Last Update : 01-May-2012, Tuesday

 

હીલેરીની કોલકાતાની આ બીજી મુલાકાત હશે
પ.બંગાળમાં થયેલું પરિવર્તન આશ્ચર્યજનક છે ઃ નેન્સી પૉવેલ

હીલેરી ક્લિન્ટનની મુલાકાત પૂર્વે અમેરિકી રાજદૂતે મમતા બેનર્જી સાથે કરેલી મંત્રણા

(પીટીઆઇ) કોલકાતા, તા. ૩૦
અમેરિકાનાં વિદેશ પ્રધાન હીલેરી ક્લિન્ટનની આગામી સપ્તાહે યોજાનારી આ મહાનગરની મુલાકાત પૂર્વે, પૂર્વ ભૂમિકા તૈયાર કરવા અહીં આવેલાં અમેરિકાનાં રાજદૂત નેન્સી પૉવેલે આજે, પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીની મુલાકાત લીધી હતી.
આ ૩૦ મિનિટની મુલાકાત પછી પ્રસિધ્ધ કરેલાં એક નિવેદનમાં નેન્સી પૉવેલે જણાવ્યું હતું કે ''આ વિસ્તારમાં થયેલાં પરિવર્તનથી મને આશ્ચર્ય થાય છે. આ એક ઘણું મોહક રાજ્ય છે, આ વિસ્તાર પણ મોહક છે. પૂર્વ અને ઉત્તર ભારતમાં કેટલાંક આકર્ષક તત્વો છે જે ભારતને પ્રાદેશિક મહત્વ આપે છે.''
મમતા બેનર્જી સાથેની મુલાકાત અંગે તેમણે કહ્યું હતું કે, જે મુલાકાત ખૂબ જ રસપૂર્ણ રહી અને પશ્ચિમ બંગાળનાં ઉત્કર્ષ અંગેનાં તેમનાં દર્શન સાથે પણ હું સહમત રહી છું. ફરી કૉલકટ્ટા આવવાનો મને આનંદ છે તેમ પણ અમેરિકાનાં રાજદૂતે કહ્યું હતું.
હીલેરી ક્લિન્ટનની કોલકાતાની મુલાકાત વિષે નેન્સે પૉવેલે જણાવ્યું હતું કે, ''તેઓ પહેલાં પણ કૉલકટ્ટા આવ્યાં હતાં, પરંતુ તે તો, વર્ષો પૂર્વેની વાત છે. પરંતુ, મને લાગે છે કે, આ વખતની તેમની મુલાકાત, તેઓને આ શહેરે અને પૂર્વભારતે કેટલી પ્રગતિ સાધી છે તે જાણવાની સીધી તક મળશે. તેમજ આ વિસ્તાર સમક્ષ કેવું ઉજ્જળ ભવિષ્ય રહેલું છે, તે જાણવાની પણ તેઓને તક મળશે.''
નેન્સી પૉવેલની, મમતા બેનર્જી સાથેની આ મુલાકાત સમયે, કોલકાતા સ્થિત અમેરિકાના કોન્સલ જનરલ (ઉપ રાજદૂત) ડીન થોમ્પસન તથા અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. બેનર્જીને મળતાં પૂર્વે પૉવેલે રાજ્યપાલ એમ.કે. નારાયણનની પણ મુલકાત લીધી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved