અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે આજથી અમદાવાદ રાષ્ટ્રીય પુસ્તક મેળો યોજાનાર છે. પુસ્તક મેળાના ઉદ્ઘાટનની પૂર્વ સંધ્યાએ હાટકેશ્વર સર્કલ અને થલતેજ ખાતેથી સુંદર ગ્રંથયાત્રા નીકળી વલ્લભસદન ખાતે પહોંચી હતી. આ ગ્રંથ યાત્રામાં 'ગાંધીજીની આત્મકથા' થીમ પર નીકળેલા ટેબલોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. ગાંધીજી, રવીન્દ્રનાથ ટાગોર, અમિતાભ, કપિલદેવ જેવા દિગ્ગજોના ફોટા સાથેનો ટેબલોવાળી ગ્રંથયાત્રા રિવરફ્રન્ટ, વલ્લભસદન ખાતે પહોંચી પૂરી થઈ હતી. (તસ્વીર ઃ ગૌતમ મહેતા)