Last Update : 01-May-2012, Tuesday

 
મુંબઈના ઘરોમાંની હવા શ્વાસોચ્છવાસને લાયક નથી

પ્રદૂષિત હવાથી બચવાનો સૌથી સહેલો માર્ગ ઃ ઘરમાં સારી વેન્ટિલેશન સિસ્ટમ બેસાડો

મુંબઈ,તા.૩૦
આપણે બધા જાણીએ છીએ કે મુંબઈના માર્ગો ભીડભાડવાળા અને પ્રદૂષિત છે પરંતુ ઘરમાં તમે જે હવા શ્વાસમાં લો છો એ કદાચ તમે વિચારો છો એટલી ચોખ્ખી ન પણ હોય.
વરલીની પ્રતિષ્ઠિત નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનીયરીંગ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (એનઈઈઆરઆઈ -નીરી) દ્વારા મુંબઈના ઘરોમાં હવાની આંતરિક ગુણવત્તા (ઈન્ડોર એર ક્વોલિટી) વિશે હાથ ધરાયેલા એક વિગતવાર અભ્યાસમાં એવું જાણવા મળ્યું હતું કે ઘરોમાં હવામાં નાના નાના કણના સ્વરૃપમાં કાર્બનની હાજરી સ્વીકાર્ય મર્યાદા (પરમિસિબલ લિમિટ) કરતાં ઘણી વધુ હતી. સામાન્યપણે હવામાં ક્યુબિક મિટર દીઠ (યુજી/એમ૩) ૬૦ માઈક્રોગ્રામ્સ કાર્બન કણોની હાજરી પરમિસીબલ લિમિટ ગણાય છે.
શહેરમાં ચાર સ્થળો-કોલાબા, દાદર, ખાર અને માહુલમાં હાથ ધરાયેલા અભ્યાસમાં શ્વાસોચ્છવાસ અને હૃદયની બીમારીઓ નોતરતા હવામાં કાર્બન, ધૂળ, મેશ, ધુમાડા અને પ્રવાહી ટીપાઓ જેવા સૂક્ષ્મ કણોનું પ્રમાણ સરેરાશ ઓછામાં ઓછી ૮૦ યુજી/એમ૩ નોંધાયું હતું, જે પરમિસિબલ લિમિટથી ઘણું વધુ ગણાય. આ ચાર સ્થળોએ ઘરોની બહાર (આઉટડોરમાં) પણ લેવાયેલા રેકોર્ડિંગ્સમાં પણ સૂક્ષ્મો કણોની હાજરી પરમિસિબલ લિમિટ કરતા વધુ એટલે કે ૮૪ યુજી/એમ ૩ નોંધાઈ હતી.
નીરિની ચાર સભ્યોની ટીમ ૨૦૦૭ અને ૨૦૦૮ વચ્ચે ત્રણ ઋતુમાં આ રેકોર્ડિંગ્સ કર્યા હતા. ત્યાર બાદ વાહનોના ટ્રાફિક અને બાંધકામ પ્રોજેક્ટ્સમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતા પ્રદુષણનું સ્તર ૨૦ ટકા વધ્યું હોવું જોઈએ એવો સંશોધકોનો અંદાજ ચિંતાજનક છે.
'મુંબઈના મકાનો એકબીજાની વધુ નજીક આવી રહ્યા હોવાથી ઘરની અંદરની (ઈન્ડોર) હવાની ગુણવત્તા એક અગત્યની બાબત બની જાય છે. બહારની (આઉટડોર) હવા શહેરમાં જમીન અને દરિયાપરથી વહેતા પવનને કારણે ચોખ્ખી થઈ જાય છે પણ ઈન્ડોર હવા સાથે એવું બનતું નથી.' એમ જણાવતા નીરિના મુંબઈ સેંટરના ડિરેક્ટર રાકેશ કુમારે ઉમેર્યુ ંહતું કે, 'ઈન્ડોર હવાને ચોખ્ખી કરવાનો સૌથી સહેલો ઉપાય ઘરમાં સારી વેન્ટિલેશન સિસ્ટમ ઊભી કરવાનો છે.'
'આપણે ઘણો બધો સમય ઈન્ડોર વીતાવીએ છીએ અને એવું ધારી લઈએ છીએ કે ઘરે, કામના સ્થળે, સ્કૂલ કે કોલેજમાં આપણે શ્વાસમાં જે હવા લઈએ છીએ એ આઉટડોર કરતાં ચોખ્ખી છે. પશ્ચિમના દેશોમાં થયેલા અભ્યાસોમાં એવું પુરવાર થયું છે કે હવામાં તરતા સૂક્ષ્મ કણોના સંપર્કમાં લાંબો સમય આવવાથી હૃદયની બીમારીઓ, ફેફસાનું કેન્સર, અસ્થમા અને બ્રોન્કાઈટિસ જેવી વ્યાધિઓ થાય છે,' એમ નીરિની ચાર સભ્યોની ટીમના મુખ્ય સંશોધક પ્રોફેસર અબ્બા એલિઝાબેથ જોસેફે જણાવ્યું હતું.
તમને કામના સ્થળે જો અવારનવાર મોળ અને ચક્કર આવતા હોય તો એ માટે તમારી ઓફિસની પ્રદુષિત હવા જવાબદાર છે.
પર્યાવરણ નિષ્ણાતોના જણાવવા મુજબ ઈન્ડોર હવાના પ્રદુષણ વિશે લોકોમાં પ્રવર્તતી જાગરૃકતાની ઉણપને કારણે સ્વાસ્થ્યની સમસ્યાઓ વિશે મોડેથી જાણ થાય છે અને પરિણામે એની યોગ્ય સારવારમાં પણ ઉણપ રહે છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved