Last Update : 01-May-2012, Tuesday

 
ધુ્રતિના પતિએ નાટયાત્મક ઢળે જામીન અરજી પાછી ખેંચી
ધુ્રતિનો ચાર વખત તેની મરજી વિરૃધ્ધ ગર્ભપાત કરાવાયો હતો
ધુ્રતિના જેઠ હિરલ અને સસરા ગોરધનભાઇ પટેલની જામીન અરજી અંગે બંને પક્ષે દલીલો કરી ઃ ચુકાદો મંગળવાર પર મુલત્વી
નવસારી, સોમવાર
નવસારીના ચકચારી ધુ્રતિ અપમૃત્યુ કેસનાં આરોપી પતિ જેઠ અને સસરાએ શુક્રવારે કોર્ટમાં જામીન અરજી કરી હતી. આજરોજ યોજાયેલી સુનાવણી અગાઉ મુખ્ય આરોપી પતિએ પોતાની જામીન અરજીને નાટયાત્મક રીતે પાછી ખેંચી લીધી હતી. ત્યારબાદ બંને પક્ષોનાં વકીલોની ધારદાર રજુઆત અને દલીલો બાદ જીલ્લા સેંશન્સ કોર્ટે જામીન અરજી પરનો ચુકાદો આવતીકાલે મંગળવાર ઉપર મુલત્વી રાખ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ધુ્રતિના શંકાસ્પદ મોતનાં આરોપી પતિ દિવ્યેશ, જેઠ હિરલ, અને સસરા ગોરધનભાઇનાં જામીન મેળવવા માટે શુક્રવારે આરોપી પક્ષનાં વકીલોએ નવસારી જીલ્લા સેશંન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેની સુનાવણી આજરોજ યોજાઇ હતી. સુનાવણી શરૃ થવા અગાઉ આરોપી પક્ષે આ કેસનાં મુખ્ય આરોપી લેખાયેલાં ધુ્રતિનાં પતિ-દિવ્યેશની જામીન અરજી નાટયાત્મક ઢબે પાછી ખેંચી લીધી હતી. ત્યારબાદ જેઠ હિરલ અને સસરા ગોરધનભાઇને જામીન ઉપર મુક્ત કરવા તેમનાં વકીલ દ્વારાં કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી કે, ફરીયાદ પક્ષ વર્ષ ૨૦૦૫ થી દિવ્યેશનાં કોમલસાથેનાં અનૈતિક સંબંધોની વાતો કરતો આવ્યો છે. ધુ્રતિને સાસરામાં કોઇ ત્રાસ આપવામાં આવતો હોવાની કોઇ ફરિયાદ થયેલી નથી. મરનાર ધુ્રતિનાં પી.એમ. રિપોર્ટમાં પણ ''આપઘાત'' આવ્યુ છે. હત્યાનો ગુનો સાબિત થઇ શકે તેમ નથી. આ કેસમાં પતિ દિવ્યેશનાં કોમલ સાથે અનૈતિક સંબંધ પ્રકરણમાં જેઠ હિરલ અને સસરા ગોરધનભાઇને કોઇ લેવા દેવા નથી. આથી તેમને જામીન ઉપર છોડવા જોઇએ. જ્યારે ફરિયાદ પક્ષે ધુ્રતિનાં પિયર તરફના સ્પે.પબ્લીક પ્રોસીક્યુટર મનીષભાઇ દેસાઇએ, આરોપીઓનાં જામીનનો વિરોધ કરતાં જણાવ્યું હતુ કે, ધુ્રતિનાં શરીર પર મોત અગાઉની ૧૧ ઇજાઓ છે. જેમાં ૮ શંકાસ્પદ છે. જેનો હજી એફ.એસ.એલ.રિપોર્ટ આવવાનો બાકી છે. બનાવનાં સમયે તમામ આરોપીઓની ઘરમાં હાજરી હતી. બનાવ બન્યાનાં સમય અગાઉ દિવ્યેશે પોતાનાં જ ઘરમાં હોવા છતાં ધુ્રતિને મોબાઇલ ફોન પર સાડા ચાર મિનિટ સુધી વાતચીત કરી હતી. અને ત્યારબાદ તેનું અપમૃત્યુ થયું હતું. દિવ્યેશનાં અનૈતિક સંબંધોના પુરાવાઓ છે. ધુ્રતિનો ચાર વખત તેની મરજી વિરૃધ્ધ ગર્ભપાત કરવામાં આવ્યો હતો. તેને માનસિક શારિરીક ત્રાસ અપાતો હતો. લાખ્ખો રૃપિયાનો દહેજનો સામાન પોલીસે કબ્જે કર્યો છે. તેજ તેનો પુરાવો છે. આરોપીઓ વગદાર છે. પોલીસ ઉપર તેમનો પ્રભાવ રહ્યો છે. અને તેના કારણે બનાવનાં ત્રણ દિવસ સુધી પોલીસે ફરીયાદ સુધ્ધાં નોંધી ન હતી. માત્ર અકસ્માત મોતની નોંધી કરી હતી. વધુમાં તેમણે ધુ્રતિનાં પી.એમ.વેળા તેના પિયરીયાઓને સસરા ગોરધનભાઇએ ધમકી આપી હતી કે, જો પોલીસમાં ફરીયાદ આપશો તો તમને જોઇ લઇશ. આમ આરોપીઓ વગદાર પૈસાદાર અને ઓળખ ધરાવતાં હોવાથી આ કેસનાં સાક્ષીઓને ફોડી નાંખી પુરાવાઓ નાશ કરશે માટે તેમની જામીન અરજી નામંજૂર કરવી જોઇએ તેવી માંગણી કરી હતી. બંને પક્ષોની દલીલો બાદ ના.જીલ્લા સેશન્સ કોર્ટ તેનો ચુકાદો આવતીકાલ પર મુલત્વી રાખ્યો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved