Last Update : 01-May-2012, Tuesday

 

રાજ્ય સભા ગૃહમાં સરકારનું નિવેદન
પ્રમોશનમાં એસસી, એસટી અને ઓબીસી ક્વોટા અંગે ટૂંકમાં નિર્ણય ઃ કેન્દ્ર

સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારના નિર્ણયને ફગાવી દેતાં સરકાર ભાવિ પગલાં ઘડી કાઢશે

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૩૦
શિડયુલ્ડ કાસ્ટ (એસસી), શિડયુલ્ડ ટ્રાઈબ્સ (એસટી) અને અધર બેકવર્ડ ક્લાસીસ(ઓબીસી) ક્વોટામાં પ્રમોશનના લાભ વિષે ઉત્તર પ્રદેશ સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટે ફગાવ્યા પછી તે બાબતે ભવિષ્યના પગલાં નક્કી કરવાનો નિર્ણય ટૂંકમાં લેવાશે કેમ કે તે મુદ્દે સંસદમાં ચિંતા વ્યક્ત કરાઈ હોવાનું સરકારે કહ્યુ છે.
રાજયસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન બહુજન સમાજવાદી પાર્ટી (બસપ)ના ચિફ માયાવતીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. એસસી અને એસટી ક્વોટાના સરકારી કર્મચારીઓને પ્રમોશનમાં અનામત આપવા માટે સંસદના ચાલુ સત્રમાં સંવૈધાનિક સુધારો સરકારે આણવો જોઈએ એવી માગણી તેમણે કરી હતી.
જાતિને આધારે કર્મચારીઓને બઢતી આપવાના પગલાંને ઉચિત ઠેરવવા માટે પર્યાપ્ત વિગતો આપવામાં રાજ્ય નિષ્ફળ ગયું છે તેમ કહીને એસસી, એસટી અને ઓબોસી કર્મચારીઓને પ્રમોશનમાં અનામતના લાભ આપવાના ઉત્તર પ્રદેશ સરકારના નિર્ણયને સર્વોચ્ચ અદાલતે ગત સપ્તાહે ફગાવી દીધો હતો.
સુપ્રીમ કોર્ટના ચુકાદાએ ચોક્કસ ગુંચવાડો પેદા કર્યો છે અને સરકારે તેની પાસેથી ખુલાસો માગવો જોઈએ તેમ કોંગ્રેસના સભ્ય પી એલ પુનિયાએ કહ્યુ હતું.
વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ના રાજ્ય કક્ષાના પ્રધાન નારાયણસામીએ કહ્યુ હતું કે સામાજિક ન્યાય અને સશક્તિકરણ તથા ન્યાય અને કાયદા મંત્રાલય વચ્ચે આ મામલે ચર્ચા ચાલે છે અને તે અંગે સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેશે.
અગાઉ બે વખત સુધારા સરકાર લાવી હતી અને તેને કાયદા મંત્રાલયને તે મુદ્દો સુપરત કરાયો હતો તેમ તેમણે ઉમેર્યુ હતું.
માયાવતીએ કહ્યુ હતું કે જો આ રૃલિંગને બદલવામાં નહીં આવે તો એસસી અને એસટી કર્મચારીઓએ તેમના મૂળભૂત હોદ્દે પાછા ફરવુ પડશેેે. સુપ્રીમ કોર્ટના રૃલિંગને બિનઅસરકારક બનાવવા માટે ચાલુ સેશનમાં જ સરકારે બંધારણીય સુધારો લાવવો જોઈએ.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved