Last Update : 01-May-2012, Tuesday

 

વાપીના યુવાન પર હુમલો કરવા ૮૦ હજારમાં સોપારી અપાઇ હતી

દમણના જ્વેલર્સે મહિલા સાથેના પ્રેમસંબંધમાં સોપારી આપી હતી જ્વેલર્સને ત્યાં કામ કરતો સુગ્રિવ પણ તેજ મહિલાને પ્રેમ કરતો હતો
વાપી, સોમવાર
વાપી-ચલા મુકતાનંદ માર્ગ ઉપર ૨૦ દિવસ અગાઉ એક યુવાનને માર મારી સોનાના ઘરેણાં તથા સ્કૂટી મોપેડ મળી રૃ. ૮૫ હજારની માલમત્તાની લૂંટ પ્રકરણમાં પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આ પ્રકરણમાં પોલીસે ત્રણ લૂંટારૃ તથા સોપારી આપનાર યુવાન મળી ચારની ધરપકડ કરી છે. દમણમાં જ્વેલર્સની દુકાન ધરાવતા યુવાન અને હુમલા - લૂંટનો ભોગ બનનાર એવા જ્વેલર્સને ત્યાંજ નોકરી કરતાં યુવાનને એકજ મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાથી જ્વેલર્સે યુવાનને સબક શીખવવા રૃ. ૮૦ હજારમાં સોપારી આપી હોવાનું બહાર આવ્યું છે.
વાપી-ચલાના મુકતાનંદ માર્ગ ઉપર આવેલા અનમોલ એપાર્ટમેન્ટ-ર નાગેટ નજીક તા.૭ મી એપ્રિલના રોજ એપાર્મેન્ટમાં રહેતા સુગ્રીવ ઉર્ફે ગૌતમ લીજારીરામ રાવને ઢોર માર મારી મોટર સાયકલ ઉપર આવેલા ચાર શખ્સોએ સોનાના ઘરેણાં અને સ્કૂટી મોપેડ મળી રૃ. ૮૫ હજારના માલમત્તાની લૂંટ ચલાવી હતી. આ પ્રકરણમાં વાપી ટાઉન પોલીસે હાથ ધરેલી તપાસમાં ડી-સ્ટાફના વિજય પાટીલ અને તેજપાલને મળેલી બાતમી આધઆરે ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. આ પ્રકરણમાં ત્રણ આરોપીઓ જીતેન્દ્ર ગિરજાશંકર ઠાકુર (ઉ.વ.૨૫, રહે.ગીતાનગર-વાપી), અનિલ મુનીલાલ યાદવ (ઉ.વ.૨૦, રહે. ગીતાનગર), આશિષ ઉર્ફે જબ્બર રાજેશ શર્મા (ઉ.વ.૧૮, રહે. વાપી)ની ધરપકડ કરી હતી.
પૂછપરછ દરમિયાન ત્રણે આરોપીઓએ કરેલી ચોંકાવનારી કબૂલાતમાં દમણ ખાતે હિના જ્વેલર્સ નામક દુકાનના માલિક અબ્દુલહાફીઝ અબ્દુલઅઝીઝે (ઉ.વ.૩૮) સુગ્રીવને માર મારવા રૃ.૮૦ હજારમાં સોપારી આપી હોવાનુ બહાર આવ્યું હતું. જેને પગલે પોલીસે જ્વેલર્સ અબ્દુલહાફીઝની પૂછપરછ કરતા સુગ્રીવ છેલ્લા ત્રણ- ચાર વર્ષથી જ્વેલર્સની દુકાનમાં કામ કરતો હતો. આ દરમિયાન સુગ્રીવની મુસ્લિમ મહિલા સાથે ઓળખાણ થયા બાદ અવાર નવર દમણ ખાતે દુકાન ઉપર બોલાવતો હતો. ત્યારે દુકાન માલિક અઝીઝ સાથે મહિલાનો સંબંધ ગાઢ પ્રેમસંબધમાં ફેરવાયો હતો. અઝીઝ મહિલા પ્રેમમાં દીવાનો બની અઢળક નાણાં પણ તેની પાછળ ઉડાવતો હતો.
અઝીઝ સાથે પ્રેમમાં પડયા બાદ સુગ્રીવ સાથે પણ મહિલાએ પ્રેમ સંબંધ બાધ્યો હતો. જેને કારણે ઘણા મહિનાઓએ અઝીઝની આંખમાં સુગ્રીવ કણાની જેમ ખૂંચતો હતો. તેણે સુગ્રીવને સબક શીખવવા સોપારી આપી હતી. અઝીઝ સાથે પ્રેમ સંબંધ બાંધી મહિલા સુગ્રીવ સાથે વાપી રહેવા આવી ગઈ હતી. આ મુદ્દે અઝીઝ અને સુગ્રીવ વચ્ચે અવાર નવાર ઝઘડો પણ થતો હતો. ત્રિકોણીયા પ્રણયફાગમાં સુગ્રીવ અને અઝીઝ બંને મહિલા સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાનો પણ દાવો કર્યો છે.પોલીસે વધુ માહિતી મેળવવાના આધાર ઉપર આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ખનીજ ચોરીનું કૌભાંડ
તાલાલામાં બંધ મકાનમાંથી ૪૦ તોલા સોનાનાં દાગીનાની ચોરી

કેશોદમાં ૧૨ દિવસે તો અમરેલીને પાંચ દિવસે નસીબ થતું પીવાનું પાણી

માછીમારો પર પાકિસ્તાનના સિતમનો મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં
બે જૂથ વચ્ચે અથડામણથી તંગદિલી

કિંગફિશર એરલાઈન્સમાં પ્રમોટર્સનું શેરહોલ્ડિંગ ઘટીને ૪૭.૨૮ ટકા થયું

સોનામાં રૃ.૨૯૫૯૦નો નવો રેકોર્ડ કર્યા પછી મોડી સાંજે ભાવોમાં પડેલા ગાબડાં
પાકિસ્તાનને ફટકોઃબાંગ્લાદેશે હુમલાની ધમકીઓને પગલે પ્રવાસ સ્થગિત કર્યો
નડાલનો સતત સાત વર્ષ સુધી બે ટુર્નામેન્ટ જીતવાનો અનોખો રેકોર્ડ
તેંડુલકર કોઇ પણ પરિસ્થિતીમાં ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છેઃ રોડ્ઝ
મયોલાને આઇપીએલના બોનસના રુ.૧.૩૬ કરોડ પરત કરવા આદેશ

મોર્ની મોર્કેલ અને યાદવે અમને રાજસ્થાન સામે વિજય અપાવ્યો

ટીસીએસ, ઈન્ફોસીસ, રિલાયન્સ શેરોની તેજીએ ઔસેન્સેક્ષ ૧૩૧ પોઈન્ટ વધીને ૧૭૩૧૯ની સપાટીએ
પીએસયુ શેરો માટે ખાસ ઈટીએફની વિચારણા
ભારતીય કંપનીઓના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં હતાશાજનક ચિત્ર
 
 

Gujarat Samachar Plus

મતભેદ તો ઘણાં થયા પણ મનભેદ ક્યારેય નહીં
શહેરની ગર્લ્સ પણ બોલે છે ગંદી ગાળો યુ બ્લડી એ...હો...
જીટીયુનો પેટન્ટ એપ્લીકેશન પ્રોગ્રામ
એકસ સ્ટુડન્ટસનો કોલેજના જુનિયર્સને હેલ્પ કરવાંનો ફંડા
ચાઇલ્ડ એક્ટિવીટીમાં માર્શલઆર્ટની બોલબાલા
 

Gujarat Samachar glamour

ડર્ટી પિક્ચરને આપેલો નેશનલ એવોર્ડ પાછો ખેંચાશે?
જોયાની ડોક્યુમેન્ટરીમાં કેટરીના
મેગન ફોક્સ હાસ્ય-ભૂમિકા કરીને ખુશ
કરીના ઓછી ફિલ્મો સાઈન કરવા માંડી!
પ્રતિક બબ્બરે નાનીની ગંગામાં ન્હાવાની ઈચ્છા પૂરી કરી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved