Last Update : 01-May-2012, Tuesday

 
'અય મેરી ઝોહરા જબી....'
વિતેલા વર્ષોની પીઢ અભિનેત્રી અચલા સચદેવનું અવસાન
બોલીવૂડની દુનિયાની દૂર એકાકી અવસ્થામાં પુણેની હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધા

(પીટીઆઈ) મુંબઈ,તા.૩૦
વિતેલા વર્ષોની જાણીતી અને પીઢ અભિનેત્રી અચલા સચદેવે લાંબી બીમારી સામે મહિનાઓ સુધી ઝીંક ઝીલ્યા બાદ આજે તેમનું અવસાન થયું હતું. પુણેની હોસ્પિટલમાં ૮૮ વર્ષની જૈફ વયે તેમણે આખરી શ્વાસ લીધા હતા.
બીઆર ચોપરાની વક્ત ફિલ્મમાં અય મેરી ઝોહરા જબી... ગીતમાં બલરાજ સહાનીની પત્નીની ભૂમિકામાં તેમ જ 'મેરા નામ જોકર'માં રાજ કપૂરની માતાની અચલા સચદેવે ભજવેલી ભૂમિકા આજે પણ દર્શકો ભૂલ્યા નથી.
પુણે હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર (પીએચઆરસી)માં છેલ્લા સાત મહિનાથી અચલા સચદેવ સારવાર નીચે હતા. આજે સવારે સાડાપાંચ વાગ્યે શ્વાસોશ્વાસ બંધ થઈ જવાથી અવસાન થયું હતું. એમ તેમની સંભાળ લેતા ડૉ. વિનોદ શાહે જણાવ્યું હતું.
અચલા સચદેવને બ્રેઈન અટેક (સેરીબ્રોવેરક્યુલર) આવ્યા પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા, અને સાત મહિનાથી સાવ પથારીવશ હતા.
અચલા સચદેવનો પુત્ર જ્યોતિન અમેરિકામાં છે, માતાના અંતિમ-સંસ્કાર માટે તે પુણે આવી પહોંચશે એમ જાણવા મળ્યું હતું.
અચલા સચદેવે લગભગ દોઢસો ફિલ્મોમાં અભિનય કર્યો હતો. પેશાવરમાં ૧૯૨૦માં અચલાનો જન્મ થયો હતો. પહેલેથી જ કલા પ્રત્યે લગાવ હતો. ભારતના ભાગલા પડયા એ પહેલાં તેમણે લાહોરમાં ઓલ ઈન્ડિયા રેડિયોમાં કામ કર્યું હતું. ભાગલા પછી દિલ્હી આવી ઓલ ઈન્ડિયા રેડિયોમાં જોડાયા હતા. ત્યાર બાદ ફિલ્મો તરફના ખેંચાણને લીધે મુંબઈ આવી ગયા હતા.
અચલા સચદેવે ૧૯૩૮માં 'ફેશનેબલ વાઈફ' ફિલ્મથી અભિનેત્રી તરીકે કારકિર્દી શરૃ કરી હતી. ત્યાર બાદ દિલરૃબા, શોકિયાં, મહેંદી લગી મેરે હાથ, મુનીમજી, મેરી સુરત તેરી આંખે, દિલ એક મંદિર, રાજકુમાર, હકીકત, આરઝૂ, વક્ત, મેરે સનમ, જાનવર, હમરાઝ, સપનોં કા સૌદાગર, વક્ત, બંધન, મેરા નામ જોકર, અંદાઝ, કોરા કાગઝ, જુલી, ચાંદની, દિવવાલે દુલ્હનિયાં લે જાયેંગે, કભી ખુશી કભી ગમ અને છેલ્લે ૨૦૦૨માં ના તુમ જાનો ના હમ ફિલ્મમાં વિવિધ ભૂમિકા ભજવી હતી.
અચલા સચદેવે પુણેમાં વસતા ક્લિફર્ડ ડગ્લસ પીટર નામના બ્રિટિશર સાથે લગ્ન કર્યા બાદ વર્ષોથી પુણેમાં સ્થાયી થયા હતા. તેમનાં પતિની પુણે નજીકના ગામે ફેક્ટરી હતી. આ પીઢ અભિનેત્રીને પહેલા લગ્નથી પુત્ર અવતર્યો હતો અને બીજા લગ્નથી એક પુત્રીને જન્મ આપ્યો હતો.
જીવનની સમી સાંજે અચલા સચદેવ બોલીવૂડની ઝાકઝમાળભરી દુનિયાથી દૂર થઈ ગયાં હતાં. પુત્ર અમેરિકામાં રહેતો હોવાથી સાવ એકાકી જીવન જીવતા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કિચનમાં લપસી પડતા તેમને પગમાં ફ્રેક્ચર થયું હતું. તરત તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ મગજની બીમારીનું નિદાન થયું હતું. આને લીધે પક્ષઘાત થઈ ગયો હતો અને આંખની રોશની પણ ગુમાવી હતી. આ જ સ્થિતિમાં તેમણે દુનિયાથી વિદાઈ લીધી હતી.
અચલા સચદેવના પહેલા લગ્ન જ્ઞાાન સચદેવ સાથે થયા હતાં. પરંતુ થોડા વર્ષોમાં લગ્નજીવનમાં ખટરાગ શરૃ થઈ ગયો હતો. તેમની નિકટની વ્યક્તિએ જણાવ્યું હતું કે એક વાર બી.આર.ચોપડાને ત્યાં પાર્ટીમાં બ્રિટિશર ક્લિફર્ડ પીટર ડગ્લસ સાથે મુલાકાત થઈ હતી અને બંને પ્રેમમાં પડયાં હતા. પીટર જુદા જુદા તેર વિષયમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને પુણેમાં જ સ્થાયી થયા હતા. અચલા સચદેવે ક્લિફર્ડ સાથે બીજા લગ્ન કરી લીધા હતા. ક્લિફર્ડ પીટર ડગ્લસનું ૨૦૦૨માં અવસાન થયા પછી અચલા સચદેવ સાવ એકલા પડી ગયા હતા.

 

અચલા સચદેવ અને કલ્પનાની પુણેની એક જ હૉસ્પિટલમાંથી આખરી એક્ઝિટ
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૩૦
પુણેની જે હોસ્પિટલમાં વયોવૃદ્ધ અભિનેત્રી અચલા સચદેવે આખરી શ્વાસ લીધા એ જ હોસ્પિટલમાં વિતેલા વર્ષોની અભિનેત્રી કલ્પનાને પણ દાખલ કરવામાં આવી હતી. કલ્પના મોહન પર પુણેમાં જ સ્થાયી થઈ હતી. એક વોર્ડમાં અચલા સચદેવની અને બીજા વોર્ડમાં કલ્પના મોહન સારવાર લઈ રહ્યાં હતા. કલ્પના મોહનનું થોડા મહિના પહેલાં જ અવસાન થયું હતું.
બન્નેની એક જ સમયે અલગ-અલગ વોર્ડમાં સારવાર
કલ્પના મોહને શમ્મી કપૂર સાથે 'પ્રોફેસર' ફિલ્મમાં કામ કર્યું હતું અને 'તીન દેવિયાં'માં દેવ આનંદ સાથે કામ કર્યું હતું. લગભગ સીતેર વર્ષની વયે અવસાન પામેલા કલ્પના મોહનની ફિલ્મી કારકિર્દી બહુ લાંબી ચાલી નહોતી.
ગયા જાન્યુઆરીમાં પૂના હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર (પીએચઆરસી)માં અચલા સચદેવની સારવાર ચાલી રહી હતી એ વખતે કલ્પના મોહનને પણ આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved