તા. ૧ મેના રોજ ગુજરાત રાજ્યના ૫૨મા સ્થાપના દિન નિમિત્તે અમદાવાદમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે ૨ ફૂટ લંબાઈ અને ૩ ફૂટ પહોળાય ધરાવતા ગુજરાતના નકશાની પ્રતિકૃતિને સુવર્ણના ૫૦૦ જેટલા ફૂલોથી અલંકૃત કરવામાં આવી છે અને ભારતની આઝાદીમાં જેમનું મહત્તમ પ્રદાન છે. તેવા ગુજરાતમાં જન્મેલા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ જેવા મહાનુભાવોના ફોટોગ્રાફસ પણ આ કૃતિમાં ગ્રંથિત કરવામાં આવ્યા છે. અને શ્રી સ્વામિનારાયણ ભગવાનને પણ ગોલ્ડન વસ્ત્રોના શણગાર સજવામાં આવ્યા હતા. (તસ્વીર ઃ ગૌતમ મહેતા)