આવે છે. તે ઉપરાંત ઇન્ટરનેટ દ્વારા પણ નોંધણી કરાવી શકાય છે.