'ડર્ટી પિકચર'ની બંગાળી રિમેક બનવાની તૈયારીઓ ચાલી રહી છે

 

- આ ફિલ્મમાં રાખી સાવંત મુખ્ય અભિનેત્રીની ભૂમિકાને ન્યાય આપશે

- ફિલ્મનું શિર્ષક હજુ નક્કી થયું નથી

 

વિદ્યા બાલનને નેશનલ એવોર્ડ અને પ્રશંસા આપનારી ફિલ્મ 'ડર્ટી પિકચર'ની બંગાળી રિમેક બનવાની છે. અને આ ફિલ્મના સર્જકોએ મુખ્ય ભૂમિકા માટે રાખી સાવંતને પસંદ કરી છે.
રાખીએ જણાવ્યા પ્રમાણે ''વિદ્યા બાલને 'ડર્ટી પિકચર'માં કંઈ પણ કર્યું નથી બંગાળી રિમેકમાં હું તેનાથી વધુ સારા અને હોટ દ્રશ્યો ભજવીશ. મારું પાત્ર જોઈને વિદ્યાને પણ નવાઈ લાગશે. હું તેના કરતા વધુ સારી સાબિત થઈશ। ફિલ્મોમાં સાડી પહેરવા માટે નહીં પરંતુ કાઢી નાખવા માટે હોય છે. સ્ટારને કારણે નહીં પણ આ કારણે જ ફિલ્મોહિટ સાબિત થાય છે.''
આ ફિલ્મનું શિર્ષક હજુ નક્કી થયું નથી રાખી અને ફિલ્મના દિગ્દર્શક સિવાય હજુ સુધી બીજો કોઈની પસંદગી કરવામાં આવી નથી.
રાખીએ વધુમાં જણાવ્યા પ્રમાણે, આ ફિલ્મનું દિગ્દર્શન સાંસદ શતાબ્દી રોય કરશે જેઓ બંગાળમાં અમિતાભ, જયા બચ્ચન અને રેખા જેવા જ લોકપ્રિય છે મને એક આઈઆઈટમ ગીતને કારણે આ ભૂમિકા મળી હતી આ આઈટમ ગીત તાજેતરમાં મેં 'ઓમ શાંતિ' નામની એક બંગાળી ફિલ્મમાં કર્યું હતું. અને બંગાળમાં અત્યારે આ ગીત ઘણું લોકપ્રિય છે.''
ભૂતપૂર્વ અભિનેતા અને સાંસદ તમસ પોલ આ ફિલ્મનું નિર્માણ કરવાના છે.
''અમે રાખીને તાજેતરમાં દિલ્હીમાં મળ્યા હતા. 'ઓમ શાંતિ'નું તેનું આઈટમ ગીત અમને ઘણું ગમ્યું હતું. ફિલ્મની મુખ્ય ભૂમિકા રાખી જ ભજવશે એ બાબતે અમે સ્પષ્ટ છીએ. હમણાં અમે ફિલ્મના મુખ્ય અભિનેતાની તપાસ કરી રહ્યા છે. 'ડર્ટી પિકચર્સ'ની સંપૂર્ણ રિમેક કરવી શકય નથી આથી અમે બંગાળી ફિલ્મને એક સિકવલ તરીકે બનાવવાનું નક્કી કર્યું છે,'' એમ તપસે કહ્યું હતું.