Last Update : 01-May-2012, Tuesday

 
ભાજપના કોર્પોરેટરનો સામાન્ય સભામા આક્ષેપ
સ્મીમેર હોસ્પીટલના ૩૦ ટકા તબીબો દર્દી માટે ભગવાન નહીં કસાઈ છે

સ્મીમેર હોસ્પીટલનો વહિવટ થઈ શકતો ન હોય તો પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપથી આપી દેવી જોઈએ

(પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર
સુરત મહાનગરપાલિકાના આજની સામાન્ય સભામાં ભાજપના જ કોર્પોરેટરોએ સ્મીમેર હોસ્પીટલનો વહિવટ રેઢિયાળ થઈ ગયો હોવાની ફરિયાદ કરી હતી. ભાજપના કોર્પોરેટરેએ એવું કહ્યું હતું કે, સ્મીમેર હોસ્પીટલના ૩૦ ટકા તબીબો દર્દીઓ માટે ભગવાન નહીં પરંતુ કસાઈ બની રહ્યાં છે. આટ આટલી ફરિયાદ છતાં પણ જો સ્મીમેર હોસ્પીટલનો વહિવટ સુધરી શકતો ન હોય તો સ્મીમેરને પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપથી ચલાવવા આપી દેવી જોઈએ. ભાજપના સભ્યોની આ ફરિયાદ સાથે કોંગ્રેસે પણ વિરોધનો સુર પુરાવ્યો હતો.
સુરત મહાનગરપાલિકાની આજની સામાન્ય સભામાં વરાછાના કોર્પોરેટર આર.કે. લાઠીયાએ સ્મીમેર હોસ્પીટલનો વહિવટ ખાડે ગયો હોવાની ફરિયાદ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, સ્મીમેર હોસ્પીટલમાં સફાઈના નામે મીંડું છે. ઓ.પી.ડી.ના સમયના કલાકો બાદ ઓ.પી.ડી. શરૃ થતાં દર્દીઓને હાલાકી પડી રહી છે. આ ઉપરાંત હોસ્પીટલમાં દવાની અછત હોવાથી તબીબો જે દવા પર વધુ કમિશન હોય તેવી દવાઓના પ્રિસ્ક્રીપ્શન લખી આપે છે.
હોસ્પીટલમાં વોર્ડ બોયની કામગીરી યોગ્ય ન હોવાથી મોટાભાગના દર્દીઓને તેમના સગાં જ સ્ટેચરમાં લઈ જાય છે ઉપરાંત જેટલા સ્ટેચર છે અને વ્હીલ ચેર છે તેમાંથી મોટાભાગની બિસ્માર હાલતમાં છે. તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે આમ તો દર્દીઓ માટે તબીબને ભગવાન ગણવામાં આવે છે.પરંતુ સ્મીમેર હોસ્પીટલના ૩૦ ટકા તબીબો દર્દીઓ માટે ભગવાન નહીં પરંતુ કસાઈ બની રહ્યાં છે. આવી સ્થિતિ અંગેની વારંવાર ફરિયાદ કરવામાં આવે છે પરંતુ તેમાં કોઈ સુધારો આવતો નથી. જો આમ જ ચાલતું હોય તો સ્મીમેર હોસ્પીટલને પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપથી ચલાવવા આપી દેવી જોઈએ.
ભાજપના કોર્પોરેટર દ્વારા કરવામા આવેલા આક્ષેપને વિપક્ષી નેતા બાબુ રાયકા દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, સ્મીમેર હોસ્પીટલના ડોક્ટર દ્વારા દર્દીની સારવાર બદલ પૈસા માગવામા આવ્યા તે દુઃખદ બાબત છે. આ અંગે એક્ઝીક્યુટીવ કમિટિ સમક્ષ ફરિયાદ કરવામાં આવી છતાં તેનો કોઈ નિકાલ થયો નથી. જેથી સ્મીમેર હોસ્પીટલનો કઠળી ગયેલો વહિવટ સુધારવામાં ભાજપ શાસકો સદંતર નિષ્ફળ નિવડયા છે.

દર્દી પાસે પૈસા માગવાના કિસ્સામાં
સ્મીમેરના તબીબે પૈસા લીધા હોવાનો વિજીલન્સ રિપોર્ટ
એક્ઝીક્યુટીવ કમિટિ સમક્ષ કરવામાં આવેલી ફરિયાદ બાદ રિપોર્ટ સુપરત કરાયો
(પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર
સુરત પાલિકા સંચાલિક સ્મીમેર હોસ્પીટલમાં દાઝેલા બાળકની સારવાર બદલ એક તબીબે રૃા. ૨૫ હજારની માગણી કરી હતી. આ કિસ્સામાં કોપોરેટર દ્વારા ફરિયાદ થતાં વિજીલન્સ તપાસ સોંપવામાં આવી હતી. આ વિજીલન્સ તપાસમાં તબીબ દ્વારા રૃા. પાંચ હજાર લેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.
પાલિકાની સ્મીમેર હોસ્પીટલનો વહિવટ ખાડે ગયો હોવાની ફરિયાદ આજે પાલિકાની સામાન્ય સભામાં કરવમાં આવી હતી. જેમાં તબીબ દ્વારા દાઝેલા દર્દીની સારવાર કરનારા તબીબ દ્વારા પૈસાની માગણીનો કિસ્સો પણ ચર્ચવામાં આવ્યો હતો.
વરાછા વિસ્તારના એક મકાનમાં ગેસ બોટલ બ્લાસ્ટમાં આખો પરિવાર દાઝી ગયો હતો. જેમાં માતા-પિતાના મોત થવા ઉપરાંત એક બાળક સાહિલ ગંભીર રીતે દાઝી જતાં તેને સ્મીમેર હોસ્પીલમાં દાખલ કરાયા હતા. જેની સારવાર કરનારા ડૉ. જીગર દ્વારા સોહિલના સગાં પાસેથી પિતાજીની બર્થડે હોવાથી ગિફ્ટ આપવા માટે રૃા. ૨૫ હજારની માગણી કરી હતી. આ અંગે એક્ઝીક્યુટીવ કમિટિમાં ફરિયાદ બાદ વિજીલન્સ તપાસ સોંપવામાં આવી હતી.
જેમાં તબીબ જીગર દ્વારા દર્દીના સગાં પાસેથી પહેલાં રૃા. ૫૦૦૦ લીધા હોવાનું બહાર આવ્યું છે. આ રિપોર્ટ બાદ પાલિકા દ્વારા તબીબ સામે કેવા પ્રકારના પગલાં ભરવામા આવે તેના પર સૌની નજર છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved