Last Update : 01-May-2012, Tuesday

 

રાષ્ટ્રપતિની ચૂંટણી
પ્રણવ મુખર્જી કે હમીદ અન્સારી સહિત કોઈ કોંગ્રેસીને ટેકો નહીં ઃ ભાજપ

કોંગ્રેસ પત્તા ખોલતી નથી ઃ પ્રણવ મુખર્જીએ અટકળો ન કરવા જણાવ્યું

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૩૦
રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે, તેમ તેમ રાષ્ટ્રમાં રાજકીય ગરમી વધી રહી છે. ભાજપે કોંગ્રેસના કોઈ ઉમેદવારને ટેકો નહીં આપવાની સ્પષ્ટ જાહેરાત કરી દીધી છે. જેમાં કોંગ્રેસના સંભવિત ઉમેદવારો, વર્તમાન ઉપરાષ્ટ્રપતિ અને નાણાંપ્રધાન પ્રણવ મુખરજીનાં નામો પણ સમાવિષ્ટ છે. તો બીજી તરફ કોંગ્રેસે હજી સુધી આ અંગે પોતાનાં પત્તા છાતીસરસાં જ રાખ્યા છે.
ભારતીય જનતા પક્ષે આજે સ્પષ્ટતઃ જણાવી દીધું છે કે ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારીને રાષ્ટ્રપતિપદે ચુંટવામાં તે કદીયે સહમત નહીં થાય. ભાજપે તેમ પણ કહ્યું છે કે આ સર્વોચ્ચ પદ ઉપર તે કદીયે કોઈ કોંગ્રેસી નેતાને સ્વીકારશે જ નહીં. જ્યારે કોંગ્રેસે રાષ્ટ્રપતિ પદ માટેના સંભવિત ઉમેદવારનાં નામથી પોતાને અલગ રાખતાં જણાવ્યું છે કે હજી તેના નામાંકન માટેની પ્રક્રિયા જ શરૃ થવાને ઘણી વાર છે તો બીજી તરફ રાષ્ટ્રનાં આ સર્વોચ્ચપદ માટે ચાલી રહેલી પોતાનાં નામ અંગેની ચર્ચા સંબંધે પત્રકારોએ પૂછેલા પ્રશ્નના ઉત્તરને હાસ્ય સાથે ટાળી નાખતાં નાણા પ્રધાન પ્રણવ મુખરજીએ માત્ર તેટલું જ કહ્યું હતું કે આવી અટકળો જ બંધ કરી દો.
ભાજપે એવો પણ નિર્દેશ આપ્યો હતો કે પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામને ફરી રાષ્ટ્રપતિ પદે લેવાની વાત આવે તો તેમાં તે સાથ આપશે.
આગામી જુલાઈ મહિનાની ૨૫મી તારીખે વર્તમાન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ નિવૃત્ત થવાનાં હોઈ તે અંગે અત્યારથી જ દેશભરમાં રાજકીય હલ-ચલ મચી રહી છે.
લોકસભામાં વિપક્ષનાં નેતાપદે રહેલા ભાજપનાં સુષમા સ્વરાજે બહુ સ્પષ્ટ રીતે આજે પત્રકારોને જણાવ્યું હતું કે ભાજપ કોઈ કોંગ્રેસી નેતાને આ પદ માટે ટેકો નહીં જ આપે.
આ પદ માટે પ્રણવ મુખરજીનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે તે પણ હવે સર્વવિદિત બની રહ્યું છે. પરંતુ સુષમા સ્વરાજે તો સ્પષ્ટતઃ જણાવી દીધું છે કે, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પદ માટે કોંગ્રેસ-ભાજપ વચ્ચે કોઈ સોદાબાજી થઈ જ નથી કે જે પ્રમાણે રાષ્ટ્રપતિ કોંગ્રેસના હોય અને ઉપરાષ્ટ્રપતિ ભાજપના હોય.
કોંગ્રેસના પ્રવકતા મનીષ તિવારીએ આજે સંસદભવનની બહાર પત્રકારોને કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતના રાષ્ટ્રપતિનું પદ એક અતિ આદરણીય પદ છે તેને અર્થહીન અટકળોથી ઘેરી લેવું ન જોઈએ. વર્તમાન રાષ્ટ્રપતિની સમયમર્યાદા તો જુલાઈના અંતમાં પૂરી થાય છે તેથી નવા રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા પણ હજી શરૃ થઈ નથી.
પ્રણવ મુકરજીને રાષ્ટ્રપતિ પદે ચૂંટી કાઢવાની ચાલી રહેલી અટકળો અંગે પત્રકારોએ તેઓને પૂછેલા પ્રશ્નને હાસ્ય સાથે ઉડાડી મુકતા તેમણે સંસદભવનની બહાર આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું 'અરે ભગવાન, અરે ભગવાન આવી કોઈ અટકળોમાં ફસાતા નહીં.'
આ તબક્કે પત્રકારોએ ફરી પૂછ્યું કે સંરક્ષણ પ્રધાન એ.કે. એન્ટનીની ગઈકાલે ચેન્નાઈમાં ડીએમકેના પ્રમુખ એમ. કરૃણાનિધિ સાથે થયેલી ચર્ચામાં તેઓનું (મુખરજીનું) નામ સૂચવવામાં આવ્યું હતું, તે વિષે આપે શું કહેવું છે. ત્યારે મુખરજીએ કહ્યું હતું કે, તેમાં સર્વસંમત ઉમેદવાર હોવા જોઈએ તેવી જ ચર્ચા થઈ હોવા સંભવ છે. કરૃણાનિધિએ ચેન્નાઈમાં પત્રકારોને તેટલું જ જણાવ્યું હતું કે કોઈ સારી વ્યક્તિ રાષ્ટ્રપતિ બને તેમ અમે ઈચ્છીએ છીએ.
કરૃણાનિધિ સાથે થયેલી ચર્ચા વિષે કશું પણ કહેવાનો એન્ટનીએ ઈનકાર કરતાં પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ તે અંગે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સમક્ષ રજૂઆત કરશે.
રાષ્ટ્રપતિ પદની ચૂંટણી અંગે ગણિત ઘણું અટપટું છે. પરંતુ મતની દ્રષ્ટિએ જોતાં અત્યારે કોંગ્રેસ પાસે ૪૨ ટકા મત છે. ભાજપ ૨૭ ટકા મત ઉપર કાબુ ધરાવે છે. આથી આ તબક્કે તો તેવું અનુમાન નિષ્ણાતો બાંધે છે કે બંને પક્ષોએ પારસ્પરિક સમજૂતી સાધવી અનિવાર્ય બની રહેલ છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved